બટાકા બગાડી શકે છે તમારી તબીયત, બટાકાથી થઈ શકે છે અનેક બીમારીઓ! રિસર્ચમાં થયો ઘટસ્ફોટ
હાર્ડવર્ડ હેલ્થ અનુસાર બટાકામાં કાર્બોહાઈડ્રેડનું પ્રમાણ ઘણું જ વધારે હોય છે. જેને આપણું શરીર ખૂબ જ ઝડપથી પચાવે છે. પણ તેનાથી આપણા શરીરનું બ્લડ શુગર અને ઈશ્યૂલીન ઘણુ જ વધી જાય છે અને અચાનક ઘટી પણ જાય છે. ટેકનીકી રીતે સમજીએ તો મૂળમાં ઉગનારી શાકભાજીમાં ગ્લાઈસેમિક ઈન્ડેક્સ (GI) વધુ માત્રામાં હોય છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ પોષણ તત્વોથી ભરપૂર બટાકાને શાકભાજીઓનો રાજા કહેવામાં આવે છે. કોઈ પણ શાક હોય જો તેમાં બટાકા નાખવામાં આવે તો તે અલગ જ સ્વાદ બનાવી લે છે. જમીનમાં ઉગતા બટાકાની ન્યૂટ્રીશન વેલ્યુ પણ જગજાહેર છે. પરંતુ શું તમે જાણો છો કે બટાકા અનેક અર્થમાં આપણા સ્વાસ્થ્ય માટે ખતરનાક પણ સાબિત થઈ શકે છે. અને આ મુશ્કેલી બટાકામાં હાજર કાર્બોહાઈડ્રેડના કારણે વધે છે.
હાર્ડવર્ડ હેલ્થ અનુસાર બટાકામાં કાર્બોહાઈડ્રેડનું પ્રમાણ ઘણું જ વધારે હોય છે. જેને આપણું શરીર ખૂબ જ ઝડપથી પચાવે છે. પણ તેનાથી આપણા શરીરનું બ્લડ શુગર અને ઈશ્યૂલીન ઘણુ જ વધી જાય છે અને અચાનક ઘટી પણ જાય છે. ટેકનીકી રીતે સમજીએ તો મૂળમાં ઉગનારી શાકભાજીમાં ગ્લાઈસેમિક ઈન્ડેક્સ (GI) વધુ માત્રામાં હોય છે.
GI ફૂડ કન્ટેનિંગ કાર્બોહાઈડ્રેડ માટે એક રેટિંગ સિસ્ટમ છે જે એ દર્શાવે છે કે કોઈ ફૂડ ઝડપથી તમારા શરીરમાં બ્લડ શુગર (ગ્લુકોઝ) લેવલને પ્રાભાવિત કરે છે. ફૂડ જેટલી ઝડપથી બ્લડ ગ્લુકોઝમાં તૂટે છે. બ્લડ શુગર લેવલ પર તેની તેટલી જ વધુ અસર પડે છે. આ શરીરમાં ટાઈપ-2 ડાયાબિટીસના જોખમની લાલબત્તી સમાન છે.
આ સિવાય હાઈ ડાયટ્રી ગ્લાઈસેમિક વસ્તુઓ ખાધા તુરંત બાદ વ્યક્તિને ફરીથી ભૂખ લાગી શકે છે. હારવર્ડ હેલ્થે ચેતવણી જાહેર કરી છે કે આ વસ્તુ ઓવરઈટિંગની મુશ્કેલીને વધારી શકે છે. એટલે ડાયટમાં તેનું સંતુલન બનાવવું જરૂરી છે. એક્સપર્ટ અનુસાર બટાકા અથવા ઝડપથી પચનારા કાર્બોહાઈડ્રેટ યુક્ત કોઈપણ વસ્તુ લાંબા સમય સુધી સતત આહારમાં લેવાથી સ્થૂળતા, ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝનું જોખમ વધી શકે છે. સંશોધકો પહેલાથી લોકોમાં વજન વધવાની સમસ્યાને લઈ ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે.
ધ ન્યૂ ઈન્ગલેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં તેના પર એક સંશોધન પણ થયું છે જેમાં અંદાજિત 20 વર્ષ સુધી એક લાખ 20 હજાર લોકોના ડાયટ અને લાઈફસ્ટાઈલને મોનિટર કરવામાં આવ્યું છે. હકીકતમાં સંશોધક આ વાતથી ચિંતા વ્યક્ત કરે છે કે સમય વીતવાની સાથે સાથે જમવાની નાની નાની વસ્તુઓએ વજન વધારવા અને સ્થૂળતા જેવી સમસ્યાઓને કેવી રીતે વધારી છે. સંશોધક કર્તા અનુસાર ફ્રેન્ડ ફ્રાઈઝ, બેક યા મૈશ કરેલા બટાકાએ લોકોનું વજન ખૂબ ઝડપથી વધાર્યું છે. આ સિવાય જે લોકોએ પોતાની ડાયટમાં આ વસ્તુઓનું સેવન ઓછું કરવું જોઈએ. જેનું વજન ઓછુ વધે છે તે લોકો પોતાના ડાયટમાં લીલા શાકભાજીઓનું પ્રમાણ વધારવું જોઈએ.
હારવર્ડ મેડિકલ સ્કૂલે આ બાબતને લઈ અમેરિકામાં 1 લાખ 87 હજાર પુરુષ અને મહિલાઓ પર થયેલા ત્રણ સંશોધનમાં જોયુ છે. તેમાં બાફેલી, મૈશ અને બાઈલ કરેલા બટાકા, ચિપ્સ અથવા ક્રિસ્પી કરેલી વસ્તુઓનું મહિનામાં એક વખત સેવન કરનારા લોકો કરતા અઠવાડિયામાં ચાર અથવા તેનાથી વધુ વખત સેવન કરનારા લોકોની માત્રા વધુ છે.
સંશોધકોએ નોંધ્યુ છે કે બાફેલા, મેશ અથવા બેક બટાકાને અઠવાડિયામાં ચાર અથવા તેનાથી વધુ વખત સેવન કરનારા લોકોમાં હાઈ બ્લડ બ્રેશરનું જોખમ અન્યની તુલવામાં 11 ટકા વધુ છે. જ્યારે ફ્રેન્ચ ફ્રાઈઝનું સેવન કરનારામાં હાઈ બ્લડ પ્રેશરનું જોખમ મહિનામાં એક સર્વિગ લેનારાની સરખામણીમાં 17 ટકા વધુ છે. બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનની સીનિયર ડાયિટિશિયન વિક્ટોરિયા ટેલરે આ સંશોધનના સંબંધમાં જણાવ્યું છે કે આ પ્રકારની સ્ટડી માત્ર એક જોડાણના વિશે જણાવી શકે છે. કારણ અથવા પ્રભાવ વિશે નહી. એટલે આપણે એવુ ના કહી શકીએ કે બટાકા હાઈ બ્લડ પ્રેશરનું કારણ બને છે.
Disclaimer: The information on this site is not intended or implied to be a substitute for professional medical advice, diagnosis or treatment. All content, including text, graphics, images and information, contained on or available through this web site is for general information purposes only.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube