ઝી બ્યૂરો, અમદાવાદઃ ઘણા લોકો મોઢામાંથી આવતી દુર્ગંધથી પરેશાન હોય છે. જેના કારણે અનેકવાર તેમને શરમમાં મૂકાવા જેવી સ્થિતિ સર્જાય છે. બજારમાં આ માટે અનેક સારી કંપનીના માઉથવોશ ઉપલબ્ધ છે. જેનો લોકો ઉપયોગ કરીને આ સમસ્યાનો રસ્તો કાઢે છે. જો કે, ઘણી એવી ઘરેલું વસ્તુઓ છે કે, જેનો ઉપયોગ કરીને મોઢાની દુર્ગંધને દૂર કરી શકો છો. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, અમુક એવા નેચરલ માઉથવોશ વિશે જે મોઢાની દુર્ગંધને દૂર કરવા માટે રામબાણ ઈલાજ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક કપ પાણીમાં તજના તેલના 10થી 15 ટીપા અને લવિંગના તેલના 10થી 15 ટીપા નાખીને તેને સારી રીતે મિક્સ કરી લો. આ બની જશે તમારું નેચરલ માઉથવોશ. આ માઉથવોશ ન માત્ર દુર્ગંધ હટાવશે પણ આ માઉથવોશથી સડી ગયેવા દાંતને પણ સારા કરશે. આ સાથે દાંતનો દુખાવો અને પેઢાની સમસ્યાથી છુટકારો મળશે.


અડધી ચમચી બેકિંગ સોડા અને અડઝો ગ્લાસ ગરમ પાણી લો. આ બંનેને બરાબર મિક્સ કરી લો. આ સોલ્યૂશનથી પોતાના દાંતને સાફ કરો. જેનાથી મોઢામાં પીએસ લેવલ મેઈન્ટેન થશે અને મોઢાની દુર્ગંધ અને બેક્ટેરિયાની સમસ્યાથી છુટકારો મળશે. તમે એક કપ પાણીમાં બે ચમચી બેકિંગ સોડા, 8-9 ફૂદીનાના પત્તા અને ટી-ટ્રી ઓયલના બે ટીપા નાખીને આ બધાને સારી રીતે મિક્ષ કરી દો. આને તમે એક બોટલમાં પણ ભરીને રાખી શકો છો અને તેનો લાંબા સમય સુધી ઉપયોગ કરી શકાય છે.


એપલ વિનેગર મોઢામાં આવતી દુર્ગંધને દૂર કરવા માટે ફાયદાકારક છે. આનાથી દાંતમાં કીટાણુંઓની સમસ્યા દૂર થાય છે અને દાંત મજબૂત અને ચમકદાર બને છે. ત્રણ ચમચી એપલ વિનેગર અને ગરમ પાણીને લો. તેને સારી રીતે મિક્સ કરી લો અને દિવસમાં ત્રણવાર આ માઉથવોશથી કોગળા કરો.


લીમડો એક એવી ઔષધિ છે જ કીટાણુંને મારવા માટે અસરદાર છે. લીમડાના પાનને પાણીમાં સારી રીતે ઉકાળી લો. પછી તેને કોઈ એક બોટલમાં ભરીને રાખો. તમે બ્રશ કર્યા પછી લીમડાના પાણીથી કોગળા કરી શકો તે એક અસરદાર માઉથવોશ છે.