Vaginal Discharge: ઓવેરિયન કેન્સર અને વજાઇનલ ડિસ્ચાર્જ વચ્ચે સંબંધ છે? આ લક્ષણો પ્રત્યે ન રહો બેદરકાર
Vaginal Discharge: દરેક હેલ્ધી મહિલાને માસિક ચક્ર દરમિયાન વજાઇનલ ડિસ્ચાર્જનો અનુભવ થાય છે. આ ડિસ્ચાર્જ સામાન્ય રીતે સ્પષ્ટ અથવા તો સફેદ રંગનું હોય છે. તેમાંથી ગંધ પણ આવતી હોય છે. આ વજાઇનલ ડિસ્ચાર્જ યોનિ ને હેલ્ધી રાખવામાં અને સંક્રમણથી બચાવવામાં મદદ કરે છે.
Vaginal Discharge: ઓવેરિયન કેન્સર મહિલાઓમાં થતા કેન્સરમાંથી સૌથી ખતરનાક કેન્સર છે. આ કેન્સરના શરૂઆતી લક્ષણ અસ્પષ્ટ હોય છે. તેથી શરૂઆતમાં તેના વિશે જાણવું મુશ્કેલ થઈ જાય છે. ઘણી મહિલાઓ વજાઇનલ ડિસ્ચાર્જને પણ કેન્સરનું લક્ષણ માની લે છે. પરંતુ આ એક ભુલભરેલી માન્યતા છે. આજે તમને આ અંગે વિસ્તારપૂર્વક જાણકારી આપીએ.
શું છે વજાઇનલ ડિસ્ચાર્જ?
આ પણ વાંચો: સ્કિન પર સૌથી પહેલા જોવા મળે છે કેન્સરના લક્ષણો, સામાન્ય સમસ્યા ગણી ઈગ્નોર ન કરતાં
દરેક હેલ્ધી મહિલાને માસિક ચક્ર દરમિયાન વજાઇનલ ડિસ્ચાર્જનો અનુભવ થાય છે. આ ડિસ્ચાર્જ સામાન્ય રીતે સ્પષ્ટ અથવા તો સફેદ રંગનું હોય છે. તેમાંથી ગંધ પણ આવતી હોય છે. આ વજાઇનલ ડિસ્ચાર્જ યોનિ ને હેલ્ધી રાખવામાં અને સંક્રમણથી બચાવવામાં મદદ કરે છે.
અસામાન્ય વજાઇનલ ડિસ્ચાર્જના સંકેત
આ પણ વાંચો: હાર્ટ બ્લોકેજની શરુઆતમાં જોવા મળે છે આ 5 લક્ષણ, 99 ટકા લોકો ઈગ્નોર કરવાની કરે છે ભુલ
વજાઇનલ ડિસ્ચાર્જ આમ તો સામાન્ય છે પરંતુ કેટલીક સ્થિતિમાં તેને અસામાન્ય કહી શકાય છે. કેટલીક ગંભીર સમસ્યાઓમાં વજાઈનલ ડિસ્ચાર્જમાં ફેરફાર થઈ જાય છે. જેમકે વજાઇનલ ડિસ્ચાર્જનો રંગ, ગંધ, તેની માત્રા વગેરે અસામાન્ય થઈ જાય છે. કોઈ બીમારીના કારણે વજાઇનલ ડિસ્ચાર્જ હોય તો ખંજવાળ અને બળતરાની સમસ્યા પણ થાય છે. અસામાન્ય રીતે થતું વજાઇનલ ડિસ્ચાર્જ યીસ્ટ ઇન્ફેક્શન, બેક્ટેરિયલ ઇન્ફેક્શન અથવા તો સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ બીમારીનો પણ સંકેત હોય છે.
ઓવેરિયન કેન્સર અને વજાઇનલ ડિસ્ચાર્જ
આ પણ વાંચો: Bad Food Combinations: દૂધની સાથે ખાશો આ 5 વસ્તુઓ તો ફાયદો કરવાને બદલે થશે નુકસાન
ઓવેરિયન કેન્સરનું લક્ષણ વજાઇનલ ડિસ્ચાર્જ નથી. ઓવેરિયન કેન્સરમાં શરૂઆતી સ્ટેજમાં કોઈ લક્ષણ જોવા મળતા જ નથી. કેટલાક જ મામલામાં આ કેન્સરમાં વજાઇનલ ડિસ્ચાર્જ થાય છે. જો કેન્સરના કારણે વજાઇનલ ડિસ્ચાર્જ હોય તો તે પાણી જેવું અને બદબુદાર હોય છે.
ઓવેરિયન કેન્સરના લક્ષણ
ઓવેરિયન કેન્સરના અન્ય લક્ષણોની વાત કરીએ તો તેમાં નીચે દર્શાવ્યા અનુસારના લક્ષણોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: સાકર અને વરિયાળીનું પાણી શરીર માટે અમૃત, જાણો રોજ પીવાથી થતા ફાયદાઓ વિશે
પેટમાં સતત દુખાવો
પેટ જલ્દી ભરાઈ જવું અથવા તો ખાવા પીવાની આદતો બદલી જોઈએ
વારંવાર પેશાબ થવો
કબજિયાત અથવા તો લુઝ મોશન
થાક લાગવો
કોઈપણ કારણ વિના વજનમાં ઘટાડો થવો
શારીરિક સંબંધ દરમિયાન દુખાવો થવો
આ પણ વાંચો: Heart Attack: હાર્ટ એટેક આવવાનો હોય તેના 2 દિવસ પહેલા શરીરમાં થાય છે આવા ફેરફાર
જો આ પ્રકારના કોઈ લક્ષણો જણાય તો ડોક્ટરની સલાહ તુરંત લેવી. આ સિવાય વજાઇનલ ડિસ્ચાર્જ પણ વધારે પ્રમાણમાં અને નિયમિત હોય તો ડોક્ટરનો સંપર્ક કરી સારવાર કરાવવી.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)