Cancer: પૂર્વ ક્રિકેટર અને નેતા નવજોત સિંહ સિદ્ધુની પત્નીએ સ્ટેજ 4 કેન્સરને હરાવી ઈતિહાસ રચી દીધો છે. ડોક્ટરોએ પણ તેમના બચવાની આશા 3 ટકા જ હોવાનું કહી દીધું હતું. પરંતુ તેમણે પોતાની ઈચ્છાશક્તિ, યોગ્ય ડાયટ અને લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરી આ પડકારનો સામનો કર્યો અને કેન્સર સામે જંગ જીતી. આ બધું શક્ય કેવી રીતે બન્યું તે જણાવતો સિદ્ધુનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ પોતે જણાવે છે કે કેવી રીતે તેમના પત્ની કેન્સરમુક્ત થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: હળદરવાળું દૂધ પીવાથી વધી જાય છે આ 5 તકલીફો, તમને હોય તો આ દૂધ પીવાનું ટાળજો


સિદ્ધુ એ જણાવ્યું કે યોગ્ય ડાયટ અને લાઇફ સ્ટાઇલને ફોલો કરીને 40 દિવસમાં જ તેની પત્નીએ સ્ટેજ 4 કેન્સરથી છુટકારો મેળવી લીધો. સ્ટેજ 4 કેન્સરમાં બચવાની માત્ર ત્રણ ટકા જ સંભાવના હોવા છતાં તેણે પોતાને સ્વસ્થ કરી. નવજ્યોત સિંહ સિદ્ધુએ એ પણ જણાવ્યું કે તેની પત્નીએ કેન્સરની સારવાર દરમિયાન આયુર્વેદિક ડાયટ અપનાવી હતી. આ ડાયટનું પાલન કરીને કેન્સર જ નહીં પરંતુ સિદ્ધુ પોતે પણ ફેટી લીવરથી સ્વસ્થ થયા છે. તેણે 25 કિલો વજન પણ ઘટાડ્યું છે. તો ચાલો તમને જણાવીએ કઈ 4 વસ્તુ છે જેની મદદથી સિદ્ધુની પત્ની કેન્સરથી મુક્ત થઈ. 


આ પણ વાંચો: Gharelu Upay: સવારે ઉઠતાવેંત પી લો આ વસ્તુ, જડમૂળથી મટી જશે શરદી અને ઉધરસ


ફાસ્ટિંગ 


સિદ્ધુ એ જણાવ્યું કે તેની પત્ની સાંજે 6:30 કલાકે ડિનર કરી લેતી હતી ત્યાર પછી સવારે 10 વાગ્યે લીંબુ પાણી પીતી. ફાસ્ટિંગની આ પ્રક્રિયાથી શરીરની અંદર વધતા કેન્સરના સેલ્સ જાતે જ મરવા લાગે છે. સીધું એ જણાવ્યું કે ફાસ્ટિંગ ડાયટનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે.


આ પણ વાંચો: Bajra Roti: શિયાળામાં બાજરાના રોટલા ખાવાથી થાય છે 5 સૌથી મોટા ફાયદા, જાણી લો તમે પણ


સુગર અને કાર્બોહાઈડ્રેટ્સનો ત્યાગ 


સુગર અને કાર્બોહાઈડ્રેટ કેન્સર સેલ્સને વધવામાં મદદ કરે છે. સિદ્ધુએ કહ્યું કે તેની પત્નીની ડાયટમાંથી સુગર અને કાર્બોહાઈડ્રેટને સંપૂર્ણ રીતે દૂર કરી દેવામાં આવ્યા હતા. આ રીત લિવરના ઈલાજમાં પણ પ્રભાવિ છે. 


આ પણ વાંચો: સવારે પીવા માટે બેસ્ટ છે ઘી કોફી, આ 6 ફાયદા વિશે જાણી તમે પણ રોજ પીવા લાગશો


હર્બલ ચા 


કેન્સરની સારવાર દરમિયાન સિદ્ધુની પત્ની ખાસ હર્બલ ચા પીતી હતી. આ ચા બનાવવા માટે પાણીમાં તજ, કાળા મરી, લવિંગ, એલચી ઉમેરી તેને ઉકાળવામાં આવતું. ગળાશ માટે તેમાં થોડો ગોળ ઉમેરવામાં આવતો. આ ચા એન્ટી ઇન્ફ્લામેન્ટરી ગુણથી ભરપૂર હોય છે જે શરીરને અંદરથી મજબૂત બનાવે છે. 


આ પણ વાંચો: Uric Acid: યુરિક એસિડને દવા વિના ઘટાડી દેશે આ મસાલા, 5 માંથી 1 નો રોજ કરો ઉપયોગ


એન્ટી કેન્સર ડાયટ 


સિદ્ધુએ જણાવ્યું કે કેન્સરની સારવાર દરમિયાન તેની પત્નીની ડાયટમાં સફેદ પેઠાનું જ્યુસ, ડ્રાયફ્રુટ, બીટ, ગાજર અને આમળાના જ્યુસ નો સમાવેશ કરવામાં આવતો. રાત્રે જમવામાં રોટલી અને ચોખાને બદલે કિનોવા આપવામાં આવતું જે એન્ટી કેન્સર અને એન્ટી ઇન્ફ્લામેન્ટ્રી ગુણથી ભરપૂર હોય છે. તેમણે નાળિયેરનો પણ ઉપયોગ કર્યો હતો. 


આ સાથે જ નવજ્યોતસિંહ સિદ્ધુએ એમ પણ જણાવ્યું કે આપણે સ્વાદના ચક્કરમાં શરીરને ખરાબ કરી લઈએ છીએ. સાથે જ તેમણે બધા લોકોને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થવા અને યોગ્ય ડાયટ અપનાવવાની સલાહ આપી હતી.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)