Ghee Side Effects: કેટલીક વસ્તુઓનું કોમ્બિનેશન તેના પોષક તત્વને વધારે છે. સાથે જ કેટલાક કોમ્બિનેશન એવા હોય છે જે શરીર માટે સમસ્યા બની જાય છે. જેમ કે ઘી સાથે કેટલીક વસ્તુઓ લેવી શરીર માટે હાનિકારક છે. ખાવા પીવાની કેટલીક વસ્તુઓ એવી હોય છે જેમાં ઘી ઉમેરીને ખાવાથી શરીરને વધારે પોષણ મળે છે પરંતુ સાથે જ કેટલીક વસ્તુઓ એવી પણ છે જેમાં ઘી ઉમેરીને ખાવામાં આવે તો તે નુકસાનકારક સાબિત થાય છે. આજે તમને એવી વસ્તુઓ વિશે જણાવીએ જેને ઘી સાથે બિલકુલ ન ખાવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Ragi Roti: જમવામાં બસ 2 રાગીની રોટલી ખાવાનું શરુ કરો, આ 4 સમસ્યાઓ ઝડપથી થશે દુર


ચા અથવા કોફી 


ચા અથવા કોફી સાથે ઘી ઉમેરવાથી તે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની જાય છે. ચા અથવા કોફીમાં જે કેફીન હોય છે તે ઘી સાથે મળીને પ્રક્રિયા કરે છે. જેના કારણે શરીરમાં અસંતુલન ઉભું થાય છે. કેફીન ઉત્તેજક પ્રભાવ ધરાવે છે જ્યારે ઘી શરીરને શાંત કરનાર છે. આ બંને વસ્તુ એક સાથે શરીરમાં જાય તો તે પાચન સંબંધિત સમસ્યાનું કારણ બની શકે છે. 


આ પણ વાંચો: Desi Dava: શરદી-ઉધરસનો કાળ છે આ 5 દેશી મસાલા, ડોક્ટર પણ માને છે આ વસ્તુની શક્તિને


ઘી અને મધ 


આયુર્વેદમાં ઘી અને મધનું કોમ્બિનેશન ઝેર સમાન ગણાય છે. માનવામાં આવે છે કે આ કોમ્બિનેશન શરીર માટે ઝેરી સાબિત થાય છે. ઘી અને મધને એક સાથે ખાવાથી વિષાપ્ત પદાર્થ બને છે.  જે સ્વાસ્થ્ય ખરાબ થવાનું કારણ બની શકે છે. 


ઘી અને દહીં 


ઘી સાથે દહીં બિલકુલ ખાવું નહીં. આ કોમ્બિનેશન પાચન સંબંધિત સમસ્યાઓ વધારે છે. ઘીમાં રહેલુ ફેટી એસિડ દહીમાં રહેલા લેક્ટિક એસિડ સાથે પ્રતિક્રિયા કરે છે જેના કારણે આંતરડામાં ગુડ બેક્ટેરિયાનું અસંતુલન ઉભું થાય છે અને શરીર માટે સમસ્યા વધી જાય છે. 


આ પણ વાંચો: Winter Food: શિયાળામાં એનર્જી વધારે છે આ 3 સુપરફુડ, દિવસ દરમિયાન ખાવાથી આળસ થશે દુર


ગરમ પાણી અને ઘી 


હુંફાળા પાણી સાથે ઘીનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે યોગ્ય છે પરંતુ કેટલીક સ્થિતિમાં જો ગરમ પાણીમાં ઘી ઉમેરીને પીવામાં આવે તો તે નુકસાનકારક છે. ગરમ પાણીમાં ઘી ઉમેરીને પીવામાં આવે તો ફ્રી રેડિકલ્સ બનવા લાગે છે જેના કારણે સોજા વધી શકે છે 


મૂળા અને ઘી 


મૂળા અને ઘી પણ વિરોધાભાષી વસ્તુઓ છે. આ બંને વસ્તુને એક સાથે ખાવાથી પાચન તંત્રમાં અસંતુલન ઊભું થાય છે. આ કોમ્બિનેશન બેચેની, ગેસ અને સોજાનું કારણ બની શકે છે. ઘી અને મૂળા પોષણ સંબંધિત લાભ ઘટાડે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)