ઝી બ્યૂરો, અમદાવાદઃ વરસાદની સીઝન પોતાની સાથે બીમારીઓ લઈને આવે છે. આ સીઝનમાં ના તો દવા જલ્દી અસર કરે છે ના તો હેલ્ધી વસ્તુઓથી સ્વાસ્થ્યમાં સુધારો આવે છે. કેટલીક એવી વસ્તુઓ હોય છે. જેને વરસાદની સીઝનમાં આપણે હેલ્ધી સમજીને ખાઈ લઈએ છીએ. પરંતુ આ તમારી ખાંસી, તાવના લક્ષણને વધુ બગાડી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચા-કોફી:
હંમેશા તાવ-ખાંસીમાં લોકો ચા-કોફી પીવી વધુ પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે કોલ્ડ ફ્લૂમાં આ વસ્તુઓ કેટલી નુકસાનકારક હોય છે. હકીકતમાં કોફીમાં રહેલુ કોફીન આપણા શરીરને ડીહાઈડ્રેડ કરે છે. તે એટલા માટે કે કેફિન શરીરમાં જતા જ આપણને વારંવાર પેશાબ આવે છે અને શરીરમાં પાણીની ઉણપથી બોડી ડીહાઈડ્રેડ થઈ જાય છે. જેમાં માસપેશીઓમાં દર્દ વધશે અને ઝાડા-ઉલ્ટીની સમસ્યા પણ થઈ શકે છે. 


તળેલો ખોરાક:
તળેલું અથવા વધુ મસાલેદાર ખાવાનું કોઈપણ રીતે આપણા સ્વાસ્થ્ય માટે યોગ્ય માનવામાં નથી આવતું. એટલે ખાસી અથવા તો છાતીમાં દુખાવાની સમસ્યા થવા પર આ વસ્તુઓ વધુ નુકસાન પહોંચાડે છે. કોલ્ડ ફ્લૂમાં તમારે ચિપ્સ, કૂરકરે, ફ્રેન્ચ ફ્રાઈઝ અથવા કોઈપણ પ્રકારનું જંકફૂડ ન ખાવુ જોઈએ.


દૂધ-દહીં:
કોલ્ડ ફ્લૂની સમસ્યા હોવાથી દૂધ અને દહી જેવી ડેરી પ્રોડક્ટનું સેવન કરવાથી પણ બચવું જોઈએ. આ વસ્તુઓ રિસ્પરેટરી ટ્રેક્ટમાં કફ અને ગળામાં બળતરાની સમસ્યા ઉભી કરે છે. વરસાદની સીઝનમાં જ્યારે પણ તમે ખાંસી અથવા છાતીમાં બળતરાને અનુભવો છો ત્યારે દૂધ અથવા દૂધથી બનેલી વસ્તુઓ ખાવાનું બંધ કરવું જોઈએ. 


ફેટી ફૂડ:
વરસાદની સીઝનમાં વધુ ફેટવાળા ફૂડ ખાવાની ડોક્ટર પણ મનાઈ કરે છે. તમને રેડ મીટ, મેકેરેલ અને સરાઈડન્સ જેવી ફેટી ફિશ અને એવોકાડો જેવા ફળથી પણ દૂર રહેવું જોઈએ. હકીકતમાં હાઈફેટ કન્ટેન્ટ તમારી પાચનક્રિયાને નબળી કરી દે છે જે આ સીઝનમાં પહેલાથી જ ખરાબ હોય છે. 


ખાટા ફળ:
સાઈટ્રિક એસિડવાળઆ ફળ એટલેકે ખાટાફળ એસિડ રિફ્લ્સનું કારણ બની શકે છે તેની જગ્યાએ તમે અનાનસ, નાસપતી અને તરબૂત જેવી વસ્તુઓ ખાશો તો સારુ રહેશે કે કારણ કે તેમાં પાણીની માત્રા વધુ હોય છે. 


કેળુ:
આપણા શરીરને ઈન્સ્ટન્ટ એનર્જી પૂરી પાડનારુ કેળુ પણ કોલ્ડ ફ્લૂની મુશ્કેલી વધારવાનું કામ કરે છે. હકીકતમાં કેળા હાઈ શુગર કન્ટેન્ટ ફૂટ છે જે ઈનફઅલેમેશની મુશ્કેલીને ખોલી દે છે અને ઈમ્યુન સિસ્ટમને પણ સુસ્ત કરી દે છે. તબીબો જણાવે છે કે કેળાની તાસીર ઠંડી હોય છે એટલે પણ કોલ્ડ-ફૂ્લૂમાં તેને ન ખાવું જોઈએ. 


પપૈયુ:
પપૈયુ આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક ફળ માનવામાં આવે છે. પરંતુ ખાસી અને તાવની સમસ્યા હોય તો આ ફળથી દૂર રહેવું જોઈએ. પપૈયામાંથી છૂટનારા હિસ્ટામાઈન કન્ટેન્ટ આપણા નસલ પેસેજમાં સોઝો કરી શકે છે. જેના કારણે માણસને શ્વાસ લેવામાં તકલીફ પણ પડી શકે છે. એટલે પપૈયુ ત્યાં સુધી ના ખાવુ જ્યા સુધી તમારુ સાયનસ ક્લીયર ના થઈ જાય. 


સ્ટ્રોબરી:
સ્ટ્રોબરીને આમ તો સૂપરફૂડ કહેવામાં આવે છે. પરંતુ તમને ખબર નહીં હોય કે સ્ટ્રોબરીનું વધુ સેવન શરીરમાં હિસ્ટામાઈન નામનું કમ્પાઉન્ડ છોડે છે જેના કારણે લોહી અસાધારણ જામી જાય છે અને છાતીમાં જમા થયેલું બલગમ નાક અને સાઈનસવાળા હિસ્સામાં મશ્કેલી વધી શકે છે. એટલે કોલ્ડ ફ્લૂની કંડીશનમાં સ્ટ્રોબરીને બિલકુલ ના ખાવી જોઈએ. 


અખરોટ:
અખરોટ પણ આપણા શરીર માટે અત્યંત ફાયદાકારક વસ્તુ છે પરંતુ જો તમે બીમાર છો તો આ વસ્તુઓને ખાતા પહેલાં એક વખત વિચાર કરી લેજો. આ ક્રંચી નટ ગળામાં ખરાશ વધારી શકે છે અને તેનું હિસ્ટામાઈન લેવલ પણ વધુ હોય છે એટલે કોલ્ડ-ફ્લૂમાં નસલ પેસેજની સમસ્યા થવા પર એખરોટને ખાવાથી બચવું જોઈએ. 


સૂકા જરદાળુ:
એક્સપર્ટ કહે છે કે સૂકા જરદાળુમાં હિસ્ટામાઈનનું લેવલ વધુ માત્રામાં હોય છે. આ શ્વાસ લેવામાં તકલીફ અને માથામાં દુખાવાનું કારણ વધારશે. એટલે ઉધરસ, તાવ,શરદીમાં તેને ખાવાથી બચવું જોઈએ.