Bad Morning Habits: સવારનો સમય ખૂબ જ મહત્વનો હોય છે. ઊંઘ કર્યા પછી જ્યારે આંખ ખુલે છે તો શરીર અને મન બંને નવી ઉર્જા મળે છે. તેથી જ દિવસની શરૂઆત એનર્જી અને પોઝિટિવિટીથી ભરપૂર હોવી જોઈએ. પરંતુ આજના સમયમાં મોટાભાગના લોકો સવારની શરૂઆત જ ખોટા કામથી કરે છે. આ કામની નેગેટિવ અસર દિવસની સાથે સ્વાસ્થ્ય પર પણ જોવા મળે છે. આજે તમને એવા પાંચ કામ વિશે જણાવીએ જેને સવારે જાગીને કરવાથી નુકસાન થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સવારે જાગીને ન કરો આ 5 કામ 


આ પણ વાંચો: મંકીપોક્સનો વધ્યો પ્રકોપ, જાણો કેવી રીતે ફેલાય છે આ વાયરસ અને કેવા હોય તેના લક્ષણો


પથારીમાં પડ્યા રહેવું 


સવારે આંખ ખુલી જાય પછી તુરંત જ પથારીમાંથી ઉભા થઈ જવું જોઈએ. જાગીને લાંબા સમય સુધી પથારીમાં પડ્યા રહેવાથી શરીરને નુકસાન થાય છે. તેનાથી શરીરમાં આળસ ભરાઈ જાય છે અને આખો દિવસ થાક લાગે છે. સવારે જાગીને પથારીમાં પડ્યા રહેવાથી સ્નાયુ પણ ખેંચાય છે. તેથી સવારે જાગીને પથારી છોડી હળવી સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરી લેવી. 


આ પણ વાંચો: કોરોનાનો પણ બાપ છે આ બિમારી, પરિવાર પણ પાણીનું નહીં પૂછે, શરીર પરાથી ખદબદી જશે


મોબાઈલનો ઉપયોગ 


99% લોકોને આ આદત હશે. જે ખૂબ જ ખરાબ છે. સવારે જાગીને સૌથી પહેલા લોકો હાથમાં મોબાઈલ લેતા હોય છે. આ આદત સૌથી ગંભીર અને સૌથી ખરાબ છે. આ આદતના કારણે લોકો શારીરિક અને માનસિક સમસ્યાઓને આમંત્રણ આપે છે. મોબાઇલની સ્ક્રીન અને બ્લુ લાઈટ સવારે ડાયરેક્ટ આંખમાં જાય તો આંખને ગંભીર નુકસાન થાય છે અને તેનાથી માનસિક ચિંતા પણ વધી જાય છે. તેથી સવારે મોબાઇલ જોવાને બદલે પથારીમાંથી ઊભા થઈ હળવી એક્સરસાઇઝ કે યોગ કરવા જોઈએ. 


આ પણ વાંચો: Diabetes: સવારે વાસી મોઢે આ ખાઈ લો આ વસ્તુ, સાંજ સુધીમાં બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં


ખાલી પેટ ચા કે કોફી પીવી 


સવારે ખાલી પેટ ઘણા લોકો ડાયરેકટ ચા કે કોફી પી લેતા હોય છે. પરંતુ કંઈ પણ ખાધા પીધા વિના ડાયરેક્ટ પેટમાં કેફિન જાય તો શરીરમાં એસીડીટી વધી જાય છે. આ આદતના કારણે ગેસ્ટ્રીક સમસ્યાઓ પણ વધે છે. તેથી સવારે ડાયરેક્ટ ચા કે કોફી પીવાને બદલે હુંફાળા પાણીમાં લીંબુ મિક્સ કરીને પી લેવું. 


આ પણ વાંચો: સતત વધી રહ્યા છે ચશ્માના નંબર ? તો આ 3 વસ્તુને દૂધમાં ઉમેરી પીવા લાગો, ઘટશે નંબર


પાણી ન પીવું 


જો તમને હુંફાળું પાણી પીવામાં સમસ્યા હોય તો સવારે જાગીને સૌથી પહેલા એક ગ્લાસ પાણી પી લેવું. તેનું કારણ છે કે રાત્રે સૂતી વખતે શરીરને કલાકો સુધી પાણી મળતું નથી. તેમાં જો તમે સવારે જાગીને પાણી પીશો તો શરીર હાઇડ્રેટ થઈ જશે અને મેટાબોલિઝમ સુધરશે. 


આ પણ વાંચો: સૂતી વખતે તળિયામાં બળતરા થતી હોય તો ન કરો ઈગ્નોર, આ ગંભીર સમસ્યાનું હોય શકે છે લક્ષણ


તુરંત હેવી બ્રેકફાસ્ટ 


ઘણા લોકો આંખ ખુલે પછી પથારીમાંથી ઝડપથી ઉઠી જાય છે અને દિવસના કામ શરૂ કરવા લાગે છે અને સાથે જ હેવી નાસ્તો પણ કરી લે છે. આ આદત પણ ખોટી છે. સવારે જાગીને તુરંત જ હેવી નાસ્તો કરવાથી પાચનતંત્ર પર પ્રેશર પડે છે. તેથી સવારના સમયે ભૂખ લાગી હોય તો હળવો અને પૌષ્ટિક નાસ્તો કરો. તેનાથી શરીરને એક્ટિવ રહેવા માટે પૂરતી ઊર્જા મળી રહેશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)