Mulethi Benefits: મુલેઠી એક ઉત્તમ આયુર્વેદિક દવા છે. મુલેઠીમાંથી તીવ્ર સુગંધ આવતી હોય છે. તેનો ઉપયોગ દવા તરીકે ઉપરાંત ચામાં પણ થાય છે.  મુલેઠીમાં એન્ટીવાયરલ, એન્ટીઇન્ફ્લેમેટરી અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. મુલેઠીનો ઉપયોગ અલગ અલગ સ્વાસ્થ્ય સમસ્યાઓમાં કરવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુલેઠી તેના ગુણના કારણે એક નહીં અનેક રોગમાં દવા તરીકે કામ કરે છે. ખાસ કરીને તેમાં રહેલા ગુણ શરદી અને ઉધરસથી તુરંત રાહત અપાવે છે. આ સિવાય જો બદલતા વાતાવરણના કારણે તમને તાવ, ગળાના દુખાવા જેવી સમસ્યા હોય તો તેનાથી પણ મુક્તિ મળે છે. મુલેઠી પાચન તંત્ર માટે પણ લાભકારી છે. તેનું સેવન કરવાથી ગેસ, કબજિયાત અને અપચો જેવી સમસ્યાઓ મટે છે.


આ પણ વાંચો:


દૂધ સાથે બધું મિક્સ કરજો પણ આ 4 વસ્તુ ભુલથી પણ ન કરવી મિક્સ, આ દૂધ તમને કરશે બીમાર


Health Tips: દહીં-ખાંડ ખાવા શા માટે ગણાય છે શુભ ? જાણો આયુર્વેદમાં જણાવેલા 6 કારણો


કાન્હાની પ્રિય પંજરી સ્વાસ્થ્ય માટે લાભકારી, જાણો બનાવવાની રીત અને તેના લાભ વિશે


મુલેઠીનો ઉકાળો બનાવીને પીવો
મુલેઠીનું સેવન કરવાની ઘણી અલગ અલગ રીત છે. પરંતુ સૌથી અસરકારક તેનો ઉકાળો હોય છે. મુલેઠીની ડાળીઓને ગરમ પાણીમાં ઉકાળવી અને ત્યારબાદ આ પાણી ગરમ હોય ત્યારે જ ધીરે ધીરે પીવું. આ ઉકાળામાં મધ પણ ઉમેરી શકાય છે. 


મુલેઠીને ચાવવી
મુલેઠીની ડાળીઓના નાના ટુકડા કરી તમે ચાવી પણ શકો છો. તેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. અને વાયરલ રોગોનું જોખમ ઘટે છે.  


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)