Alert! ચાના શોખીનો ખાસ જાણો...ચા સાથે ભૂલેચૂકે આ 5 વસ્તુ ન ખાવી જોઈએ, જાણો નુકસાન
ચા સાથે યોગ્ય ફૂડ કોમ્બિનેશનની જાણકારી હોવી ખુબ જરૂરી છે. નહીં તો તેનું નુકસાન તમારે ભોગવવું પડતું હોય છે અને સ્વાસ્થ્ય પર તેની અસર થાય છે.
ચા એક એવું પીણું છે જે લગભગ દરેકને ભાવે છે. આપણે ચાની સાથે કઈક ને કઈક ખાતા પણ હોઈએ છીએ. અનેક લોકો એવા છે જે ચા સાથે કોઈ નાસ્તો લેતા જ હોય છે. પરંતુ ઘણીવાર જાણકારીના અભાવે આપણે ચા સાથે એવું ખાઈ લેતા હોઈએ છીએ જેના કારણે આપણી પાચનક્રિયા પર અસર થાય છે. આ સાથે જ અન્ય રીતે સ્વાસ્થ્યને નુકસાન પહોંચતું હોય છે. આથી ચા સાથે યોગ્ય ફૂડ કોમ્બિનેશનની જાણકારી હોવી ખુબ જરૂરી છે. નહીં તો નુકસાન થઈ શકે છે.
હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યાં મુજબ એવી કેટલીક ચીજો છે જે ચા સાથે બિલકુલ ખાવી જોઈએ નહીં. જાણો આ ફૂડ કયા છે...
1. હળદરવાળા પદાર્થ
હળદરવાળા પદાર્થ ચા સાથે ખાવાની ભૂલ બિલકુલ ન કરવી જોઈએ. નહીં તો ગેસ, એસિડિટી, કબજિયાત જેવી પાચન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. હળદર અને ચાની પત્તી બંને એકબીજાથી બિલકુલ વિપરિત સ્વભાવની હોય છે. આવામાં આ બંનેનું કોમ્બિનેશન સ્વાસ્થ્યને નકારાત્મક રીતે પ્રભાવિત કરી શકે છે.
2. લીંબુનો રસ
ચા પીધા બાદ તરત લીંબુનો રસ કે લીંબુના રસવાળી કોઈ ચીજ ખાવી જોઈએ નહીં. ચાની પત્તીઓ અને લીંબુનો રસ એકબીજા સાથે મળીને ચાને એસિડિક બનાવે છે. જેના કારણે બ્લોટિંગની સમસ્યાનો સામનો થઈ શકે છે. આ ઉપરાંત તેનાથી એસિડ રિફ્લક્સ અને હાર્ટબર્નની સમસ્યા થઈ શકે છે.
3. આયર્નથી ભરપૂર શાકભાજીઓ
આયર્નયુક્ત શાકભાજી જેમ કે પાલકથી બનેલા પકોડા ચા સાથે ખાવાથી શરીરમાં આયર્નના એબ્ઝોર્શનને મર્યાદિત કરી શકે છે. ચામાં ટેનિન અને ઓક્સિલાઈટ કમ્પાઉન્ડ મળી આવે છે જે શરીરમાં આયર્નના અવશોષણને ખોરવે છે. બ્લેક ટીમાં સૌથી વધુ પ્રમાણમાં ટેનિન મળી આવે છે. આ ઉપરાંત તે ગ્રીન ટીમાં પણ રહેલું છે. ક્યારેય ચા સાથે આયર્નયુક્ત શાકભાજી અને અન્ય ખાદ્ય પદાર્થ જેમ કે અનાજ, નટ્સ, બીન્સ વગેરે કમ્બાઈન ન કરવું જોઈએ.
4. તળેલી વસ્તુઓ
સામાન્ય રીતે લોકો ચા સાથે ભજીયાના કોમ્બિનેશનને પસંદ કરે છે પરંતુ સ્વાદથી હટીને જો સ્વાસ્થ્યની રીતે જોઈએ તો આ કોમ્બિનેશન તમારા માટે હાનિકારક રહી શકે છે. ફ્રાઈડ વસ્તુઓને પચાવવી મુશ્કેલ હોય છે અને તેના સેવનથી તમને લાંબા સમય સુધી પેટ ભરેલું મહેસુસ થાય છે. જ્યારે તમે ચા અને તળેલી વસ્તુ એક સાથે ખાઓ છો ત્યારે તેની તમારા પાચન પર નકારાત્મક અસર પડે છે.
5. બિસ્કિટ
સામાન્ય રીતે આપણે બધા ક્યારેકને ક્યારેક તો બિસ્કિટ અને ચા ખાતા હોઈએ છીએ. આ કોમ્બિનેશન અનેક લોકોના નાસ્તામાં જોવા મળતું હોય છે. બિસ્કિટ મેદો અને ખાંડના કોમ્બિનેશનથી બને છે અને ચા સાથે એક્સ્ટ્રા શુગર અને મેદો એડ કરવો એ પાચન સંબંધિત સમસ્યાઓને આમંત્રણ આપવા જેવું છે. તેનું કોમ્બિનેશન એસિડિટી, કબજિયાતના જોખમને પણ વધારે છે.
(Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)