નવી દિલ્હી :કેરળના એર્નાકુલમ જિલ્લામાં નિપા વાયરસનો કેસ સામે આવ્યો છે. એર્નાકુલમ જિલ્લાના કલેક્ટર મોહંમદ વાઈ સફિરુલ્લાએ એક નિવેદનમાં કહ્યું કે, નિપા વાયરસના લક્ષણવાળા રોગીઓની તપાસ કરવામાં આવી છે. ગત વર્ષે પણ આ જ દિવસોમાં કેરળમાં નિપા વાયરસ ફેલાયો હતો. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ પહેલા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનને નિપા વારયસને એક ઉભરતી બીમારી ગણાવી હતી. WHOના જણાવ્યા અનુસાર, નિપા વાયસર એક પ્રકારના ચામાચીડિયામાં હોય છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, ચામાચીડિયાના માધ્યમથી ફળોમાં આ વાયરસ ફેલાય છે. જે ફળને આવા ચામાચીડિયા ખાય છે, તેમાં વાયરસ મલે છે. તે ફળના સમગ્ર પાકમાં આ વાયરસ થવાની શક્યતા રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેરળમાં એકવાર ફરીથી નિપા વાયરસ ફેલાવાથી લોકો શાકભાજી અને ફળો ખરીદવામાં ધ્યાન રાખી રહ્યાં છે. ખાસ કરીને ગરમીમાં ફળોનો રાજા કહેવાતા કેરીને લઈને પણ લોકો ચેતી રહ્યાં છે. તેથી ગરમીમાં તમે પણ નિપા વાયરસથી બચવા માંગો છો, તો કેરળથી આવનાર સામાનથી અંતર રાખો. 


પવિત્ર રમઝાનમાં પતિ જાહેરમાં જોરજોરથી ત્રણવાર તલાક કહીને જતો રહ્યો, નવસારીની ઘટના


ખજૂર અને કેરીથી સૌથી વધુ ખતરો
કેરળમાં સૌથી વધુ ખજૂર અને કેરી એક્સપોર્ટ થાય છે. કેરળના ખજૂર અને કેરીની ખાસ વાત એ છે કે, તે માત્ર ભારતમાં જ નહિ, પરંતુ સમગ્ર દેશમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. વાયરસનું ફળોમાં ફેલાવાથી એ કહેવુ મુશ્કેલ છે કે, કયા ફળને ખાવુ અને કયા નહિ. પરંતુ ખજૂરમાં તે સૌથી વધુ હોઈ શકે છે. તો કેળા પણ કેરળથી મંગાવવામાં આવે છે. તેથી ગરમીના મોસમમાં તમે પણ કેરી અનેક કેળા ખાવાનું વિચારી રહ્યા છો તો તેને પહેલા સારી રીતે ધોઈ લો અને ઝીણવટથી જોઈ લો કે તેને કોઈ પક્ષીએ કોતર્યું છે કે નહિ. 


રાજ્યની સૌથી પ્રદૂષિત સાબરમતી નદીની સફાઈનો આજથી પ્રારંભ, ચોસામા પહેલા ચોખ્ખીચણાક કરાશે

શું છે નિપા વાયરસના લક્ષણ
મનુષ્યોમાં નિપા વાયરસ, encephalitis સાથે જોડાયેલો છે. જેને કારણે મગજમાં સોજો આવી જાય છે. તાવ, માથાનો દુખાવો, ચક્કર, માનસિક ભ્રમ, કોમા અને અંતે મોત મળે છે. આ બધુ તેના લક્ષણોમાં સામેલ છે. 24-18 કલાકમાં જો લક્ષણ વધી જાય તો વ્યક્તિ કોમામાં જઈ શકે છે. કેટલાક રોગીઓને શ્વાસ સંબંધી સમસ્યાઓ પણ થઈ શકે છે.