દાંત સંલગ્ન સમસ્યાઓ ખરાબ ઓરલ હેલ્થના પુરાવા બનતી હોય છે. કારણ કે જ્યારે દાંત, પેઢા, અને જીભની બરાબર રીતે સફાઈ ન થાય તો દાંતમાં સડો, કેવિટી, દુખાવો અને મોઢામાંથી વાસ જેવી સમસ્યાઓ આવવા લાગે છે. પેટ સંલગ્ન પણ અનેક સમસ્યાઓને ઓરલ હેલ્થ સાથે જોડાવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે કે ઓરલ હેલ્થની અવગણના કરવી અને ખરાબ ડેન્ટલ ક્લિનિક હેબિટ્સને પગલે તમને હાર્ટ એટેક પણ આવી શકે છે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જી હા. તમારી ઓરલ હેલ્થ તમારા હાર્ટની હેલ્થ સાથે સીધી રીતે જોડાયેલી છે અને જે લોકોની ઓરલ હેલ્થ સારી હોતી નથી તેમનામાં હાર્ટ સંલગ્ન બીમારીઓનું જોખમ પણ રહેલું હોય છે. આ લેખમાં અમે તમને હાર્ટ હેલ્થ અને દાંતના કનેક્શન વિશે જણાવીશું અને સાથે સાથે હાર્ટ એટેક આવતા પહેલા દાંતમાં કયા પ્રકારના ફેરફાર જોવા મળે એ પણ જણાવીશું. 


હાર્ટ અને દાંતની હેલ્થ એકબીજા સાથે જોડાયેલી
કેટલા સ્ટડીમાં એ વાત સામે આવી છે કે મોઢામાં સાફ સફાઈની કમી દિલની બીમારીઓનું જોખમ વધારી શકે છે. જો તમારા દાંત ગંદા હોય અને પેઢા સ્વસ્થ ન હોય તો તેનાથી તમારા દિલ સંલગ્ન નસો બ્લોક થઈ શકે છે. તેને હાર્ટ ડિસિઝ અને હાર્ટ એટેક જેવી સ્થિતિઓનું એક મોટું સંકેત ગણવામાં આવે છે. હ્રદય સંલગ્ન નસો  બ્લોક થયા બાદ મહિનાઓ સુધી તમને દાંતોમાં અનેક પ્રકારની સમસ્યાઓ જોવા મળી શકે છે. જેમ કે...


- દાંતમાં હળવો દુખાવો
- દાંતમાં સેન્સિટિવિટી
- ખાતી પીતી વખતે દાંતમાં તકલીફ


હાર્ટ એટેક આવતા પહેલા દાંતમાં જોવા મળી શકે છે આ લક્ષણ
એક્સપર્ટ્સના જણાવ્યાં મુજબ હાર્ટ એટેક આવતા પહેલા શરીરમાં અનેક પ્રકારના ફેરફાર આવવા લાગે છે. દાંતો અને જડબામાં પણ હાર્ટ એટેકના કેટલાક પ્રમુખ અને મહત્વપૂર્ણ લક્ષણો જોવા મળી શકે છે. 


દાંતમાં દુખાવો
હાર્ટ એટેકનું એક પૂર્વ સંકેત દાંત અને જડબામાં દુખાવો પણ હોઈ શકે છે. આથી જ્યારે દાંતનો દુખાવો અનેક દિવસો સુધી રહે અને તે જડબા સુધી ફેલાય તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. 


દાંતના દુખાવા સાથે પરસેવો
જ્યારે દાંતના દુખાવા સાથે અચાનક વધુ પડતો પરસેવો થવા લાગે તો હાર્ટ એટેકનો સંકેત હોઈ શકે છે. 


ખભામાં દુખાવો
દાંતના દુખાવા સાથે ખભામાં ડાબી બાજુ જો વધુ પડતો દુખાવો મહેસૂસ થાય તો તે હાર્ટ એટેકનું એક પૂર્વ સંકેત હોઈ શકે છે. 


એન્જાઈના પેક્ટોરિસ
દાંતોમાં જૂનો દુખાવો એન્જાઈના પેક્ટોરિસનો એક સંકેત હોઈ શકે છે. જો દવા લેવા અને ડેન્ટિસ્ટને દેખાડ્યા બાદ પણ આ દુખાવો ઓછો ન થતો હોય તો તમારા કાર્ડિયોલોજિસ્ટનો સંપર્ક કરો. કારણ કે આ ક્રોનિક પેઈન હાર્ટ સંલગ્ન કંડિશન એન્જાઈનાનો એક સંકેત હોઈ શકે છે. એન્જાઈનામાં છાતીમાં તીવ્ર ચટકાની સાથે દુખાવો મહેસૂસ થઈ શકે છે. 


(Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)