Muskmelon Seeds: કચરો સમજી ફેંકવા નહીં શક્કરટેટીના બી, તેને ખાવાથી શરીરને થશે આ 5 ફાયદા
Muskmelon Seeds Benefits:શક્કરટેટીના બી પોષક તત્વોથી ભરપૂર હોય છે. તે શરીરને ઘણી બધી બીમારીઓથી બચાવી શકે છે. જો તમારે પણ નિરોગી રહેવું હોય તો શક્કરટેટીના બી ફેંકવાને બદલે તેનો ઉપયોગ કરવાનું રાખો.
Muskmelon Seeds Benefits: ઉનાળાની શરૂઆત થાય એટલે બજારમાં અલગ અલગ પ્રકારના રસદાર ફળ આવવા લાગે છે. આવા ફળમાંથી એક છે શકરટેટી. શક્કરટેટી મીઠું અને રસદાર ફળ હોય છે જે નાના મોટા સૌ કોઈને ભાવે છે. ઉનાળામાં લોકો શક્કરટેટી ભરપેટ ખાય છે. પરંતુ મોટાભાગના લોકો શક્કરટેટીના બી ને કચરો સમજી ફેંકી દેતા હોય છે.
પરંતુ આજ પછી તમે આ ભૂલ નહીં કરો. કારણ કે આજે તમને જણાવીશું શક્કરટેટીના બી થી થતા ફાયદા. શક્કરટેટીના બી પોષક તત્વોથી ભરપૂર હોય છે. તે શરીરને ઘણી બધી બીમારીઓથી બચાવી શકે છે. જો તમારે પણ નિરોગી રહેવું હોય તો શક્કરટેટીના બી ફેંકવાને બદલે તેનો ઉપયોગ કરવાનું રાખો.
શક્કરટેટીના બીના ફાયદા
આ પણ વાંચો: Fever: વાયરલ ફીવર અને તાવ વચ્ચે શું છે તફાવત ? જાણો તેના લક્ષણ અને બચાવના સરળ ઉપાય
પાચન ક્રિયા સુધરે છે
શક્કરટેટીના બીમાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે જે પાચન ક્રિયાને સુધારવામાં મદદ કરે છે. જે લોકોને કબજિયાત રહેતી હોય તેમણે આ બીનું સેવન કરવું જોઈએ તેનાથી કબજિયાત દૂર થાય છે અને પાચનતંત્ર હેલ્ધી રહે છે.
હાર્ટ માટે ફાયદાકારક
શક્કરટેટીના બી માં મેગ્નેશિયમ પોટેશિયમ જેવા ખનીજ હોય છે. જે હાર્ટ માટે ફાયદાકારક છે. આ ખનીજ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરી હાર્ટની બીમારીનું જોખમ ઘટાડે છે.
આ પણ વાંચો: રાત્રે સુતા પહેલા મોઢામાં રાખી લો આ વસ્તુ, સવાર સુધીમાં કંટ્રોલમાં આવી જશે બ્લડ સુગર
ડાયાબિટીસ
શક્કરટેટીના બી એન્ટિઓક્સિડન્ટ તત્વ થી અને વિટામિન બી થી ભરપૂર હોય છે. તેનું સેવન કરવાથી ડાયાબિટીસના દર્દીઓને બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ મળે છે.
સ્કીન અને વાળ
શક્કરટેટીના બી સ્કીન અને વાળ માટે પણ ફાયદાકારક છે. તેમાં વિટામિન ઈ, ઝીંક જેવા પોષક તત્વ હોય છે. ચેસ્કીન અને વાળને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી વાળ અને સ્કીન ચમકદાર બને છે.
આ પણ વાંચો: મફતમાં મળતા આ પાનનો પાવડર ઝડપથી ઓગાળી દેશે પેટની ચરબી, દિવસમાં એકવાર પીવો આ રીતે
કેન્સરથી બચાવ
શક્કરટેટીના બી એન્ટિઓક્સિડન્ટ અને કેન્સર વિરોધી ગુણથી ભરપૂર હોય છે. તે કેન્સરનું જોખમ ઘટાડે છે.
કેવી રીતે ખાવા શક્કરટેટીના બી ?
શક્કરટેટીના બીને સારી રીતે ધોઈ અને તડકામાં સુકવી લેવા જોઈએ. બી જ્યારે સારી રીતે સુકાઈ જાય તો તેને ધીમા તાપે શેકી લેવા અને પછી એર ટાઈટ કન્ટેનરમાં ભરી લેવા. આ બીનો ઉપયોગ તમે સલાડમાં, દહીં સાથે કે તેની સ્મુધી બનાવીને પણ કરી શકો છો.
આ પણ વાંચો: સવારે આ ડીટોક્સ વોટર પીવાનું કરો શરુ, શરીરમાં જામેલા વિષાક્ત પદાર્થ નીકળી જાશે બહાર
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)