Blood Sugar: ડાયાબિટીસ એક લાઈફસ્ટાઈલ સંબંધિત બીમારી છે અને જેના દર્દીની સંખ્યા દુનિયાભરમાં ઝડપથી વધી રહી છે. આ બીમારી થવા માટે માત્ર આનુવંશિક કારણ જવાબદાર નથી પરંતુ જે વ્યક્તિની ડાયટ ખરાબ હોય તેના કારણે પણ ડાયાબિટીસ થઈ શકે છે. કોઈપણ ઉંમરના લોકો ખરાબ જીવનશૈલીથી જીવન પસાર કરતા હોય તો તેમને આ રોગ થઈ શકે છે. ડાયાબિટીસને જળમુળ થી મટાડવાનો કોઈ ઈલાજ નથી તેને માત્ર દવા અને ખોરાકનું ધ્યાન રાખીને કંટ્રોલ કરી શકાય છે.  ડાયાબિટીસના દર્દીઓએ ડાયટમાં કાર્બોહાઇડ્રેટ, ફેટ અને મીઠાઈ થી દૂર રહેવું જોઈએ. સાથે જ ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા બોડીને એક્ટિવ રાખવું અને નિયમિત રીતે બ્લડ સુગર ટેસ્ટ કરવું જરૂરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


આ દ્રાક્ષની સીઝનમાં પેટભરીને ખાજો લીલી દ્રાક્ષ, શરીરને થશે આ 4 જોરદાર ફાયદા


એક ચમચી અજમાને આ રીતે રોજ ખાવાનું રાખો, શરીરમાં ક્યારેય નહીં વધે Uric Acid


દહીંમાં ગોળ ઉમેરીને ખાવાથી જડમૂળથી દુર થશે આ બીમારીઓ, શરીરને થશે અઢળક ફાયદા


જોકે બ્લડ સુગર ચેક કરવાની વાત આવે તો સૌથી પહેલા મનમાં પ્રશ્ન એ થાય કે બ્લડ સુગર ચેક કયા સમયે કરવું. એટલે કે બ્લડ સુગર ચેક કરવા માટે સવાર બપોર કે સાંજ કયો સમય યોગ્ય છે ? સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે ડાયાબિટીસના દર્દીઓ જમ્યા પછી તુરંત જ સુગર ટેસ્ટ કરે છે તો સુગર વધારે આવે છે. આ રીતે ડાયાબિટીસના દર્દીઓના બ્લડ સુગર માં ઉતાર ચડાવ થતો રહે છે. તેથી જ બ્લડ સુગર ચેક કરવા માટે જમ્યા પછી એક સમય અંતરાલનું પાલન કરવું જોઈએ 


જો તમારે યોગ્ય બ્લડ સુગર લેવલ જાણવું હોય તો નાસ્તા કે જમ્યા પહેલા બ્લડ સુગર ચેક કરો. આ સિવાય જો તમે વર્કઆઉટ કરતા હોય તો વર્કઆઉટ કરતા પહેલા પણ સુગર ચેક કરી લેવું. આ સિવાય રાત્રે 3 વાગ્યા સુધી બ્લડ સુગર લેવલ ઘટતું અને વધતું રહે છે. જો તમે ઈચ્છો તો રાતે સુતા પહેલા બ્લડ સુગર ટેસ્ટ કરી શકો છો. પરંતુ આદર્શ સમય છે નાસ્તા પહેલા કે ભોજન પહેલા બ્લડ સુગર ટેસ્ટ કરવો.