Health Care: આમ તો તાવ કોઈપણ ઋતુમાં આવી શકે છે પરંતુ વરસાદી વાતાવરણમાં તાવના કેસ વધી જાય છે. તાવમાં શરીરનું તાપમાન વધી જાય છે. તાવ અલગ અલગ પ્રકારના હોય છે પરંતુ મોટાભાગે તાવમાં એક વાત સામાન્ય હોય છે જે લક્ષણ બધાને જોવા મળે છે. આ લક્ષણ છે જીભમાં સ્વાદ કડવો થઈ જવો. જો તમને પણ તાવ આવે અને પછી જીભનો સ્વાદ કડવો થઈ જાય તો સુધારવા માટે શું કરવું ચાલો તમને જણાવીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


મોંનો કડવો સ્વાદ કેવી રીતે દૂર કરવો ?

આ પણ વાંચો:


High BP: હાઈ બ્લડ પ્રેશરના દર્દી માટે વરદાન છે આ 3 ફળ, ખાવાથી કંટ્રોલમાં રહે છે બીપી


શું તમને પણ ધુમાડા કાઢતી ચા પીવાની આદત છે ? તો જાણો તેનાથી શરીરને થતા નુકસાન વિશે


આ લક્ષણ હોય છે લીવર કેન્સરના સંકેત, મોટાભાગના લોકો ગેસ-એસિડિટી સમજવાની કરે છે ભુલ
 
ટમેટાનો સૂપ
ટમેટાનો સૂપ પીવામાં સ્વાદિષ્ટ લાગે છે અને તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તેમાં વિટામિન્સ ભરપૂર માત્રામાં હોય છે. આ સૂપ પીવાથી જીભની કડવાશ ઓછી થવા લાગે છે. તમે 24 કલાકમાં બે કપ સૂપ પી શકો છો.



મીઠાના પાણીના કોગળા
તાવ આવે ત્યારે મોઢાના સ્વાદ પર ખૂબ જ ખરાબ અસર થાય છે. આ સમસ્યાને દૂર કરવા માટે તમે પાણીમાં મીઠું ઉમેરી તેનાથી કોગળા કરી શકો છો. તેના માટે જો તમે હુંફાળા પાણીનો ઉપયોગ કરો તો વધારે સારું. આ પાણીથી દિવસમાં 2 થી 3 વાર કોગળા કરવા.



એલોવેરા જ્યુસ
સામાન્ય રીતે એલોવેરાનો ઉપયોગ લોકો ત્વચાની સુંદરતા વધારવા માટે કરે છે. પરંતુ જ્યારે તાવ આવ્યો હોય ત્યારે પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો. એલોવેરા જ્યુસના એન્ટી ઓક્સીડેન્ટ, એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ મોંની કડવાશને ઝડપથી દૂર કરી શકે છે.



(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)