નવી દિલ્હી: કોઇપણ મહિલા માટે મા બનવું સૌથી વધારે સુખદ અનુભવ હોય છે. આ શક્તિ માત્ર એક માતામાં જ હોય છે, જેના કારમે તે પોતાની સંતાન માટે કોઇપણ પ્રકારનું દર્દ સહન કરવા માટે તૈયાર રહે છે. જો કે, મા બનવાની પ્રક્રિયા અથવા ગર્ભાવસ્થાનો સમય એટલો સરળ નથી હોતો, જેટલો આપણને લાગે છે. પ્રગ્નન્સી (Pregnancy) દરમિયાન અને ડિલીવરી (Delivery) બાદ પણ મહિલા માટે શરીરમાં ઘણા ફેરફાર આવે છે, જેના કારણે ઘણી વખત મા બનવા પર મૂશ્કેલી ઉઠાવી પડતી હોય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- Corona નું નવું ખતરનાક સ્વરૂપ સામે આવ્યું, કોરોનાને હળવાશમાં લેનારા લોકો ખાસ વાંચે


સામાન્ય છે સ્ટ્રેચ માર્ક્સની સમસ્યા
વજનનું અચાનક વધવા અથવા ઘટવાથી પેટ પર બનેલા નિશાનને સ્ટ્રેચ માર્ક્સ કહેવામાં આવે છે. આ નિશાન મહિલાઓ અને પુરૂષો બંનેના પેટ પર જોવા મળે છે. જો કે, પુરૂષોની સરખામણીએ મહિલાઓમાં આ સમસ્યા વધારે સામાન્ય છે. લગભગ 90 ટકા ગર્ભવતી મહિલાઓ અને નવી માતા બનવા પર પ્રેગ્નન્સી દરમિયાન અને ડિલીવરી બાદ સ્ટ્રેચ માર્ક્સની સમસ્યા જોવા મળે છે. આ એક પ્રાકૃતિક પ્રક્રિયા છે અને એટલા માટે સ્ટ્રેચ માર્ક્સની સમસ્યાને રોકવી શક્ય નથી. જો કે, પોતાની સ્કિન કેર રિઝીમમાં જરૂરી ફેરફાર કરી સ્ટ્રેચ માર્ક્સની સમસ્યાને કેટલાક અંશ સુધી ઘટાડી શકો છો. સ્કિન એક્સપર્ટ ગજલ અલધથી જાણો સ્ટ્રેચ માર્ક્સને ઘટાડવા માટેના ઘરેલું ઉપાય.


આ પણ વાંચો:- Corona Updates: કોરોનાએ મચાવ્યો હાહાકાર, 24 કલાકમાં 92 હજાર કરતા વધુ નવા દર્દીઓ


સ્ટ્રેચ માર્ક્સ ઘટાડવાના ઘરેલું ઉપાય
સ્ટ્રેચ માર્ક્સ ઘટાડવા માટે મોટાભાગની મહિલાઓ બ્યૂટી ટ્રીટમેન્ટ અને કેમિકલ યુક્ત ક્રીમ પર નિર્ભર રહે છે. જો કે, આ સૌથી વધારે સારું રહેશે કે સ્ટ્રેચ માર્ક્સને ઘટાડવા માટે તમે ઘરેલું ઉપાય (Home Remedies)નો ઉપયોગ કરો. જાણો કેટલાક સરળ અને અસરકારક ઘરેલું ઉપાય.


આ પણ વાંચો:- સારા સમાચાર: કોવિશીલ્ડ વેક્સિનનું ભારતમાં ટૂંક સમયમાં શરૂ થઇ શકે છે ટ્રાયલ


1. વધારે પાણી પીવો: જીવન માટે પાણી અમૃત માનવામાં આવે છે. તે ન માત્ર જીવતા રહેવામાં તમારી મદદ કરે છે, પરંતુ કોષો (Cells)ને પણ સ્વસ્થ કરે છે. ત્વચાની ઇલાસ્ટિસિટી (Elasticity)ને વધારી પામી સ્ટ્રેચ માર્ક્સને ઘટાડે છે. દિવસમાં ઓછામાં ઓછું 8થી 10 ગ્લાસ પાણી પીવાથી સ્કિન નરમ રાખી શકાય છે. સ્ટ્રેચ માર્ક્સને ઘટાડવા માટે કોફી, ચા અને સોડા જેવી ડિહાઇડ્રેટીંગ (Dehydrating) પદાર્થોને તમારા ડાયટ (Diet)થી બહાક કરો.


આ પણ વાંચો:- Corona Updates: રોકેટ ગતિથી વધી રહ્યો છે કોરોના, આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા અત્યંત ડરામણા


2. નિયમિત વ્યાયામ જરૂરી: આપણી ત્વચા અને સ્નાયુઓને સ્વસ્થ રાખવા માટે નિયમિત વ્યાયામ (Exercise) કરવું જરૂરી છે. સ્નાયુઓની મજબૂતી અને ડિલીવરી બાદ સ્ટ્રેચ માર્ક્સની સમસ્યાને ઘટાડવા માટે યોગ, સ્વિમિંગ અને વોકિંગ જેવી હળવા વ્યાયામને તમારી દિનચર્યા (Lifestyle)માં સામેલ કરવું જરૂરી છે. નિયમિત રીતે વ્યાયામ કરવાથી સ્કિનને ટાઇટ બનાવી શકાય છે અને તે પણ ઝડપી સ્વસ્થ થાય છે. જો કે, કસરત વિશે તાણ ન લો અને તમારા શરીરને જેટલી કસરત કરવાની મંજૂરી મળે તેટલું કસરત કરો. આ માટે, તમે તમારા ડોક્ટર અથવા કોઈપણ માવજત નિષ્ણાતની સલાહ પણ લઈ શકો છો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube