Plastic Tea Sieve Side Effects: જો તમે ચાના શોખીન છો તો ખાસ ધ્યાન રાખજો કે તમે ચા સાથે 'ઝેર' તો નથી પી રહ્યા ને..!  અહીં અમે પ્લાસ્ટિકની ગરણી વિશે વાત કરી રહ્યા છીએ, જેનો ઉપયોગ ઘરો અને રસ્તાની બાજુના ટી સ્ટોલમાં આડેધડ રીતે કરવામાં આવે છે. આપણામાંથી ઘણા લોકો આનું ધ્યાન રાખતા નથી અને કોઈપણ ચિંતા વગર ચાની મજા માણે છે. તો તમને જણાવી દઈએ કે પ્લાસ્ટિકની ગરણીનો ઉપયોગ તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્લાસ્ટિકની ગરણી
જ્યારે કોઈ પણ ગરમ ખોરાક અથવા પીણું પ્લાસ્ટિકના સંપર્કમાં આવે છે, ત્યારે તે આપણા સ્વાસ્થ્ય માટે જોખમી બની જાય છે. માત્ર પ્લાસ્ટિકની ગરણી જ નહીં, પ્લાસ્ટિકના કપ, પ્લેટ અને ચમચી પણ ખોરાકને જોખમી બનાવે છે. કેટલીકવાર પ્લાસ્ટિકની ગરણી રિસાયકલ પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવે છે. જેવી તમે ચાને ગાળો છો તરત જ પ્લાસ્ટીકના ઝેરી રસાયણો તેમા ભળી જાય છે, જે ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે.


પ્લાસ્ટિકની ગરણીના ગેરફાયદા


1. કેન્સરનું જોખમ
પ્લાસ્ટિકમાં મેટ્રોસ્મિન અને બિસ્ફેનોલ જેવા હાનિકારક રસાયણો જોવા મળે છે, જે આપણા શરીરમાં કેન્સર ફેલાવવાનું કામ કરે છે, આ એક ખતરનાક રોગ છે જે માણસને મારી નાખે છે.


2. સગર્ભા સ્ત્રીઓને નુકસાન
સગર્ભા સ્ત્રીઓએ ભૂલથી પણ પ્લાસ્ટિકની ગરણીવાળી ચા ન પીવી જોઈએ કારણ કે તે બાળકમાં માઇક્રોપ્લાસ્ટિક્સનું સંક્રમણ પણ કરી શકે છે, જે તેના સ્વાસ્થ્ય માટે જોખમી છે.


3. કિડની પર અસર
ઘણા સંશોધનોમાં તે સાબિત થયું છે કે પ્લાસ્ટિકના સંપર્કમાં આવતા પીણાં પીવાથી કિડનીને નુકસાન થાય છે, કારણ કે તે કિડનીની ફિલ્ટરિંગ પ્રક્રિયાને અસર કરે છે.


4. પુરુષોમાં નપુંસકતા
જો પુરૂષોને પ્લાસ્ટિકની ગરણીનો ઉપયોગ કરવાની આદત હોય, તો તેને તરત જ બદલી નાખો, કારણ કે તે નપુંસકતા તરફ દોરી શકે છે.


5. પાચનતંત્ર
ટી સ્ટ્રેનરમાંથી નીકળતા માઇક્રોપ્લાસ્ટિક્સ આપણા આંતરડાના સ્વાસ્થ્યને બગાડે છે, જેના કારણે આપણું પાચનતંત્ર બગડી શકે છે.


6. મગજ પર અસરો
પ્લાસ્ટિકમાં હાજર જોખમી રસાયણો આપણા મગજ પર ખરાબ અસર કરે છે, યાદશક્તિ અને એકાગ્રતાને પણ અસર કરે છે.


પ્લાસ્ટિકની ગરણી તરત જ ફેંકી દો
આપણે આપણા ઘરો કે દુકાનોમાંથી પ્લાસ્ટિકની ગરણી તુરંત ફેંકી દેવી જોઈએ, તેના બદલે આપણે સ્ટીલની ગરણીનો ઉપયોગ કરી શકીએ છીએ. કેટલાક લોકો સુતરાઉ કાપડમાંથી બનેલા સ્ટ્રેનરનો પણ ઉપયોગ કરે છે જે સુરક્ષિત છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)


આ પણ વાંચો:
ગુજરાતમાં આજે પણ ભારે વરસાદની આગાહી, વરસાદની આ અનિયમિત-અનરાધાર પેટર્ન શું સૂચવે છે?
ટમેટાની ચોરી ન થાય તે માટે વેપારી રાખ્યા બોડી ગાર્ડ, ગ્રાહકોને આપી આવી ચેવતણી
વરસાદની સિઝનમાં લો મકાઈની મજા! જાણી લો મકાઈ ખાવાના મોટા ફાયદા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube