Kids Phone Habit: આજકાલ બાળકોને ફોન, ટેબ અને ટીવીની આદત પડી ગઈ છે અને દરેક માતા-પિતા તેનાથી પરેશાન છે. સ્માર્ટફોનના વધતા ઉપયોગની અસર માસૂમ બાળકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે. બાળકોને ફોનથી દૂર રાખવા ખુબ મુશ્કેલ કામ છે. ગમે એટલો પ્રયાસ કરો પરંતુ બાળકો ફોન અને ટેબનો ઉપયોગ કરતા રહે છે. ઘણા રિસર્ચમાં સામે આવી ચુક્યુ છે કે વધુ સ્ક્રીન ટાઇમ બાળકોના ન્યૂરોલોજિકલ ડેવલોપમેન્ટ અને સોશિયલ ડેવલોપમેન્ટ પર અસર કરે છે. તેનાથી બાળકને ઘણા ન્યૂરોલોજિકલ ડિસઓર્ડર થવાનો ખતરો રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૂર્વી ફિનલેન્ડ યુનિવર્સિટી અને યુરોપીયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજી કોંગ્રેસ 2023ના એક રિસર્ચમાં સામે આવ્યું છે કે ફિઝિકલી એક્ટિવ ન રહેતા બાળકોમાં નાની ઉંમરમાં હાર્ટ સાથે જોડાયેલી બીમારીનો ખતરો ઝડપથી વધી શકે છે. ઇનફેન્સી દરમિયાન ઓછા એક્ટિવ થવાને કારણે હાર્ટ અને સ્ટ્રોકનો ખતરો વધુ વધી જાય છે. ભલે તમારૂ વજન અને બ્લડ પ્રેશર નોર્મલ હોય. આ રિસર્ચ 1990 અને 1991માં જન્મેલા 14500 શિશુઓના યુવા જીવન, તેના સ્વાસ્થ્ય અને જીવનશૈલીને લઈને કરવામાં આવ્યું છે. 


વધુ સ્ક્રીન ટાઇમ હાર્ટ માટે ઘાતક
રિસર્ચમાં સામે આવ્યું કે બાળકો સ્ક્રીન ટાઇમ વધુ પસાર કરે છે, જેથી તેની ફિઝિકલ એક્ટિવિટી ખુબ ઓછી છે. તે મોટા ભાગે બેસીને સમય પસાર કરે છે. સૌથી ગંભીર વાત છે કે ઇકોકાર્ડિયોગ્રાફીમાં આ નાની ઉંમરના બાળકોના હાર્ટના વજનમાં વૃદ્ધિ જોવા મળી, જેનો સીધો સંબંધ શારીરિક એક્ટિવિટી સાથે છે.


આ પણ વાંચોઃ ચાના રસીયાઓ...તુલસીવાળી ચાના પણ છે ગેરફાયદા, પુરુષો ખાસ જાણે, નહીં તો પસ્તાશો


આ બીમારીઓનો વધી જાય છે ખતરો
ઘણા રિસર્ચમાં સામે આવી ચુક્યુ છે કે જે લોકો શારીરિક એક્ટિવ રહેતા નથી, તેને યુવા અવસ્થામાં મોટાપો અને ટાઈપ 2 ડાયાબિટીસનો ખતરો વધી જાય છે. આવા બાળકોમાં ન્યૂરોડીજેનેરેટિવ રોગ અને હાર્ટ સંબંધી બીમારીઓનો ખતરો વધી જાય છે. જે બાળકો વધુ ફોન કે સ્ક્રીન પર સમય પસાર કરે છે, તે સમાજથી પણ કપાય જાય છે. આવા બાળકો જલ્દી કોઈ સાથે મળી જતા નથી અને પોતાની દુનિયામાં ખોવાયેલા રહે છે. 


કઈ રીતે ઘટાડશો બાળકોનો સ્ક્રીન ટાઇમ?
- બાળકો સાથે માતા-પિતા થોડો સમય જરૂર પસાર કરે. તેની સાથે રમતો રમે અને વાતચીત કરે.
- બાળકોને ઘરની બહાર પાર્ક કે પછી બીજા મિત્રો સાથે રમવા માટે મોકલો.
- ઘરમાં બાળકોને ક્રિએટિવ ક્રાફ્ટ, ડ્રોઇંગ અને બીજી એક્ટિવિટીમાં સામેલ કરો.
- રજાના દિવસે બાળકોને તેના કામ જેમ કે બેગ, શૂઝ કે બીજી વસ્તુ સાફ કરવાનું શીખવાડો.
- બાળકોને તેની પસંદગીની એક્ટિવિટી જેમ કે ડાન્સ, સિંગિંગ, સ્કેટિંગ કે અન્ય વસ્તુ કરવાની છુટ આપો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube