ઝી બ્યૂરો, અમદાવાદ: જો તમને ટાઈપ-2 ડાયાબિટીસ છે તો તમે જાણતા હશો કે બ્લડ સુગર(Blood Sugar)ને લેવલમાં રાખવું કેટલી જરૂરી છે.  જો તે જરા પણ વધી જાય તો તમે હ્રદય સંબંધી બીમારી(Heart Problems) અને કિડનીના રોગ પણ હોય શકે છે. અમેરિકન ડાયબિટીસ અસોસિયેશનના પ્રમાણે હાઈ બ્લડ સુગર(Blood Sugar) પર નિયંત્રણ લાવવું ખૂબ જ જરૂરી છે. પરંતુ જો ક્યારેક અચાનકથી બ્લડ સુગર(Blood Sugar) વધી જાય તો તેને હલકામાં ન લો, પરંતુ ચેતી જાઓ અને કારણો જાણવાનો પ્રયાસ કરો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્લડ સુગર(Blood Sugar)માં વધારો ત્યારે થાય છે, જ્યારે શરીરમાં સુગરની માત્રા વધી જાય છે અને ભોજન બાદ અચાનક ઘટી જાય છે. સુગરની માત્રા વધવાને હાઈપરગ્લાઈસીમિયા કહેવામાં આવે છે. ડાયાબિટીસની આ ખતરનાક સ્થિતિ અનેક રોગોને નિમંત્રણ આપી શકે છે. એટલે જ ડૉક્ટર્સ હંમેશા બ્લડ સુગર(Blood Sugar)ને નિયંત્રિત રાખવાની સલાહ આપે છે. પરંતુ અનેક વાર હાઈ બ્લડ સુગર(Blood Sugar)થી પીડિત રોગીઓનું સુગર અચાનક વધી જાય છે, જેને તરત જ ઓછું કરવાની જરૂર હોય છે. એવામાં અચાનક વધેલા બ્લડ સુગર(Blood Sugar)ના કારણો જાણી લેશો તમને તેને નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે અને તમે અનેક સ્વાસ્થ્યથી બચી શકે છે. નીચેના કારણે બ્લડ સુગરમાં અચાનક વધારો થવાના હોય શકે છે..


વ્યાયામ ખૂબ જ ઓછો કરવો
તમારા રુટીનમાં હળવું વર્કઆઉટ ખૂબ જ જરૂરી છે. જેવું કે ચાલવું, ઘરના કામ કરવા જેવી ગતિવિધિ બ્લડ સુગર(Blood Sugar)ને ઓછી કરવા માટે સારી રહે છે.  તો તમે નિયમિત રૂપે હલન ચલન નહીં કરો તો, ગ્લૂકોઝ લેવલ ક્યારે વધી જશે, તે ખબર નહીં રહે. પરંતુ વધુ અઘરી કરસત તમારા બ્લડ સુગર(Blood Sugar)માં અચાનકથી વૃદ્ધિ કરી શકે છે. તેનો મતલબ એવો બિલકુલ નથી કે તમે વ્યાયામ કરવાનું છોડી દો. સારું એ રહેશે કે તમે તમારા ડૉક્ટર સાથે આ વિશે વાત કરો કે બ્લડ સુગર(Blood Sugar)ને કંટ્રોલમાં રાખવા માટે તમારે તમારા ટ્રીટમેન્ટના પ્લાનમાં કેવા ફેરફાર કરવા જોઈએ.


જવાબદાર છે આપનો આહાર
સૌથી પહેલા તો એ જુઓ કે તમે ભોજનમાં શું લઈ રહ્યા છો. જો તમારા ભોજનમાં ખાંડ અને સ્ટાર્ચની માત્રા વધારે છે તો પણ બ્લડ સુગર(Blood Sugar)માં અચાનક વૃદ્ધિ થશે તે સંભવ છે. ફળમાં કેળાનું સેવન બની શકે એટલું ઓછું કરો. તેના બદલે ઘઉંની બ્રેડ, અનપ્રોસેસ્ડ ફૂડ, બ્રાઉન રાઈસ, શાકભાજી ખાઓ. ખાદ્ય પદાર્થોમાં વધુમાં વધુ ફાઈબર સામેલ કરવાથી અચાનક બ્લડ સુગર(Blood Sugar) વધવાની સમસ્યાથી છૂટકારો મળી જાય છે.


ઓછી ઊંઘ લેવી
ઓછી ઊંઘ લેવી લોહીમાં શર્કરાને પ્રભાવિત કરવા માટે જવાબદાર છે. એક અભ્યાસમાં શોધકર્તાઓએ લોકોને 6 દિવસ માત્ર ચાર જ કલાક સુવાની અનુમતિ આપી. અંતમાં જોવામાં આવ્યું કે, ઓછી ઊંઘ લેવાના કારણે તેમનું ગ્લૂકોઝ લેવલ 40 ટકા ઓછું હતું. જેથી સારી ઊંઘ જરૂરી છે. ઊંઘનું એક નિયત શેડ્યૂલ હોવું જોઈએ. ઊંઘતા પહેલા ફોન કે ટેબ્લેટનો પ્રયોગ ન કરો અને ઊંઘતા પહેલા પોતાના રિલેક્સ કરવાનો પ્રયાસ કરો.


ખોટી દવાઓ લેવી
તમે જાણો છો કે ઈન્સ્યુલિન તમારા બ્લડ સુગર(Blood Sugar)ને ઓછું કરે છે. પરંતુ એક ખોટો ડોઝ પણ તમારા સ્તરમાં ઘટાડો કરી શકે છે. જો તમે વૉટર પિલ્સ, ડિપ્રેશનનો ઈલાજ કરનાર ડ્રગ્સ અને બ્લડ પ્રેશની દવા લો છો, તો બ્લડ સુગર(Blood Sugar) ક્યારે વધી જશે, તે તમને ખબર નહીં પડે,


બ્રશ ન કરવું
મધુમેહથી પીડિત લોકોમાં પેઢાની સમસ્યા ખૂબ જ ઝડપથી પેદા થાય છે. સમસ્યા ગંભીર હશે તો, રક્ત શર્કરાને નિયંત્રણમાં રાખવું ખૂબ જ કઠિન થઈ જશે. તમામ સંક્રમણોની જેમ તે તમારા ગ્લૂકોઝના વધવાનું કારણ હોય શકે છે. એટલે ડાયાબિટીસના દર્દીઓ દિવસમાં બે વાર બ્રશ કરવું જોઈએ. સાથે એન્ટીસેપ્ટિક માઉથવૉશથી કોગળા કરવા જોઈએ.


ધુમ્રપાન કરવું
યાદ રાખો, ધુમ્રપાન કરવું ડાયાબિટીસની સંભાવના વધારે છે. જો તમે પહેલા ડાયાબિટીસથી પીડીત છો તો, બ્લડ સુગર(Blood Sugar)ને કંટ્રોલ કરવું એટલું સરળ નહીં રહે. ધુમ્રપાનથી રક્ત શર્કરાના સ્તરને નીચું લાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. એટલે જો તમે ધુમ્રપાન કરો છો, તો તરત છોડી દો.


Health Tips: ઉકાળાનું વધુ પડતુ સેવન જીવલેણ સાબિત થઈ શકે છે, જાણો લિવરને પહોંચી શકે છે નુકસાન


Health Tips: રોજ એક ગ્લાસ ચણાનું પાણી પીઓ, મળશે આ ગજબના ફાયદા