Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે. ચાંદીપુરા વાયરસના કારણે સરકારની સાથે લોકોની ચિંતા પણ વધી ગઈ છે. ચાંદીપુરા વાયરસના કારણે બાળકોના મોત પણ થઈ રહ્યા છે. ચાંદીપુરા વાયરસ ઝડપથી ગુજરાતમાં બાળકોને પોતાનો શિકાર બનાવી રહ્યો છે. આ વાયરસ 15 વર્ષથી નાના બાળકોમાં સૌથી વધુ જોવા મળે છે. આજે તમને ચાંદીપુરા વાયરસ અંગે વિસ્તારપૂર્વક જણાવીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: રાત્રે સૂતા પહેલાં પગના તળીયામાં 5 મિનિટ કરો માલિશ, પથારીમાં પડ્યાની સાથે આવશે ઊંઘ


શું છે ચાંદીપુરા વાયરસ ? 


ચાંદીપુરા વાયરસ એક RNA વાઇરસ છે. જે બે મહિનાથી 15 વર્ષ સુધીના બાળકો પર સૌથી વધુ અસર કરે છે. આ વાયરસનું સંક્રમણ થાય તો મૃત્યુદર 50 થી 70% હોય છે. આ વાઇરસ માદા ફ્લેબોટોમાઈન માખી અને એડિસ મચ્છરના કરડવાથી ફેલાય છે. 


ચાંદીપુરા વાયરસના લક્ષણો 


આ પણ વાંચો: Cold and Cough: ચોમાસામાં વારંવાર થતી શરદી અને ઉધરસ મટાડવા ટ્રાય કરો આ ઘરેલુ નુસખો


- ચાંદીપુરા વાયરસનું સંક્રમણ બાળકને થાય તો તીવ્ર તાવ આવે છે. 
- આ વાયરસના સંક્રમણના કારણે બાળકને ઉલટી અને ઝાડા પણ થઈ શકે છે. 
- આ વાયરસના સંક્રમણના કારણે થાક અને નબળાઈ વધવા લાગે છે. 
- આ ઉપરાંત ચાંદીપુરા વાયરસમાં પેટનો દુખાવો મગજમાં સોજો જેવી સમસ્યા પણ થઈ શકે છે. 


ચાંદીપુરા વાયરસથી બચવાની રીત 


આ પણ વાંચો: Increase Sperm Count: દવા વિના સ્પર્મ કાઉન્ટ વધારવા હોય તો ફોલો કરો આ 5 ટીપ્સ


- ચાંદીપુરા વાયરસથી બચવાનો સૌથી સરળ રસ્તો એ છે કે બાળકોને માખી અને મચ્છરથી બચાવો. 
- આ સિઝનમાં બાળકો ઘરેથી બહાર નીકળે ત્યારે તેમને ફુલ સ્લીવના કપડા પહેરાવો. 
- રાત્રે સૂતી વખતે મચ્છરદાનીનો પ્રયોગ કરો. 
- સાંજ થતાં જ ઘરના બારી દરવાજા બંધ કરી દો જેથી માખી- મચ્છરમાંથી ઘરમાં આવે નહીં. 


આ પણ વાંચો: ગેસના કારણે માથું દુખતું હોય તો આ ઘરેલુ ઈલાજ આવશે કામ, 5 મિનિટમાં મળી જશે આરામ


કેવી રીતે ફેલાય છે ચાંદીપુરા વાયરસનું ઇન્ફેક્શન ?


ચાંદીપુરા વાયરસ મચ્છર અને માખીની લાળમાં હોય છે. તેની લાળ દ્વારા જ આ વાયરસ લોકોમાં ઝડપથી ફેલાય છે. આ વાયરસનું સંક્રમણ થાય તો મગજમાં સોજો આવી જાય છે અને મગજમાં તાવ પણ ચડી જાય છે. જેના કારણે શરીરમાં દુખાવા અને અન્ય સમસ્યા પણ થવા લાગે છે. આ વાયરસ હાલ ગુજરાત અને રાજસ્થાનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)