આ 5 તકલીફ હોય તેવા લોકોએ ન ખાવું લસણ, ખાવાથી ફાયદો નહીં થાય છે નુકસાન
Health Tips: કેટલાક લોકોને લસણ ફાયદો કરવાને બદલે નુકસાન વધારે કરે છે. જે લોકોને કેટલીક સમસ્યા હોય તેમણે લસણનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.
Health Tips: દાળ શાક જેવી રસોઈમાં લસણનો વઘાર કરવામાં આવે છે. લસણ રસોઈ નો સ્વાદ અને સુગંધ બંને વધારે છે. લસણ એવી વસ્તુ છે જેનો ઉપયોગ આયુર્વેદમાં પણ ઔષધી તરીકે કરવામાં આવ્યો છે. આયુર્વેદ અનુસાર નિયમિત રીતે લસણનો ઉપયોગ કરવાથી કેટલાક રોગ સરળતાથી દૂર થઈ જાય છે. જેમ કે સાંધાના દુખાવાની સમસ્યા હોય તો લસણના તેલથી માલિશ કરવાથી દુખાવામાં રાહત થાય છે. જે લોકો નિયમિત રીતે લસણ ખાય છે તેમણે એક કે બે લસણની કડીનું જ સેવન કરવું જોઈએ. આ સિવાય જો તમે લસણને શેકીને ખાવ છો તો તેનાથી તમને વધારે ફાયદો થાય છે. પરંતુ કેટલાક લોકોને લસણ ફાયદો કરવાને બદલે નુકસાન વધારે કરે છે. જે લોકોને કેટલીક સમસ્યા હોય તેમણે લસણનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. ચાલો જાણીએ કે કયા લોકોએ લસણ ખાવું નહીં.
આ પણ વાંચો:
સવાર, બપોર કે સાંજ Blood Sugar ટેસ્ટ કરવા માટે કયો સમય છે બેસ્ટ ? જાણો
બદામ સુકી ખાવી કે પલાળીને ? જાણો કેવી રીતે બદામ ખાવાથી થાય છે સૌથી વધુ લાભ
એક ચમચી અજમાને આ રીતે રોજ ખાવાનું રાખો, શરીરમાં ક્યારેય નહીં વધે Uric Acid
આ લોકોએ ન ખાવું ક્યારેય લસણ
એસીડીટી - જે લોકોને એસીડીટી ની સમસ્યા વધારે રહેતી હોય તેમણે લસણ ખાવાનું ટાળવું જોઈએ. લસણ ખાવાથી એસીડીટીની સમસ્યા અને છાતીમાં બળતરા વધી શકે છે.
પરસેવાની વાસ - ઘણા લોકોને પરસેવા અને શ્વાસમાં દુર્ગંધ આવવાની ફરિયાદ હોય છે. આવા લોકોએ લસણનું સેવન ટાળવું જોઈએ. લસણમાં સલ્ફર કમ્પાઉન્ડ હોય છે જે મોઢામાં બદબુંનું કારણ બની શકે છે. તેથી જે લોકોને પહેલાથી જ આ સમસ્યા હોય તેમણે લસણ ખાવું નહીં.
દવાનું સેવન - જે લોકો રક્ત પાતળું કરવાની દવા ખાતા હોય તેમણે લસણ ખાતા પહેલા સાવધાની રાખવી જોઈએ. કોઈપણ પ્રકારની દવા ખાતા હોય તો લસણ નું સેવન સીમિત માત્રામાં જ કરવું
સર્જરી - એક રિસર્ચ અનુસાર લસણનું વધારે સેવન કરવાથી બ્લડપ્રેશર અને બ્લડ સુગર તેમજ બ્લીડિંગ ને અસર થાય છે. તેથી જો તમારી કોઈ સર્જરી કરાવવાની હોય તો 3 સપ્તાહ પહેલા જ લસણ ખાવાનું છોડી દેવું.
હાર્ટ બર્ન - જે લોકોને ગેસ્ટ્રોઓસોફેગલ રિફ્લેક્શન હોય તેમણે લસણ ખાવું જોઈએ નહીં. તેનાથી હાર્ટબર્ન અને પેટની સમસ્યાઓ વધી શકે છે.