Eye Care Tips: ચશ્માના નંબર સતત વધી રહ્યા છે ? તો ડાયટમાં સામેલ કરો આ વિટામિન્સ, ઘટવા લાગશે નંબર
Eye Care Tips: શરીરના અન્ય અંગોની જેમ આંખને પણ પોષકતત્વોની જરૂર પડે છે. પરંતુ મોટાભાગના લોકો આંખના સ્વાસ્થ્ય પર ધ્યાન આપતા નથી પરિણામે તેમની દ્રષ્ટિ નબળી પડી જાય છે. તેથી જ તો નાની વયે વધારે નંબરના ચશ્મા પહેરવા પડે છે.
Eye Care Tips: આપણે ભોજન વડે શરીરને શું આપીએ છીએ તેના પર આપણા સ્વાસ્થ્યનો આધાર હોય છે. જો તમે હેલ્ધી ડાયટ લેતા હશો તો તેનાથી શરીર સ્વસ્થ અને નિરોગી રહે છે. જો તમે જંક ફુડ વધારે લેશો તો તેનાથી શરીર નબળું પડી જાશે. તેથી જ જો નિરોગી રહેવું હોય તો ઘરનું ભોજન કરવું અને હેલ્ધી ડાયટ ફોલો કરવી. ખાસ તો શરીરના કેટલાક અંગ એવા છે જે ખૂબ નાજૂક હોય છે જેમકે આંખ.
આ પણ વાંચો: આ 5 લક્ષણો જણાવે છે મગજ થઈ ગયું છે ટોક્સિક, આ રીતે મગજને કરો ડિટોક્સ
શરીરના અન્ય અંગોની જેમ આંખને પણ પોષકતત્વોની જરૂર પડે છે. પરંતુ મોટાભાગના લોકો આંખના સ્વાસ્થ્ય પર ધ્યાન આપતા નથી પરિણામે તેમની દ્રષ્ટિ નબળી પડી જાય છે. તેથી જ તો નાની વયે વધારે નંબરના ચશ્મા પહેરવા પડે છે. જો જરૂરી પોષકતત્વોનું સેવન કરવામાં આવે તો આંખને જરૂરી પોષકતત્વો અને ઓક્સીજન સતત મળતું રહે છે. તેના કારણે આંખ નબળી પડતી નથી.
આ પણ વાંચો: દિવસમાં 2 થી વધુ કેરી ખાતા લોકો ચેતી જાય, એક સાથે વધારે કેરી ખાવાથી થશે આ તકલીફ
જો તમને પણ ચશ્મા પહેરવા પડે છે અને નંબર સતત વધી રહ્યા છે તો ડાયટમાં આ વિટામિન્સને સામેલ કરો જેથી ચશ્મા પહેરવાની જરૂર જ ન પડે અને આંખની દ્રષ્ટી સુધરે. આ વસ્તુઓનો સમાવેશ રોજ આહારમાં કરશો તો નંબર વધતા અટકશે.
વિટામિન એ - આંખ માટે વિટામિન એથી ભરપુર ગાજર, અખરોટ, શક્કરીયા જેવી વસ્તુઓનું સેવન કરવું.
વિટામીન સી - નિયમિત રીતે વિટામિન સી યુક્ત ટમેટા, પીચ, સ્ટ્રોબેરી સહિતના ફળનો સમાવેશ ડાયટમાં કરવો.
વિટામીન ઈ - સૂર્યમુખીના ફૂલ, એવોકાડો, બદામ જેવી વિટામિન ઈથી ભરપુર વસ્તુઓ ખાવાથી આંખ સ્વસ્થ રહે છે.
આ પણ વાંચો: ઓવેરિયન કેન્સર અને વજાઇનલ ડિસ્ચાર્જ વચ્ચે સંબંધ છે? આ લક્ષણો પ્રત્યે ન રહો બેદરકાર
બીન્સ અને ઝિંક - આંખના રેટીનાને હેલ્ધી રાખવા માટે રાજમા અને ઓયસ્ટર જેવી વસ્તુઓને ડાયટમાં સામેલ કરી શકાય છે.
લીલા શાકભાજી - લ્યૂટિન અને એન્ટી ઓક્સીડેન્ટથી ભરપુર વસ્તુઓ આંખ માટે ગુણકારી ગણાય છે. લીલા પાનવાળા શાકભાજીમાં આ વસ્તુઓ ભરપુર માત્રામાં હોય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)