Feet Sole Burning: સૂતી વખતે તળિયામાં બળતરા થતી હોય તો ન કરો ઈગ્નોર, આ ગંભીર સમસ્યાનું હોય શકે છે લક્ષણ
Feet Sole Burning: મોટાભાગના લોકો પગના તળિયામાં કે પગમાં થતી બળતરાને સામાન્ય ગણે છે. પરંતુ આ સમસ્યા રહેતી હોય અને રાત્રે ઊંઘ પણ બરાબર ન થઈ શકે તેવી હાલત થઈ જતી હોય છે. જો તમને પણ આ રીતે પગમાં બળતરા થતી હોય તો તેને ઈગ્નોર કરવાની ભુલ ન કરવી.
Feet Sole Burning: બદલતા વાતાવરણમાં ઘણી બધી શારીરિક સમસ્યાઓ રહેતી હોય છે. શરીરનું તાપમાન વધે કે ઘટે તો તેના કારણે શરીરમાં અચાનક પરસેવો થવો, માથુ દુખવું, સુસ્તી લાગવી, વધારે તરસ લાગવી, ભૂખ ન લાગવી જેવી સમસ્યાઓ અનુભવાતી હોય છે. જેમાં ઘણી વખત રાતના સમયે પગમાં બળતરા અને દુખાવાનો અનુભવ થતો હોય છે. મોટાભાગના લોકો પગના તળિયામાં કે પગમાં થતી બળતરાને સામાન્ય ગણે છે. પરંતુ આ સમસ્યા રહેતી હોય અને રાત્રે ઊંઘ પણ બરાબર ન થઈ શકે તેવી હાલત થઈ જતી હોય છે. જો તમને પણ આ રીતે પગમાં બળતરા થતી હોય તો તેને ઈગ્નોર કરવાની ભુલ ન કરવી.
શા માટે થાય છે પગના તળિયામાં બળતરા ?
આ પણ વાંચો: Rainy Season: વરસાદમાં પલળ્યા પછી પણ નહીં પડો બીમાર, બસ આ 5 ટીપ્સ ફોલો કરજો
પગના તળિયામાં થતી બળતરાનું સૌથી મોટું કારણ હોય છે શરીરમાં પાણીની ખામી. ડીહાઇડ્રેશનના કારણે પગના તળિયામાં બળતરા થવા લાગે છે. આ સિવાય અન્ય કેટલીક બીમારી પણ છે જેના કારણે પગના તળિયામાં બળતરા થઈ શકે છે. પગના તળિયાની બળતરાને શાંત કરવા માટે તમે નીચે દર્શાવેલા ઘરેલુ ઉપાયની મદદ પણ લઈ શકો છો.
પગના તળિયાની બળતરા મટાડવાના ઉપાય
આ પણ વાંચો: સફરજન કરતાં વધારે ગુણ હોય તેની છાલમાં, છાલના ઉપયોગ અને ફાયદા વિશે નહીં જાણ્યું હોય
1. એલોવેરા જેલ ઠંડક આપવાનું કામ કરે છે. ત્વચામાં થતી બળતરા અને દુખાવાને એલોવેરા જેલ મટાડી શકે છે. જો તમને રાતના સમયે પગના તળિયામાં બળતરા વધી જતી હોય તો એલોવેરા જેલ લગાડી હળવા હાથે માલીશ કરો. તેનાથી બળતરા પણ શાંત થશે અને ઊંઘ પણ સારી આવશે.
2. જો પગમાં વધારે પડતી બળતરા રહેતી હોય તો રાતના સમયે ટબમાં પાણી ભરી તેમાં બરફ ઉમેરીને પગ ડુબાડીને રાખો. બરફના પાણીમાં 20 થી 30 મિનિટ સુધી પગ પલાળી રાખશો તો બળતરા શાંત થઈ જશે.
આ પણ વાંચો: સવારે ગ્રીન ટી પીવાથી થાય છે આ જબરદસ્ત ફાયદા,જાણીને તમે પણ ગ્રીન ટી પીવાનું કરશો શરુ
3. પગની બળતરાને મટાડવા માટે મુલતાની માટીનો ઉપયોગ પણ કરી શકો છો. એના માટે મુલતાની માટીમાં ગુલાબજળ ઉમેરી પેસ્ટ તૈયાર કરો અને તેને પગ પર સારી રીતે લગાડો. તેનાથી પગની બળતરા શાંત થઈ જશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)