આ ખાસ પ્રકારના ડાયટથી ઓછુ થશે કોલેસ્ટ્રોલ, હૃદયની બીમારી પણ ઓછી થશે
Plant Based Diet: જો શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા વધી જાય તો દિલની બીમારીઓનો ખતરો વધી જાય છે, પરંતુ પ્લાન્ટ બેસ્ટ ડાઇટથી તેની આશંકાને ઓછી કરી શકાય છે.
નવી દિલ્હીઃ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે આપણે વિવિધ ઉપાયો કરીએ છીએ પરંતુ સફળતા મળતી નથી, હવે ટેન્શન લેવાની જરૂર નથી, તાજેતરમાં જ એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે બદામ, સોયા, મસૂર, લીલીઓ (પ્લાન્ટ બેઝ્ડ ફૂડ) અને સ્ટેરોલ્સને થોડી માત્રમાં લેવાથી બ્લડ પ્રેશર, ટ્રાઈગ્લિસરાઈડ્સ અને સોજા આવવા તેમજ હ્રદયની બીમારી સહિત કેટલાક બીમારીનું જોખમ ઘટી જાય છે. સંશોધકોના મતે, આવી પેટર્નને પોર્ટફોલિયો આહાર તરીકે ઓળખવામાં આવે છે અને તે 2000-કેલરી આહાર પર આધારિત છે.
પ્લાન્ટ બેઝ્ડ ફૂડથી ફાયદા
ઓછા કોલેસ્ટ્રોલવાળા ખોરાક સાથે છોડ આધારિત ખોરાક લેવાથી લો-ડેન્સિટી લિપોપ્રોટીન કોલેસ્ટ્રોલ 30 ટકા ઘટે છે. વધુમાં, સંશોધકોએ શોધી કાઢ્યું કે આ આહારનું સેવન કરવાથી હાર્ટ એટેક સહિત હ્રદય રોગનું એકંદર જોખમ 13 ટકા જેટલું ઓછું થઈ ગયું છે.
રિસર્ચમાં થયો ખુલાસો
‘અમે જાણીએ છીએ કે પોર્ટફોલિયો આહાર એલડીએલ કોલેસ્ટ્રોલ ઘટાડે છે, પરંતુ તે બીજું શું કરી શકે છે તેની અમારી પાસે સ્પષ્ટ માહિતી નથી’ કેનેડાની યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોના સહયોગી પ્રોફેસર જૉન સિવેનપાઇપરે જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ ચોંકાવનારો કિસ્સો: મહિલાના સ્તનની સાઈઝ અચાનક વધી ગઈ, ડોક્ટરે કહ્યું-'આ તો શરીરની ચરબી' પણ પછી જે થયું....
શું કહી રહ્યાં છે એક્સપર્ટ્સ?
જૉન સિવેનેપાઇપરે કહ્યું, 'આ અભ્યાસ આહારની અસરો અને તેની સ્વાસ્થ્ય ક્ષમતાઓને વધુ સ્પષ્ટ અને વધુ વિશ્વસનીયતા સાથે સમજાવે છે.' કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ જર્નલમાં પ્રકાશિત થયેલા વિશ્લેષણમાં, સંશોધકોએ 400 દર્દીઓ સાથે સાત નિયંત્રિત ટ્રાયલ હાથ ધર્યા.
આ રોગોનું જોખમ ઓછું રહેશે
જ્હોન સિવેનપાઇપરને જાણવા મળ્યું કે બ્લડ પ્રેશરના જોખમમાં 2 ટકા અને બળતરાના જોખમમાં 32 ટકાનો ઘટાડો થયો છે. આહાર અને જીવનશૈલીમાં ફેરફાર કરીને, દર્દી ઉચ્ચ કોલેસ્ટ્રોલ અને રક્તવાહિની રોગના જોખમને ઘટાડી શકે છે, અને વર્તમાન અભ્યાસ આ દિશામાં વધુ દલીલો પ્રદાન કરે છે, સંશોધકોએ જણાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube