હેલ્ધી રહેવા માટે દાડમનો જ્યૂશ પીતા લોકો ચેતી જજો, દાડમથી થઈ શકે છે આ મોટી તકલીફો
દાડમ સ્વાદિષ્ટ, મધુર અને રસદાર ફળ છે. લોકો તેના ફાયદાઓ વિશે તો જાણતા હશે. પરંતુ તેના નુકસાન વિશે ઘણા લોકો અજાણ હોય છે. સૌથી વધુ એન્ટીઓક્સીડેન્ટના ગુણ ધરાવતા ફળથી નુકસાન પણ થઈ શકે.
નવી દિલ્હીઃ સફરજન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે એક સફરજન તમને દિવસભર ઉર્જાથી ભરપૂર અને બીમારીઓથી દૂર રાખે છે. જો કે, સફરજન સિવાય પણ ઘણા એવા ફળ છે જે સ્વાસ્થ્યપ્રદ માનવામાં આવે છે. વિટામિન્સ અને મિનરલ્સ ઉપરાંત અલગ-અલગ ફળોમાં વિવિધ પોષક તત્વો હોય છે. પૌષ્ટિક ફળોની યાદીમાં દાડમનો સમાવેશ થાય છે. દાડમ એક સ્વાદિષ્ટ, મધુર અને રસદાર ફળ છે. તે ઘણા રોગોમાં પણ ફાયદાકારક છે. તબીબો અશક્તિ દૂર કરવા માટે દાડમ ખાવાની સલાહ આપે છે. દાડમ વિટામિન સી અને બીનો સારો સ્ત્રોત છે. તેમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, સેલેનિયમ અને ઝિંક ભરપૂર માત્રામાં હોય છે. દાડમના સેવનથી સ્વાસ્થ્ય લાભો તો છે પરંતું શું તમે દાડમથી થતા નુકસાન વિશે જાણો છો. આ અહેલાવમાં અમે તમને દાડમના ફાયદા અને નુકસાન વિશે જણાવશું.
1) કોષીકાઓને મજબૂત કરે છે-
દાડમમાં શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. દાડમના રસમાં અન્ય ફળોના રસ કરતાં વધુ એન્ટીઑકિસડન્ટ હોય છે. તેના સેવનથી કોષીકાઓને નુકસાનથી બચાવી શકાય છે અને સોજાને ઘટાડી શકાય છે.
2) કેન્સર નિવારણ-
કેન્સરથી પીડિત લોકો માટે દાડમનો રસ ફાયદાકારક છે. પ્રોસ્ટેટ કેન્સરની કોષીકાઓને રોકવા માટે દાડમના રસનું સેવન કરવું જોઈએ. તે કેન્સરનું જોખમ પણ ઘટાડી શકે છે.
3) અલ્ઝાઈમરથી બચાવે છે-
દાડમના દાણા અલ્ઝાઈમર રોગને વધતા અટકાવે છે અને વ્યક્તિની યાદશક્તિ જાળવી રાખવામાં મદદ કરે છે.
4) પાચનક્રિયા-
દાડમનો રસ આંતરડાના સોજાને ઓછો કરીને પાચનમાં સુધારો કરી શકે છે. જો કે, ઝાડાના દર્દીઓને દાડમના રસનું સેવન ન કરવાની સલાહ આપવામાં આવે છે.
5) હ્રદય રોગ-
દાડમનો રસ હ્રદય રોગ માટે ફાયદાકારક છે. હૃદય અને ધમનીઓને વિવિધ રોગોથી બચાવવા માટે દાડમના રસનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે.
6) બ્લડ પ્રેશર-
દાડમનો રસ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે.
7) ડાયાબિટીસ-
ડાયાબિટીસ કે ડાયાબિટીસની સારવારમાં દાડમનો રસ પીવો જોઈએ. દાડમ ઈન્સ્યુલિન ઘટાડવા અને બ્લડ સુગર ઘટાડવામાં ઉપયોગી છે.
દાડમનું સેવન કરવાથી થતું નુકસાન-
1) દાડમની છાલ, મૂળ અથવા દાંડીનો વધુ પડતો ઉપયોગ અસુરક્ષિત છે, કારણ કે તેમાં ઝેર હોઈ શકે છે.
2) લો બ્લડ પ્રેશર ધરાવતા દર્દીઓએ દાડમના રસનું ઓછી માત્રામાં સેવન કરવું જોઈએ.
3) ઝાડા દરમિયાન દાડમના રસનું સેવન ન કરવું જોઈએ.
4) જો તમે તમારી ત્વચા પર દાડમનો રસ લગાવો છો, તો ઘણા લોકોને ખંજવાળ, સોજો અથવા શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે.
(Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલું નુસ્ખા અને સામાન્ય માહિતી પર આધારીત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂરથી લો. ZEE ન્યુઝ તેની પુષ્ટી કરતું નથી.)