નવી દિલ્લીઃ કડવા લીમડાને ફાયદાકારક મનાય છે.ત્વચામાં એલર્જી થાય તો લીમડાના પાણીથી સ્નાન કરવાની સલાહ આપવામાં આવે છે. લીમડાનો રસ પીવાથી ઘણા ફાયદા થાય છે...સ્વાદમાં કડવો લીમડો વજનને નિયંત્રિત કરે છે અને ત્વચાને તાજગી પણ આપે છે...તો  ચાલો જાણીએ આ સિવાય લીમડાના રસના શું ફાયદા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પેઢાની સમસ્યાઃ
પેઢાની સમસ્યાને દૂર કરવા માટે લીમડા ફાયદાકારક છે. લીમડાનો રસ પીવાથી પેઢા અને દાંતની સમસ્યા ઓછી થાય છે. તમને જણાવી દઈએ કે લીમડાના દાંતણનો ઉપયોગ વર્ષોથી કરવામાં આવે છે..જેનાથી મોંમાં બેક્ટેરિયા વધવાનું જોખમ ઘટી જાય છે. જો તમે લીમડાના રસનો ઉપયોગ માઉથ વોશ તરીકે કરો છો દાંત અને પેઢાની સમસ્યાથી છુટકારો મળે છે.


ચહેરા પર નિખારઃ
લીમડાથી ત્વચા પર ચમક આવે છે.જેથી લીમડાનો રસ ચોક્કસ પીવો જોઈએ. લીમડાના રસમાં કુદરતી ડિટોક્સિફાઇંગ ગુણ હોય છે, જેની મદદથી તમારા શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર નીકળે છે. 


વજન આવશે કંટ્રોલમાઃ
લીમડાનો રસ વજનને નિયંત્રિત કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. લીમડાના રસના સેવનથી પાચનમાં સુધારો થાય છે, અને પાચનતંત્રને વેગ આપે છે.