Diabetes: ડાયાબિટીસ એવો રોગ છે જે એકવાર થઈ જાય તો પછી જીવનભર પીછો નથી છોડતો. જેને ડાયાબિટીસ થાય તે પ્રાર્થના કરે કે આ રોગ દુશ્મનને પણ ન થાય કારણ કે ડાયાબિટીસમાં બ્લડ સુગર લેવલ રાખવું ખૂબ જ મુશ્કેલ હોય છે. ડાયાબિટીસના દર્દીને જો કેટલીક સમસ્યાઓ થાય તો જીવ જોખમમાં પણ મુકાઈ શકે છે. ડાયાબિટીસના દર્દીને કિડની અને હાર્ટની સમસ્યા થાય તેનું જોખમ પણ વધારે હોય છે. તેથી જ ડાયાબિટીસના દર્દીઓને કેટલીક વસ્તુઓ ખાવામાં ધ્યાન રાખવું પડે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: આ 5 પ્રકારના ઉકાળા પીવાનું રાખશો તો કડકડતી ઠંડી તમારું કંઈ નહીં બગાડી શકે


જોકે ડાયાબિટીસના દર્દીઓ દાડમ બિન્દાસ ખાઈ શકે છે. દાડમનું સેવન કરવાથી ડાયાબિટીસના દર્દીઓને ઘણા બધા ફાયદા થાય છે. તેનાથી બ્લડ સુગર લેવલ મેન્ટેન રહે છે અને સાથે જ ઘણા બધા રોગથી શરીરનું રક્ષણ થાય છે. દાડમ પોષક તત્વોથી ભરપૂર હોય છે. દાડમમાં વિટામિન સી, વિટામીન બી, વિટામીન કે, ફાઇબર, ઓમેગા 6 ફેટી એસિડ, એન્ટિઓક્સિડન્ટ, પોટેશિયમ અને ઝીંક જેવા પોષક તત્વો હોય છે. જે આપણા શરીર માટે લાભકારી છે. જો ડાયાબિટીસના દર્દી દાડમનું સેવન કરે તો તે શરીરની અંદર દવા જેવી અસર કરે છે.


આ પણ વાંચો: રાત્રે આ બે મસાલામાં મધ ઉમેરી ચાટી જાશો તો બરફની જેમ ઓગળી જશે છાતીમાં જામેલો કફ


દાડમ ખાવાથી થતા ફાયદા


- દાડમ લાલ હોય કે સફેદ તે એન્ટી ડાયાબિટીસ ગુણોથી ભરપૂર હોય છે. તે ડાયાબિટીસના રોગીઓ માટે દવાથી કમ નથી. તેને ખાવાથી શરીરને ભરપૂર માત્રામાં ફાઇબર મળે છે. દાડમનું જ્યુસ પીવાથી બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ મળે છે. 


- જે લોકોના શરીરમાં રક્તની ઉણપ હોય અને તેમને થાક અને નબળાઈ લાગતી હોય તો તેમણે નિયમિત રીતે દાડમનું જ્યુસ પીવું જોઈએ. તેનાથી શરીરમાંથી આયરનની કમી દૂર થાય છે અને રેડ બ્લડ સેલ્સ વધે છે.


આ પણ વાંચો: ખાલી પેટ કાળી દ્રાક્ષ ખાવાથી થશે 5 જબરદસ્ત ફાયદા, ફુગ્ગા જેવું ફુલેલું પેટ થશે અંદર


- દાડમ એન્ટિ ઓક્સિડન્ટ પ્રોપર્ટીઝથી ભરપૂર હોય છે. પ્રેગ્નન્સી દરમિયાન દાડમનું સેવન કરવાથી શરીરને જરૂરી બધા જ પોષક તત્વો મળી રહે છે. દાડમમાં ફોલેટ પણ હોય છે જે ગર્ભવતી મહિલા અને ગર્ભસ્થ બાળક માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)