Period Myths: એવું તમે પણ અનેક વખત સાંભળ્યું હશે કે માસિકના દિવસો દરમિયાન ખાટી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ. માસિક સંબંધિત જે અલગ અલગ માન્યતાઓ પ્રચલિત છે તેમાંથી આ પણ એક માન્યતા છે. ઘણા ઘરમાં આ નિયમનું પાલન પણ થતું હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ખરેખર માસિક દરમિયાન ખાટી વસ્તુ ખાવાથી નુકસાન થાય ? જો ખરેખર ખાટી વસ્તુ ખાવાથી નુકસાન થાય તો તેની પાછળનું કારણ શું છે ? આ બંને પ્રશ્નોના જવાબ આજે તમને જણાવીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 1 ચમચી ઘી અને 1 ચપટી મરી પાવડર, 7 દિવસમાં દુર કરશે આ 5 સ્વાસ્થ્ય સમસ્યાઓ


ડોક્ટર્સનું આ અંગે કહેવું છે કે, એવી માન્યતા છે કે માસિક સમયે ખાટી વસ્તુઓ ખાવાથી માસિક ધર્મના ચક્ર પર પ્રભાવ પડે છે અને સાથે જ દુખાવો પણ વધી શકે છે. પરંતુ આ એક ખોટી માન્યતા છે જેનું કોઈ જ વૈજ્ઞાનિક પ્રમાણ નથી. આમ જોવા જઈએ તો ખાટી વસ્તુઓમાં એવા તત્વ હોય છે જે ખરેખર શરીરને લાભ કરી શકે છે. પરંતુ જેમને એસિડિટી રહેતી હોય તેમના માટે ખાટી વસ્તુ પેટમાં બળતરાનું કારણ બની શકે છે. આ કારણથી ખાટી વસ્તુ ખાવાનું ટાળવું જોઈએ. 


માસિકમાં ખાટી વસ્તુ ખાવાથી થતા ફાયદા 


આ પણ વાંચો: આ સસ્તુ વરસાદી ફળ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, ઓછા ખર્ચે આપે છે ચમત્કારિક લાભ


ખાટી વસ્તુઓ ખાવાથી શરીરમાં ગુડ બેક્ટેરિયાનું સંતુલન જળવાઈ રહે છે. શરીરમાં જો ગુડ બેક્ટેરિયા સારા એવા પ્રમાણમાં હોય તો આંતરડા સ્વસ્થ રહે છે. તે ભોજનના પાચનમાં પણ સહાયતા કરે છે. ખાટી વસ્તુ ખાવાથી શરીરમાં સેરોટોનીનનો સ્ત્રાવ વધે છે. આ હોર્મોન શરીરમાં વધે તો ઊંઘ સારી આવે છે અને યાદશક્તિ પણ વધે છે. 


આ પણ વાંચો: Cow milk: જાણો ગાયના દૂધથી બાળકોને થતા 5 જબરદસ્ત ફાયદા


જો આ દૃષ્ટિએ જોવા જઈએ તો ખાટી વસ્તુઓ ખાવી જોઈએ. પરંતુ તેનો અર્થ એવો પણ ન માની લેવો કે મનમાં આવે એટલી ખાટી વસ્તુઓ ખાવી. રોજના આહારમાં યોગ્ય માત્રામાં ખાટી વસ્તુઓનો સમાવેશ કરી શકાય છે. 


ખાટી વસ્તુ રોજના આહારમાં લેવાથી શરીરને જરૂરી કાર્બોહાઈડ્રેટ, વિટામિન સી અને ખનીજ મળી રહે છે. જો શરીરમાં આ બધા જ પોષક તત્વોનું સંતુલન જળવાશે તો માસિક સમયે મૂળ અને દુખાવા જેવી સમસ્યાથી પણ રાહત થશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)