નવી દિલ્હીઃ માઈગ્રેન એક એવી બીમારી છે જેમાં સામાન્ય રીતે માથાના અડધા ભાગમાં જ દુ:ખાવો થાય છે. પરંતુ ક્યારેક ક્યારે આ દુ:ખાવો માથાના આખા ભાગમાં ફેલાઈ જાય છે. માઈગ્રેનનો દુ:ખાવો કોઈપણ સમયે ઉભો થઈ શકે છે જે અસહ્ય હોય છે. આવો આજે તમને જણાવી કેટલીક એવી વાતો જેની મદદથી માઈગ્રેનના એટેકથી રાહત મળી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમ ઉભો થાય છે માઈગ્રેનનો દુ:ખાવો?
માઈગ્રેનના એટેકથી બચવા માટે સૌથી પહેલા એ કારણોને ઓળખવા જરૂરી છે જે આ દુ:ખાવાને ઉભો કરે છે. પોતાના માથાના દુ:ખાવાને ક્યારેય ઈગ્નોર કરવો નહીં અને જાણવાનો પ્રયાસ કરવો કે ક્યારે તમને માઈગ્રેનનો દુ:ખાવો ઉભો થાય છે. અસહ્ય દુર્ગંધ, ડિહાઈડ્રેશન, આલ્કોહોલનું સેવન અથવા અતિશય સ્ટ્રેસના કારણે માઈગ્રેનનો દુ:ખાવો ઉભો થઈ શકે છે. અને ત્યારબાદ જ માઈગ્રેનથી બચવાનો ઉપાયો શોધી શકાશે.


માસિક સાયકલ:
પુરુષોની તુલનામાં મહિલાઓ માઈગ્રેનનો શિકાર બને છે. કેટલાક એક્સપર્ટ્સનું કહેવું છે કે મહિલાઓના માઈગ્રેનમાં માસિક સાયકલની ખાસ ભૂમિકા હોય છે. હકીકતમં કેટલીક મહિલાઓને માઈગ્રેનનો દુ:ખાવો માસિક દરમિયાન જ થાય છે. એક્સપર્ટ્સ માને છે કે પીરિયડ્સ દરમિયાન પ્રોજેસ્ટેરોન અને એસ્ટ્રોજેન નામના હોર્મોન્સના લેવલમાં ઉતાર-ચઢાવ પણ માઈગ્રેનના દુ:ખાવાને વધારે છે. અને આવુ થતું હોય તો ડોક્ટરની સલાહ અચૂક લેવી જોઈએ.


ઘોંઘાટથી દૂર રહો:
અનેક વખત તેજ લાઈટ અને ઘોંઘાટ પણ માઈગ્રેનના દુ:ખાવાને ઉભો કરી શકે છે. આવામાં એક શાંત વાતાવરણ માથાના દુ:ખાવા માટે બામનું કામ કરી શકે છે. માઈગ્રેનનો એટેક આવવા પર ઘરમાં એવી જગ્યા શોધી લો જ્યાં શાંતિ હોય. તમે કોઈ પબ્લિક લાઈબ્રેરી અથવા શાંત વાતાવરણવાળી જગ્યા પર પણ જઈ શકો છો.


પૌષ્ટિક આહાર લો:
શું તમે જાણો છો કે કેટલાક લોકોમાં જમવાનું છોડવાનું કારણ પણ માઈગ્રેનનો દુ:ખાવો વધારી શકે છે. એક્સપર્ટનું માનવું છે કે તમામે હેલ્ધી ડાયટ માટે સમય કાઢવો જોઈએ તે તમારા એનર્જી લેવલને બૂસ્ટ કરે છે. તમારે આ માટે પોતાની સાથે હેલ્ધી સ્નેક્સ જ રાખવા જોઈએ જે સરળતાથી તમારા પર્સ, બેગ અથવા કાર, ઓફિસના ડ્રોઅરમાં આવી જાય.


માઈગ્રેન અટકાવવા શ્રેષ્ઠ ઉપાય:
જો તમને મહિનામાં ઓછામાં ઓછો 15 દિવસ સુધી માઈગ્રેનનો દુ:ખાવો રહેતો હોય તો ડોક્ટર્સ તમને ક્રોનિક માઈગ્રેન પ્રીવેન્શન મેડિકેશનની સલાહ આપી શકે છે. માઈગ્રેનને રોકવા માટે અનેક ઉપાય છે. તમને બોટુલિનમ ટોક્સિનનું ઈન્જેક્શન આપી શકે છે જે તમને માથામાં દુ:ખાવાની શરૂઆત થતા પહેલાં જ શાંત કરી શકે છે.


આ સિવાય તમને એ ચાર નવી દવાઓમાંથી પણ કોઈ એક દવા આરામ આપી શકે છે. જે માઈગ્રેનનો દુ:ખાવો વધારનારા પ્રોટીનને ટાર્ગેટ કરે છે. જેને સીજીઆરપી અવરોધક પણ કહેવામાં આવે છે. જેમાં erenumab, fremanezumab અને galcanezumab દવા ઈન્જેક્શનના માધ્યમથી આપવામાં આવે છે. જ્યારે ચોથી અને નવી દવાનું નામ eptinezumab છે.


સસ્તી દવાઓની કમાલ:
માઈગ્રેનના ખૂબ નાના અને હળવા દુ:ખાવાથી રાહત મેળવવા માટે તમે aspirin અથવા ibuprofen જેવી દવાઓનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય combines caffeine અને acetaminophen જેવા પેઈન કિલર પણ મદદ કરી શકે છે. પરંતુ જો દુ:ખાવો વધુ હોય તો તમારે sumatriptan અને rizatriptan જેવી કેટલીક ખાસ દવાઓની જરૂર પડી શકે છે જે માથામાં દુખાવાના રસ્તાને બ્લોક કરવાનું કામ કરે છે.


પરિવારની મદદ લો:
માઈગ્રેનના દુખાવામાં પરિવારનો નાનામાં નાનો સહકાર તમને મોટી રાહત આપી શકે છે. જે સમયે તમારો દુખાવો વધે છે તો પરિવારે પણ કામની તમામ જવાબદારી સંભાળી લેવી જોઈએ. તેનાથી ના માત્ર તમારું સ્ટ્રેસ ઓછુ થશે પણ શરીરને ય સારો આરામ મળી રહેશે જેનાથી માઈગ્રેનના દુખાવામાં રાહત મળશે.


ઉંઘ:
કોઈ પણ વ્યક્તિ માટે યોગ્ય ઉંઘ તમારા વિચારથી પણ વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ઘણાં ઓછા લોકો આ વાત જાણે છે કે ઉંઘની ઉણપથી કોઈપણ વ્યક્તિનું માઈગ્રેન વધી શકે છે. જો તમારી સાથે પણ આ સમસ્યા ઉભી થાય છે તો પોતાની સ્થિતિને સારી કરવાનો પ્રયાસ કરો. તમારે તમારા ઉંઘવા અને જાગવાના શિડ્યુલ પર કામ કરવું પડશે અને યોગ્ય ઉંઘ લેવાનો પ્રયાસ કરવો પડશે.


કેવી રીતે લેશો પોતાની સાર-સંભાળ?
ધ્યાન રાખો કે સ્ટ્રેક એક કોમન માઈગ્રેન ટ્રિગર છે. કામની સાથે સાથે માઈગ્રેનને મેનેજ કરવાથી પણ તમારો તણાવ વધી શકે છે. તમારા મગજ પર અન્ય કોઈ પણ વસ્તુનું ભારણ ન વધવા દો. જેના કારણે આ વસ્તુઓથી તમારુ સ્ટ્રેસ લેવલ ઓછુ કરો તેને પ્રાથમિકતા આપો. ઉંડો અને લાંબો શ્વાસ, બાયોફિડબેક એક્સરસાઈઝ અથવા વર્કઆઉટ સ્ટ્રેસ ઓછો કરવા માટે મદદગાર થઈ શકે છે. તમે ઈચ્છો તો પસંદગીનું મ્યુઝિક અથવા મેડિટેશનની મદદથી પણ આ કામ કરી શકો છે.

Disclaimer: The information on this site is not intended or implied to be a substitute for professional medical advice, diagnosis or treatment. All content, including text, graphics, images and information, contained on or available through this web site is for general information purposes only.