નવી દિલ્લીઃ નવી નવી શોધ કરનાર વૈજ્ઞાનિકોએ એક એવી ટેક્નિક વિકસીત કરી છે, જેનાથી 60 વર્ષની ઉંમરે પણ વ્યક્તિ 30 વર્ષ જેવો યુવાન લાગી શકશે. સૌથી મોટી વાત એ છે કે, શરીરના જે ભાગમાં આ ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવશે, તે પોતાનું કામ એવી રીતે કરશે, જેવી રીતે 30 વર્ષની ઉંમરે થતુ હોય. ઈંગ્લેન્ડના બાબ્રાહમ ઈન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોએ આ ટેક્નિકને ‘ટાઈમ જંપ’ નામ આપ્યુ છે. આ ટેક્નિકથી 60 વર્ષની ઉંમરે  તમારી સ્કીન 30 વર્ષ જેવી યુવાન થઈ જશે, અને તે મુજબ કામ કરશે. ઈન્સ્ટિટ્યૂટમાં વૈજ્ઞાનિક એપિજેનેટિક રિસર્ચ પ્રોગ્રામ ચલાવી રહ્યા છે, જે અંતર્ગત જૂની કોશિકાઓને ફરીથી રિસ્ટોર કરવાનાં પ્રયત્ન ચાલી રહ્યા છે. આ પ્રયોગ એટલા માટે કરવામાં આવી રહ્યો છે, જેથી મોલીક્યૂલર સ્તર પર પોતાની જૈવિક ઉંમર જાળવી શકાય. જર્નલ eLife આ સ્ટડીને પ્રકાશિત કરવામાં આવી છે. જેમાં આ પ્રયોગ પ્રારંભિક તબક્કામાં હોવાનું જણાવવામાં આવ્યું.   આપણી વધતી ઉંમરની સાથે સાથે આપણી કોશિકાઓની કામ કરવાની ક્ષમતા પણ ઓછી થઈ જાય છે. જીનોન નબળા થવા લાગે છે. રિજેનેરેટિવ બાયોલોજીનું કામ જૂની કોશિકાઓના બદલે નવી કોશિકા નાંખવાનું કરે છે. આ કામ કરવામાં શરીર પણ સાથ આપે છે. કોશિકાઓમાં એટલી ક્ષમતા હોય છે કે, તે કોઈ પણ રીતે પોતે જાતે જ બદલાઈ શકે છે. આ ટેક્નોલોજીને નોબલ પુરસ્કાર વિજેતા વૈજ્ઞાનિકે વિકસીત કરી છે. આ ટેક્નોલોજીમાં વૃદ્ધાવસ્થાની સમસ્યાઓને ખત્મ કરવાની ક્ષમતા રહેલી છે. આગામી સમયમાં ઘણી બિમારીનો આ ટેક્નોલોજીની મદદથી ઈલાજ કરી શકાશે. ઉદાહરણ તરીકે, અલ્ઝાઈમર્સ અથવા તો ઉંમર સંબંધી બિમારીઓ દૂર કરી શકાય છે.