Diabetes: સરગવો ખૂબ જ ગુણકારી હોય છે. સરગવાનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે. મોટાભાગે રસોઈમાં સરગવાનો ઉપયોગ થતો હોય છે પરંતુ સરગવો એટલા બધા પોષક તત્વોથી ભરપૂર છે કે તે શરીરની ગંભીર બીમારીઓને પણ દૂર કરી શકે છે. સરગવાની માત્ર સિંગ જ નહીં પરંતુ તેના પાન પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. સરગવાના પાનનું ચૂર્ણ બનાવીને ખાવાથી ડાયાબિટીસ સહિતની સમસ્યાઓ દૂર થઈ શકે છે. આજે તમને આ લેખના માધ્યમથી જણાવીએ કે સરગવાના પાન કેટલા ફાયદાકારક છે અને તેનો ઉપયોગ કરવાથી કઈ કઈ બીમારીઓ દૂર થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Headache: માથાના દુખાવાથી તુરંત રાહત આપે છે રસોડાની આ પાંચ વસ્તુઓ, નથી ખાવી પડતી દવા


હાર્ટ હેલ્ધી રહે છે
 
જો તમારું બેડ કોલેસ્ટ્રોલ વધેલું છે તો હાર્ટ એટેકનું જોખમ પણ વધી જાય છે. તેવામાં સરગવાના પાનનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ ને ઘટાડી શકાય છે જે આપણા હાર્ટ માટે ફાયદાકારક છે.


હાડકા થશે મજબૂત


સરગવામાં કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય છે જે બોન હેલ્થ માટે જરૂરી પોષક તત્વો છે. સરગવાના પાનમાં જે એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ ધરાવે છે તે સાંધાના દુખાવાની સમસ્યામાં રાહત આપે છે.


આ પણ વાંચો: શિયાળામાં કરો આ 4 કામ, લોખંડ જેવું મજબૂત રહેશે દિલ, હાર્ટ એટેકનું ટળશે જોખમ


બ્લડ સુગર


ડાયાબિટીસના દર્દીઓને જો બ્લડ સુગર સતત હાઇ રહેતું હોય તો સરગવાના પાન ખાવાથી આ સમસ્યા દૂર થઈ શકે છે. સરગવાના પાનમાં એવા તત્વો હોય છે જે બ્લડ સુગરની કંટ્રોલ કરે છે. 


આ ઉપરાંત સરગવાના પાનનું સેવન કરવાથી ઇમ્યુનિટી પણ બુસ્ટ થાય છે. સરગવાનું શાક પણ જો તમે અઠવાડિયામાં એક વખત ખાવ છો તો શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધી જાય છે. તમે સરગવાના પાનના ચૂર્ણનું સેવન કરો છો તો તેનાથી શરીરને એનર્જી પણ મળે છે.


આ પણ વાંચો: આ 4 વસ્તુઓથી વધે છે પુરુષોનો સ્ટેમિના, જાણો ઝડપી લાભ માટે ઉપયોગ કરવાની સાચી રીત


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)