Health Tips: બટેટા હેલ્ધી કે અનહેલ્ધી ? બટેટા રોજ ખાવાને લઈને શું કહે છે સ્વાસ્થ્ય નિષ્ણાંત જાણો
Health Tips: બટેટાનો ઉપયોગ દરેક ઘરમાં લગભગ રોજ થાય છે. પરંતુ રોજ ઉપયોગમાં લેવા છતાં એક પ્રશ્ન લોકોના મનમાં હોય છે કે બટેટા હેલ્ધી છે કે અનહેલ્ધી. ઘણા લોકો બટેટા ખાવાનું શક્ય હોય ત્યાં સુધી ટાળે છે. તો કેટલાક લોકોને રોજ બટેટા શાકમાં જોઈએ જ છે. આવી સ્થિતિમાં સ્વાસ્થ્ય નિષ્ણાંતો શું કહે છે ચાલો જાણીએ વિસ્તારથી.
Health Tips: બટેટા સૌથી લોકપ્રિય શાકભાજીમાંથી એક છે. અન્ય શાકની સરખામણીમાં બટેટા સસ્તા પણ હોય છે અને સરળતાથી મળી રહે છે. બટેટા બારેમાસ મળતું શાક છે. બટેટાની ખાસિયત એ પણ છે કે તે કોઈ પણ શાકભાજી સાથે સરળતાથી ભળી જાય છે. તેનો ઉપયોગ કરીને અલગ અલગ વસ્તુઓ પણ બને છે. જોકે બટેટાને લઈને બીજી એક માન્યતા એવી પણ છે કે બટેટા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. બટેટા ખાવાથી કોલેસ્ટ્રોલ અને બ્લડ સુગર જેવી તકલીફો વધે છે.
જોકે હેલ્થ એક્સપર્ટ નું કહેવું છે કે બટેટા હેલ્ધી અને પૌષ્ટિક હોય છે. તેમાં ફાઇબર પોટેશિયમ આયર્ન વિટામિન સી સહિતના પોષક તત્વો પણ હોય છે. લોકોને બટેટા અને હેલ્ધી એટલા માટે લાગે છે કે બટેટા બનાવવાની રીત અસ્વસ્થ હોય છે.
આ પણ વાંચો:
Curd Benefits: કેવા વાસણમાં જમાવવું જોઈએ દહીં ? જાણો સાચો જવાબ
Coconut: રોજ સવારે કાચુ નાળિયેર ખાવાનો રાખો નિયમ, આ સ્વાસ્થ્ય સમસ્યાઓથી મળશે મુક્તિ
જેને હોય આ બીમારીઓ તેમણે ન ખાવા સાબુદાણા, ખાવાથી ખરાબ થાય છે તબિયત
સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર બટેટા હેલ્થી છે કે અને હેલ્ધી તે વાતનો આધાર એ વસ્તુ પર છે કે તમે તેને કેવી રીતે પકાવો છો. જેમકે બટેટા માંથી તમે ફ્રેન્ચ ફ્રાઈસ જેવી વસ્તુઓ તડીને બનાવો તો તેમાં જેટલા પણ પોષક તત્વો હોય છે તેનો નાશ થઈ જાય છે. આ રીતે બનાવેલી બટેટાની વાનગી ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન ચોક્કસથી થાય.
જો તમે બટેટામાંથી બનેલી વાનગી હેલ્ધી રીતે ખાવા ઇચ્છો છો તો બટેટાને ડીપ ફ્રાય કરવાની બદલે બાફીને કે એર ફ્રાય કરીને ઉપયોગમાં લઈ શકો છો. બટેટા માં રહેલા કાર્બોહાઇડ્રેટ મગજ અને શરીર માટે ઊર્જાનો મુખ્ય સોર્સ હોય છે. અન્ય ફેટની સરખામણીમા તે સરળતાથી પચી જાય છે અને અવશોષિત થાય છે.
આ સિવાય એ વાત પણ જોવી જરૂરી છે કે તમે બટેટાનો ઉપયોગ કઈ વસ્તુ સાથે કરો છો. જેમકે બટેટાને તમે પનીર કે મેયોનીઝ કે ચીઝ જેવી વસ્તુ સાથે ઉમેરો છો તો તેમાં કેલેરીનું પ્રમાણ વધી જાય છે.
રોજ એક બટેટુ ખાવું ફાયદાકારક સાબિત થઈ શકે છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર તેનાથી બ્લડ પ્રેશર ઓછું થાય છે. બટેટા માં રહેલા ફાઇબર અને પોટેશિયમ હૃદય માટે પણ સારા હોય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)