Health Tips: જેમનું પાચન નબળું હોય તેમને વારંવાર પાચન સંબંધિત સમસ્યાઓ થતી હોય છે. તો વળી કેટલાક લોકો ઓવરઈટિંગ કરી લે છે ત્યારે તેમને પાચન માટે ચૂર્ણ કે દવા ખાવી પડે છે. જો તમને પણ આ પ્રકારની દવા કે ચૂર્ણની જરૂર પડતી હોય તો આજે તમને જણાવીએ ઘરે તમે જીરાની પાચક ગોળી કેવી રીતે બનાવી શકો. આ પાચક ગોળી તમારી પાચનની સમસ્યાઓને તુરંત દૂર કરી દેશે અને સાથે જ તેનાથી કોઈપણ પ્રકારની આડઅસર પણ નહીં થાય. આ ગોળીનું સેવન કરવાથી ગેસ, એસીડીટી, અપચો, છાતીમાં બળતરા, પેટ ફુલવું જેવી તકલીફોથી મુક્તિ મળી જાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જીરાની પાચક ગોળી તૈયાર કરવા માટે તમને બે ચમચી જીરૂ, બે ચમચી આમચૂર પાવડર, એક ચમચી ગોળ, ચપટી સંચળ, મીઠું, એક ચમચી લીંબુનો રસ, એક ચમચી પીસેલી ખાંડની જરૂર પડશે. 


આ પણ વાંચો: આ રીતે બનાવશો મેથીના લાડુ તો નહીં લાગે કડવા, રોજ સવારે એક લાડુ ખાવાથી થશે અનેક ફાયદા


પાચક ગોળી બનાવવાની રીત


સૌથી પહેલા જીરાને ધીમા તાપે શેકી લો અને પછી તેને ઠંડુ કરી તેનો પાવડર બનાવી લો. હવે એક બાઉલમાં જીરાનો પાવડર, આમચૂર પાવડર, સંચળ, મીઠું, લીંબુનો રસ, ગોળ અને ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરો. જ્યારે બધી વસ્તુઓ એકબીજા સાથે સારી રીતે મિક્સ થઈ જાય એટલે તેમાંથી નાની નાની ગોળી બનાવી થોડીવાર તેને સેટ થવા રાખો. તૈયાર કરેલી ગોળીને એર ટાઈટ કન્ટેનરમાં ભરીને સ્ટોર કરી લો.


પાચક ગોળી ખાવાથી થતા લાભ


- ઘરે આ રીતે તૈયાર કરેલી જીરાની પાચક ગોળી ખાવાથી પાચનતંત્ર સારી રીતે કામ કરે છે. જમ્યા પછી આ ગોળી ખાઈ લેવાથી અપચો, પેટ ફુલવું જેવી તકલીફ થતી નથી.


આ પણ વાંચો: શિયાળામાં પીશો ગુંદની રાબ તો નખમાં પણ નહીં રહે રોગ, જાણો તેના લાભ અને બનાવવાની રીત


- જે લોકોને એસિડિટી હોય અથવા તો ખાટા ઓડકાર આવતા હોય તેમણે પણ જમ્યા પછી આ એક ગોળી ખાઈ લેવી જોઈએ. તેનાથી પાચન સારી રીતે થાય છે અને એસિડિટી મટે. 


- જીરાની ગોળી ખાવાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે અને શરીરની ફેટ બર્નિંગ કેપેસિટી વધી જાય છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)