નવી દિલ્લીઃ આપણા શરીરને પોષક તત્વોની જરૂર હોય છે, પરંતુ તે પોષક તત્વો આપણા શરીરમાં મર્યાદિત માત્રામાં હોય તે પણ જરૂરી છે. જો આપણા શરીરમાં તેની માત્રા વધી જાય તો આપણા શરીરને નુકસાન થઈ શકે છે. આજે આપણે પોટેશિયમ વિશે વાત કરવા જઈ રહ્યાં છીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોટેશિયમ આપણા શરીર માટે જરૂરી પોષક તત્વોમાંનું એક છે. પરંતુ શું તમે જાણો છો કે જો આપણા શરીરમાં પોટેશિયમની માત્રા વધી જાય છે, તો તેનાથી નુકસાન પણ થઈ શકે છે. તેની સાથે વ્યક્તિના શરીરમાં લક્ષણો પણ જોવા મળી શકે છે. આજે અમે આપને જણાવીશું કે શરીરમાં પોટેશીયમનું સ્તર વધી જવાથી કેવા લક્ષણો જોવા મળે છે. પોટેશિયમનું સ્તર સામાન્ય રીતે ત્યારે વધે છે જ્યારે પોટેશિયમથી ભરપૂર ખોરાક વધુ પ્રમાણમાં લેવામાં આવે છે. આવી સ્થિતિમાં, પોટેશિયમનું સ્તર વધે ત્યારે શું લક્ષણો જોવા મળે છે તે જાણો-


પોટેશિયમ વધવાથી જોવા મળશે આ લક્ષણો:


  • શરીર સુન્ન પડી જવુ કે પછી શરીમાં ઝનઝનાટી આવી

  • સ્નાઈયુઓ કમજરો પડવા

  • પોટિશેયમનું સ્તર વધવાથી હ્રદયના ધબકારા અનિયમિત થઈ શકે છે.

  • પોટિશેયમનું સ્તર વધવાથી છાતીમાં દુખાવો થઈ શકે છે

  • પોટિશેયમનું સ્તર વધવાથી ઉલ્ટી કે પછી ઉબકા આવી શકે છે

  • પોટિશેયમનું સ્તર વધવાથી પેટમાં દુખાવો કે પછી શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણ જોવા મળી શકે છે.

  • પોટિશેયમનું સ્તર વધવાથી માનસિક સંતુલન અંગેની પણ તકલીફો થઈ શકે છે

    (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા, ચોક્કસપણે તબીબી સલાહ લો. ZEE ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)