નવી દિલ્લીઃ ગર્ભાવસ્થા દરમિયાન હોર્મોનસ ફેરફારોના કારણે મહિલાઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તણાવ પણ એ જ પરેશાનીઓનો ભાગ છે. પરંતુ અમુક મહિલાઓને વધારે વિચારવાની અને તણાવ લેવાની આદત હોય છે. આવી સ્થિતિમાં મહિલાઓ ખુદ જ પોતાની સમસ્યા વધારે છે. આનાથી ગર્ભવતી મહિલાઓનું બીપી હાઈ થવાનો રિસ્ક પણ રહે છે. હાઈ બીપી ઘણીવાર બાળક માટે વધારે નુકસાનદાયક હોય છે. આ સ્થિતિમાં ઘણીવાર પ્રી-મેચ્યૌર ડિલીવરી અથવા મિસ્કેરેજનું જોખમ વધી જાય છે. સાથે જ બાળકના ગ્રોથ પર નકારાત્મક અસર પડી શકે છે. બાળકના દિમાગી વિકાસમાં અડચણ ઉભી થાય છે. આ સાથે ફેફસા સાથે જોડાયેલી સમસ્યા સર્જાવાનો રિસ્ક પણ વધી જાય છે. એટલા માટે પ્રોગનેન્સી દરમિયાન તણાવ લેવો ન જોઈએ. જો તમે પણ વધારે પડતો તણાવ અનુભવી રહ્યા છો તો આ રીતે તેને નિયંત્રિત કરી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રેગનેન્સીમાં તણાવથી બચવાના ઉપાયઃ


1. મેડિટેશન કરવાથી તમારું દિમાગ શાંત રહે છે. અને ચંચળતા ઓછી થઈ જાય છે. એટલા માટે નિયમિત રૂપે સવારે અને સાંજે કોઈ પણ શાંત સ્થળે બેસીને મેડિટેશન કરવું જોઈએ. 


2. દરેકના કોઈને કોઈ શોખ જરૂર હોય છે. લગ્ન બાદ જવાબદારીઓ વધી જાય છે તેથી મહિલાો પોતાના શોખને પણ ભૂલી જાય છે. પ્રેગનેન્સીનો આ સમય તે શોખને પૂરા કરવાનો છે. આ સમયમાં તમે પોતાને મનગમતું કામ જેમ કે, સિંગિંગ, પેઈન્ટિંગ, રાઈટિંગ વગેરે કરી શકો છે. જેનાથી તમને ફ્રેશ ફીલ થશે. અને તમારા અંદરની નકારાત્મકતા પણ દૂર થશે. 


3. ઘણીવાર ઘરની અમુક વાતો ખુબ ચિંતા અપાવે છે. ખાસ કરીને મહિલાઓ આવી તમામ વાતોને મનમાં રાખીને બેસી જાય છે. અને તેના વિશે જ વિચાર્યા કરે છે. તેનાથી પણ તણાવ વધી શકે છે. તમે જેના પર સૌથી વધારે વિશ્વાસ મૂકો છો, તેમને પોતાના મનની વાત કહી દો. તેનાથી તમારો બોજ હળવો થશે અને તણાવ પણ ઓછો થશે.


 



4. જો તમને વાંચવાનો શોખ છે તો તે સારી વાત છે. આ શોખને તમે વધારો કેમ કે, તેનાથી તમારું મન નકામી વાતોથી દૂર રહેશે. સાથે જ તમારા બાળકનો માનસિક વિકાસ પણ સારી રીતે થશે.  તમામ રિસર્ચ જણાવે છે કે, પુસ્તકો વાંચવાથી બાળકનું આઈક્યૂ લેવલ સારું હોય છે. પરંતુ આ સમયમાં તમે તે જ પુસ્તકો વાંચો જે સકારાત્મકતા આપી શકે. કોઈ ધાર્મિક પુસ્તકને પણ વાંચી શકો છો. 


(નોંધ- આ લેખમાં આપેલી જાણકારીઓ સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ZEE 24 કલાક આની પુષ્ટિ નથી કરતું.)