Health Tips: અનિયમિત અને સતત બદલતી જીવનશૈલીના કારણે લોકો તેમના સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ બેદરકાર રહે છે. આ બેદરકારીના કારણે તેમના શરીરમાં અનેક રોગ ઘર કરી જાય છે. અનહેલ્ધી ખોરાક અને બેઠાડુ જીવનશૈલીના કારણે લીવર અને કિડનીને સૌથી પહેલા અસર થાય છે. જો શરીરના આ બે અંગ નબળા પડી જાય તો તેના કારણે વ્યક્તિનો જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે કિડની અને લીવરને તમે આજની અનિયમિત જીવનશૈલીમાં પણ સારી રીતે કામ કરતા રાખી શકો છો. તેના માટે તમારે ફક્ત ફુદીનાનો ઉપયોગ કરવાનો છે. ફુદીનાની મદદથી તમે લીવર અને કિડનીને ફિટ રાખી શકો છો. જો તમે 15 દિવસ પણ નિયમિત રીતે ફુદીનાનો આ રીતે ઉપયોગ કરો છો તો તેનાથી કિડની અને લીવર ડિટોક્સ થાય છે અને સ્વસ્થ પણ રહે છે. 


કેવી રીતે કિડની-લીવરને રાખવું સ્વસ્થ


આ પણ વાંચો:


Cold Drinks શરીરમાં શોષી લે છે આ પોષકતત્વો, શરીર પડે છે નબળું, જાણો તેના આડઅસરો વિશે


Curry Leaves: સવારે ચાવીને ખાઈ લેવા આ પાન, પેટની બીમારીથી લઈ ત્વચાની સમસ્યા થશે દુર


ગેસના કારણે દુખે છે માથું? તો આ ઉપાય 10 મિનિટમાં આપશે માથાના દુખાવા અને ગેસથી રાહત


સૌથી પહેલા તો લીવર કે કિડની સંબંધિત કોઈ સમસ્યા હોય તો સમય બગાડ્યા વિના જ તુરંત ડોક્ટરની સલાહ લેવી.  આ સિવાય જો તમને દારૂ કે બીડી-સિગારેટ જેવું કોઈ વ્યસન હોય તો તેનાથી મુક્તિ મેળવવાના પ્રયત્ન શરુ કરો. આ બે કામ કરી લેશો તો પણ તમને તમારા સ્વાસ્થ્યમાં ઘણા સુધારા જોવા મળશે.


ફુદીનાના ફાયદા


કિડની અને લીવરમાં કોઈ સમસ્યા થઈ રહી હોય તો ડોક્ટરની સલાહ લીધા પછી તમે ફુદીનાનો આ ઘરેલું ઉપચાર કરી શકો છો. ફુદીનાના પાન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ફુદીનામાં આવા ઘણા પોષક તત્વો હોય છે જે કિડનીના કાર્યને સુધારે છે. તેના સેવનથી શરીરની ઘણી બીમારીઓ દુર થાય છે.


કેવી રીતે કરવો ફુદીનાનો ઉપયોગ


કિડની અને લીવરના ઈલાજ માટે તમે ફુદીનાના પાનનું સેવન કરી શકો છો. તેના માટે ફુદીનાના કેટલાક તાજા પાન તોડી તેને ધોઈ અને પછી ખાલી પેટે ચાવીને તેનું સેવન કરવું. જો તમે ઈચ્છો તો તમે ફુદીનાના પાનમાંથી બનાવેલું જ્યુસ પણ પી શકો છો. તમે રોજના આહારમાં પણ ફુદીનાના તાજા પાનનો સમાવેશ કરી શકો છો. 


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)