Honey Turmeric Benefits: હળદર અને મધ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. વર્ષોથી આ બંને વસ્તુનો ઉપયોગ બીમારીઓના ઈલાજમાં કરવામાં આવે છે. મોજમાં નેચરલ સુગર સાથે એન્ટિઓક્સિડન્ટ, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઈન્ફલેમેટ્રી હોય છે. જ્યારે હળદરમાં પણ આવા જ ગુણ અને અનેક પોષક તત્વો હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Sesame: 21 દિવસ સુધી રોજ ખાવ 1 ચમચી તલ, પેટ, હાર્ટ અને સ્કિનની સમસ્યાઓ થવા લાગશે દુર


જો આ બંને વસ્તુને યોગ્ય માપ સાથે મિક્સ કરીને તેનું સેવન કરવામાં આવે તો તે શરીરના વિભિન્ન અંગોને સ્વસ્થ કરવામાં મદદ કરે છે. આ બંને વસ્તુને ચોક્કસ માપ સાથે લેવાનું રાખશો તો શિયાળામાં આ પાંચ બીમારીઓ તમારી આસપાસ પણ નહીં ફરકે. મધ અને હળદરનું યોગ્ય માપ છે એક ચમચી મધ અને બે ચપટી હળદર. આ માપથી આ બંને વસ્તુને લેવાથી જે શરીર માટે ઔષધી સમાન બની જાય છે.


હળદર અને મધનુ સેવન કરવાથી થતા ફાયદા 


આ પણ વાંચો: Honey: બેડ કોલેસ્ટ્રોલ સહિત આ 4 સમસ્યા હોય તો સવારે ખાલી પેટ ખાવું મધ


1. આ મિશ્રણને નિયમિત રીતે લેવાથી એમ્યૂન સિસ્ટમ મજબૂત થાય છે. જેના કારણે વાતાવરણ બદલવાના કારણે થતી બીમારીઓ અને ઇન્ફેક્શનથી બચાવ થાય છે. 


2. હળદર અને મધમા એવા ગુણ હોય છે જે સોજા દૂર કરવામાં મદદ કરે છે અને સાંધાના દુખાવા, સ્નાયુની તકલીફથી રાહત આપે છે. મધ અને હળદર ગઠિયા અને જેવી સમસ્યામાં ફાયદો કરે છે. 


આ પણ વાંચો: વારંવાર તમારું પેટ ફુલી જાય છે? રસોઈમાં વપરાતી આ 5 વસ્તુથી 10 મિનિટમાં તકલીફ દુર થશે


3. હળદરમાં એન્ટી ઇન્ફ્લેમેટરી તત્વ હોય છે. તે ગેસ્ટ્રીક સમસ્યા અને પાચન સંબંધિત સમસ્યાને ઓછી કરવામાં મદદ કરે છે. મધમાં પ્રીબાયોટિક ગુણ હોય છે જે આંતરડામાં ગુડ બેક્ટેરિયાને વધારે છે. તેના કારણે પાચનતંત્ર સારી રીતે કામ કરે છે. 


4. હળદરમાં એન્ટી બેકટેરિયલ અને એન્ટિફંગલ ગુણ હોય છે જે ત્વચાની સમસ્યા જેમકે ખીલ, એકને, ત્વચાના સોજા ને દૂર કરવામાં મદદ કરે છે. મધ ત્વચાને હાઇડ્રેટ રાખે છે અને નિખાર વધારે છે. 


આ પણ વાંચો: હળદરવાળું દૂધ પીવાથી વધી જાય છે આ 5 તકલીફો, તમને હોય તો આ દૂધ પીવાનું ટાળજો


5. મધ અને હળદરનું મિશ્રણ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. હળદરનું સેવન કરવાથી મેટાબોલિઝમ સુધરે છે અને શરીરની ચરબી ઓછી થાય છે. મધમાં નેચરલ શુગર હોય છે જે ભૂખને કંટ્રોલ કરે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)