Morning Tips: ઘી ભારતીય રસોઈનું અભિન્ન અંગ છે. રોજની રસોઈમાં ઘીનો ઉપયોગ થતો હોય છે. વિશેષ પકવાન બનાવવાના હોય તો પણ ઘી છુટા હાથે વપરાય છે. ઘી ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે અને તેના પોષક તત્વો સારું સ્વાસ્થ પણ જાળવી રાખે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બુલેટ કોફી વિશે તમે અભિનેત્રીઓના ઇન્ટરવ્યૂમાં ઘણી વખત સાંભળ્યું હશે. આ કોફીમાં પણ ઘી નો ઉપયોગ થાય છે. અભિનેત્રીઓના સ્લીમ ફીગર અને સુંદરતાનું રહસ્ય આ કોફી પણ હોય છે. સવારના સમયે જો તમે કોફીમાં ઘી ઉમેરીને પીવાનું શરૂ કરશો તો તમને પણ જબરદસ્ત ફાયદા થવા લાગશે. આજે તમને સવારે ઘી કોફી પીવાના ફાયદા વિશે જણાવીએ. આ કાયદા વિશે જાણીને તમે પણ ચોક્કસથી રોજ એક કપ ઘી કોફી પીવાની શરૂઆત કરી દેશો. 


આ પણ વાંચો:  Uric Acid: યુરિક એસિડને દવા વિના ઘટાડી દેશે આ મસાલા, 5 માંથી 1 નો રોજ કરો ઉપયોગ


ઘી કોફી પીવાના ફાયદા 


1. ઘીમાં રહેલું ફેટ કેફીનના અવશોષણ અને સ્લો કરે છે. જેના કારણે શરીરને લાંબા સમય સુધી એનર્જી મળતી રહે છે. 


2. તેમાં જરૂરી ફેટ હોય છે તેના કારણે સવારે ઘી કોફી પીધા પછી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને ભૂખ લાગતી નથી. જેના કારણે વજનને કંટ્રોલમાં રાખી શકાય છે. 


3. ઘીમાં બ્યુટીરીક એસિડ હોય છે જે મગજ માટે ફાયદાકારક સાબિત થાય છે. 


આ પણ વાંચો: ગોળ-હળદર ખાવાથી શરીરની ગંદકી થશે સાફ, શરીરના સોજા અને દુખાવા પણ મટશે દવા વિના


4. કોફીમાં ઘી ઉમેરીને પીવાથી ડાઈજેશન સુધરે છે અને પેટ સંબંધિત સમસ્યા થતી નથી. 


5. ઘી કોફીમાં વિટામીન કે ભરપૂર માત્રામાં હોય છે જે હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે. 


6. તેમાં એન્ટિઓક્સિડન્ટ ગુણ હોય છે જેના કારણે સ્ટ્રેસ વધતો નથી અને મગજ શાંત રહે છે. 


આ પણ વાંચો: Red Apple: લાલ સફરજન કરશે જાદુ, સવારે ખાલી પેટ ખાવાથી શરીરને થશે આ 5 ફાયદા


કેવી રીતે બનાવવી ઘી કોફી ?


સૌથી પહેલા એક કપ પાણીને ગરમ કરો. ગરમ પાણીમાં એક ચમચી ઘી ઉમેરી મિક્સ કરો. ત્યાર પછી તેમાં જરૂર અનુસાર કોફી પાવડર ઉમેરી બ્લેન્ડ કરી લો. સ્વાદ વધારવા માટે આ કોફીમાં મધ, દૂધ અથવા તો ગોળ ઉમેરી શકાય છે. રોજ આ કોફી પીવાની શરૂઆત કરશો એટલે થોડા જ દિવસમાં સ્વાસ્થ્ય ત્વચા અને વાળ પર તેની અસર દેખાવા લાગશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)