ઝી બ્યૂરો, અમદાવાદઃ બાળકને જન્મ આપવો એ સરળ વાત નથી. એક મહિલાને ખૂબ પીડાદાયક સ્થિતિમાંથી પસાર થવુ પડે છે. જોકે એ વાત અલગ છે કે જ્યારે બાળક જન્મ પછી પહેલીવાર માતાનાં ખોળામાં આવે છે ત્યારે બધી જ પીડા આપમેળે ખુશીઓમાં ફેરવાઈ જાય છે. બીજી પ્રેગ્નેન્સી દરમિયાન મહિલાઓને લાગે છે કે તેમને પ્રથમવારની પ્રેગ્નેન્સી જેવો જ અનુભવ થશે. પરંતુ દરેક પ્રેગ્નેન્સી અલગ હોય છે અને તેના અનુભવો પણ અલગ હોય છે. પહેલી અને બીજી પ્રેગ્નેન્સીમાં શું ફેર હોય છેઃ સગર્ભાએ જે લક્ષણોનો અનુભવ પ્રથમ વખતે કર્યો હોય તે જ લક્ષણ બીજી વખત અનુભવાય તે જરૂરી નથી. સગર્ભાને અનુભવાતા સ્વાદ, ગંધ, મોર્નિંગ સિક્નેસ, પસંદ-નાપસંદ વગેરે ભિન્ન હોય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાળકની ગતિઃ
જ્યારે સગર્ભા પહેલીવાર બાળકની મુવમેન્ટનો અનુભવ કરે છે ત્યારે તેની ખુશી સાતમા આસમાને પહોંચી જાય છે. સામાન્ય રીતે પહેલી પ્રેગ્નેન્સીમાં બાળક ત્રીજા મહિને મુવમેન્ટ કરવાનું શરૂ કરે છે. જ્યારે બીજી પ્રેગ્નેન્સીમાં બાળક 13માં અઠવાડિયે અથવા ચોથા સપ્તાહે મુવમેન્ટ કરે છે. આવુ એટલા માટે થાય છે, કારણકે સગર્ભા બીજી વખત બાળકની ગતિને સમજી ચૂકી હોય છે. અને તેનો સારી રીતે અનુભવ કરી સકતી હોય છે.

બાળકની પોઝિશનઃ
પહેલી પ્રેગ્નેન્સી પછી મહિલાઓનું પેટ પહોળુ થઈ જાય છે અને નીચેની તરફ લચકી પડે છે. ડિલિવરી બાદ પેટને પૂર્વવત્ સ્થિતિમાં આવતા ઘણો સમય લાગે છે. જેના કારણે બીજી પ્રેગ્નેન્સીમાં બાળકની પોઝિશન થોડી નીચે તરફ રહે છે. તેની સરખામણીમાં પ્રથમ વખતે બાળકની પોઝિશન ઉપર તરફ હોય છે.

ડિલીવરીનો સમયઃ
પહેલી પ્રેગ્નેન્સીમાં 41 સપ્તાહમાં ડિલિવરી થવાની સંભાવના હોય છે. જ્યારે તેની સરખામણીએ બીજી ડિલિવરી જલ્દી થાય છે. બીજી પ્રેગ્નેન્સીમાં ડિલિવરી 40મા સપ્તાહે થવાની સંભાવના હોય છે. વિશેષજ્ઞોનુસાર આવુ એટલા માટે થાય છે કારણકે મહિલાનું શરીર પહેલી પ્રેગ્નેન્સીનો અનુભવ કરી ચૂક્યુ હોય છે. આ જ કારણોસર પહેલી પ્રેગ્નેન્સીની સરખામણીએ બીજી વખતે મહિલાના હોર્મોન્સ ઝડપથી કામ કરવા લાગે છે.

ગર્ભાશયની ગ્રીવા ખુલી જાય છેઃ
મહિલાનું શરીર બીજી પ્રેગનેન્સીમાં બાળકને જન્મ આપવા માટે પૂરી રીતે તૈયાર હોય છે અને ગર્ભાશયની ગ્રીવા પણ પહેલાની સરખામણીએ ઘણી ખુલી ચૂકી હોય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, બીજી પ્રેગ્નેન્સી દરમિયાન સગર્ભાને લેબરપેન વધુમાં વધુ 8 કલાક સુધીનો હોય છે. જ્યારે પહેલી પ્રેગ્નેન્સી દરમિયાન લેબરપેન 8થી 10 કલાક સુધી ચાલે છે. કેટલાક કિસ્સાઓમાં આ સમયગાળો વધી પણ જાય છે.
બીજી પ્રેગ્નેન્સીમાં ભલે તમારે વધુ સમસ્યાનો સામનો ન કરવો પડે, તેમ છતાં પ્રસવ પીડા બિલકુલ પણ ઓછી નથી થતી. હા તમને એટલી જાણકારી ચોક્કસથી હોય છે કે ડિલીવરી સમયે બાળકને બહાર નીકાળવા માટે તમારે કેવી રીતે પુશ કરવુ અને કયા સમયે પુશ કરવુ. યોગ્ય જાણકારી સગર્ભાની પ્રસવ પ્રક્રિયાને સરળ બનાવે છે.

જાણકારી વધે છેઃ
પહેલી પ્રેગ્નેન્સીના કારણે મહિલાઓને ખબર હોય છે કે, તેને ક્યારે હોસ્પિટલ જવાની જરૂર પડશે અને હોસ્પિટલમાં તેને કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે. જ્યારે પહેલી પ્રેગ્નેન્સીમાં સગર્ભા સમય કરતા વહેલી હોસ્પિટલ પહોંચી જાય છે અથવા તો મોડી પહોંચે છે. બંને સ્થિતિ પ્રસવ માટે યોગ્ય નથી. બીજી પ્રેગ્નેન્સીમાં સગર્ભા કેટલીક બેઝિક વાતો સમજી ચૂકી હોય છે. એટલા માટે તેની ડિલીવરી પહેલાની સરખામણીએ ઘણી આરામદાયક થાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube