ઝી બ્યૂરો, અમદાવાદઃ આયુર્વેદ સાથે સંકળાયેલા સલાહકાર કોરોનાની હાલની સ્થિતિમાં દર્દીઓને શરીરમાં પુરુતુ ઓક્સિજન મળી રહે તે માટે નવા-નવા નુસ્કાને ઉપયોગમાં લેવા માટે કહેતા હોય છે. સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોનાથી બચવા માટે લોકો ઘરમાં રહીને નુસ્કાનો ઉપયોગ કરે છે. જો તમે પણ આ નુસ્કાઓને ઉપયોગ કરશે તો તમારી તબિયત પણ રહેશે સારી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીપળાના પાંદડાના ફાયદા વિશે
આયુર્વેદના અનુસાર દિવસમાં દરરોજ બે પીપળના પાંદડાનું સેવન કરવાથી શરીરના ઓક્સિજનના સ્તરમાં થશે વધારો. પીપળના પાંદડામાં મોઈ્સ્ચર કંટેટ, કાર્બોહાયડ્રેટ, પ્રોટીન, ફેટ, ફાયબર, કેલ્શિયમ, આર્યન, કોપર, અને મેગ્નેશિયન જેવા તત્વોનો સમાવેશ કરાયો છે.
 
ફેફસા માટે પીપળો છે લાભદાયી
ફેફસામાં તમને સોજો અને તણાવ જેવું લાગતું હોય, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, છાતીમાં દુખાવા સાથે ઉદરસ થતી હોય તેવા સમયમાં પીપળાના પાંદડાનું સેવન કરવું તે તમારી તંદુરસ્ત માટે લાભદાયી છે. દરરોજ પાંદડાનું સેવન કરવાથી તમને આરામ મળશે.
 
તમારી ઈમ્યુનિટી સિસ્ટમ થશે બુસ્ટ
પીપળાના પાંદડા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. કોરોના મહામારીના સમયગાળામાં જો તમારૂ ઈમ્યુનિટી સિસ્ટમ સારી હશે તો તમને કોરોના સામે રક્ષણ મેળવવામાં મદદરૂપ થશે. પીપળાના પાંદડા સાથે ગળોનું મિક્સ કરીને તેનું સેવન કરવું જોઈએ અને દિવસમાં 4 વખત કરવું જોઈએ.
 
તમારા લીવરને બનાવશે મજબૂત
વધુ દારૂનું સેવન કરવાથી તમારા લીવર પર તેની અસર પડી શકે છે. આવા સમયમાં લીવરને તંદુરસ્ત રાખવા માટે પીપળાનું સેવન કરવું તે જરૂરી છે. જેથી લીવર ખરાબ થયાથી બચવ થઈ શકે છે. લીવરની બિમારી વાળા લોકોને ડોક્ટર દરરોજ પીપળો લેવા માટેની સલાહ આપે છે.


કફની સમસ્યા થશે દૂર
જો તમને કફની સમસ્યા હોય તે ટેન્શન ન લેતા પીપળાના પાંદડા તમારા માટે એક સારો વિકલ્પ છે. જેથી તમને કફથી જલ્દીથી રાહત મળી જશે. પીપળાના પાંદડાનું સૂપ બનાવીને પીવાથી કફ જળમૂળથી તેનો નાશ થઈ જશે.
 
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube