દરેક મહિલાને પીરિયડ્સમાં દુ:ખાવાની ફરિયાદ હોય છે અને શિયાળાની ઋતુમાં આ સમયગાળા દરમિયાન તકલીફ વધુ થતી હોય છે. જેમાં ખેંચાણ, સોજો અને દુ:ખાવો સહન કરવું મુશ્કેલ બની જાય છે. પરંતુ અમે તમને આ સમસ્યાના ઉપાયો જણાવીશું, જે તમને સારું અનુભવવામાં મદદ કરશે. પીરિયડ્સના દુ:ખાવાથી રાહત મેળવવા માટે તમે આ ચા પી શકો છો, તેમાં અજમો, ગોળ અને ચાની પત્તી જેવી વસ્તુઓ નાખવાની હોય છે. ચાલો જાણીએ તેના ફાયદા અને તેને બનાવવાની રીત.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અજમો
અજમાનો ઉપયોગ મોટાભાગના લોકો ખોરાકમાં કરે છે અને તે એન્ટી-ઓક્સિડન્ટ્સનો સારો સ્ત્રોત છે. તે વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર છે, જે તમને પીડાથી રાહત અપાવવામાં અસરકારક છે. જ્યારે તમે ચામાં અજમો ઉમેરો છો તો  તે શરીરને આરામ આપે છે અને પીરિયડ્સના દુખાવામાં રાહત આપે છે.


ચાની પત્તી
ઘણા લોકો માને છે કે ચા સ્વાસ્થ્ય માટે સારી નથી, પરંતુ પીરિયડ્સના દુખાવામાં તે કારગર સાબિત થાય છે. બ્લેક ટીમાં કેફીન પણ હોય છે જે દુખાવામાં રાહત આપે છે. ચાના પાંદડામાં પોલીફેનોલ્સ અને કેટેચીન્સ જેવા એન્ટી ઓક્સીડેન્ટ હોય છે, જે મેટાબોલિઝમને વેગ આપે છે અને પીરિયડ્સના દુખાવાને ઘટાડવામાં મદદ કરે છે.


ગોળ
ગોળમાં આયર્ન, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે અને તે પીરિયડ્સના ખેંચાણ અને પેટનું ફૂલવું ઘટાડે છે. આ શરીરના હિમોગ્લોબિન સ્તરને સુધારે છે. ચામાં ગોળ મિક્સ કરીને પીવાથી તમને પૂરતું આયર્ન મળે છે, કારણ કે તેના 100 ગ્રામમાં 11 મિલિગ્રામ આયર્ન હોય છે.


ઘી
માખણ અને ઘી ફ્લેવર્ડ ફેટ્સ છે અને તેના ઘણા સ્વાસ્થ્ય લાભો છે. તે એન્ટી ઑકિસડન્ટ, વિટામિન એ, ઇ અને ડીથી ભરપૂર છે. તેથી, પીરિયડ્સના દુખાવાથી છુટકારો મેળવવા માટે ઘી એક સુપરફૂડ બની શકે છે. તેનું સેવન કરવાથી તમને કમરના દુખાવા જેવી સમસ્યામાંથી પણ રાહત મળે છે.


આવી રીતે બનાવો ચા


• એક તપેલી લો અને એક કપ પાણી ઉકાળો
• ઉકળતા પાણીમાં ટી સ્પૂન  અજમો નાખો
• જ્યારે તે પાણીને રંગ આપવાનું શરૂ કરે, ત્યારે તેમાં ટી સ્પૂન ચા પત્તી  ઉમેરો
• તેને સારી રીતે ઉકાળો, જો તમે ઈચ્છો તો દૂધ ઉમેરી શકો છો
• હવે એક ચમચી ગોળ ઉમેરો અને એક કપમાં ચા ગાળી લો
• છેલ્લે, તેમાં એક ચમચી ઘી ઉમેરો અને તમારી ચા તૈયાર છે