બાળક ઈચ્છતા હોવ તો મહિલાઓની સાથો-સાથ પુરુષોએ પણ કઈ બાબતોનું રાખવું જોઈએ ખાસ ધ્યાન?
Pregnancy Food: તમે પણ બાળક રાખવા માંગતા હોવ તો એના પહેલાં તમારે કેટલી બાબતોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર હોય છે. ખાસ કરીને પ્રેગ્ન્સી પહેલાં મહિલાઓએ કેવો ખોરાક લેવો અને કેવો નહીં તે સૌથી મહત્ત્વની બાબત છે. જાણો શું કહે છે નિષ્ણાતો...
Pregnancy Food: બેબી પ્લાનિંગ કરતા પહેલાં કેટલી બાબતો સૌથી અગત્યની હોય છે. એમાં સૌથી અગત્યની બાબત છે માતાનો ખોરાક. એટલેકે, જે મહિલા ગર્ભ ધારણ કરવા માંગતી હોય તે કેવો ખોરાક લઈ રહી છે. તેનો ખોરાક ખુબ જ પોષ્ટીક અને હેલ્ધી હોવો જોઈએ. કારણકે, તે જેવું ખાશે તેની અસર તેના ગર્ભમાં રહેલાં સંતાન પર અને એની હેલ્થ પર થશે. એટલું જ નહીં પુરુષોએ એટલેકે, બાળકના પિતાએ પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે.
બેબી પ્લાનિંગ વખતે પુરુષોએ કઈ બાબતોનું ધ્યાન રાખવું?
નિષ્ણાતોના મતે બેબી પ્લાનિંગ વખતે પુરુષોએ પણ કેટલી બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે. ખાસ કરીને બેબી પ્લાનિંગ વખતે પુરુષોએ પણ હેલ્ધી ખોરાક લેવો જોઈએ. પુરુષોએ કોઈપણ પ્રકારના તમાકુ, કે ગુટખાનું સેવન ન કરવું જોઈએ. આવા સમયે પુરુષોએ સ્મોકિંગ બિલકુલ ન કરવું જોઈએ. એટલું જ નહીં બેબી પ્લાનિંગ કરતી વખતે પુરુષોએ આલ્કોહલનું સેવન જરા પણ ન કરવું જોઈએ. આ પ્રકારની વસ્તુઓના સેવનથી તમારા બાળકની હેલ્થ પર ખરાબ અસર પડી શકે છે. એટલું જ નહીં પુરુષોએ બેબી પ્લાનિંગ કરતી વખતે કોઈ પણ પ્રકારના કેફી પીણા કે વધુ પડતી, ચા-કોફીની આદત પર પણ નિયંત્રણ લાવવું જોઈએ. આ સાથે જ વધુ પડતા મરી મસાલા, તામસી ખોરાક આ દરેક વસ્તુઓની અસર તમારા હોર્મોન્સ પર પડે છે. જે તમારા ભાવિ બાળક પર રિફ્લેક્ટ થાય છે. મતલબ કે તે બાળકની હેલ્થને નુકસાન પહોંચાડી શકે છે.
સંશોધનમાં ડાયટ અને ફર્ટિલિટી વચ્ચે એક ખાસ સંબંધ જોવા મળ્યો છે. નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઈન્ફોર્મેશનમાં છપાયેલા એક લેખ મુજબ અનસેચ્યુરેટેડ ફેટ, આખા અનાજ, શાકભાજી, માછલી મહિલાઓ અને પુરુષ બંનેમાં ફર્ટિલિટીને સુધારવા માટે મહત્વનો ભાગ ભજવે છે. જ્યારે કે આલ્કોહોલ, કેફિન, સેચ્યુરેટેડ ફેટ અને શુગર મહિલાઓ અને પુરુષોની ખરાબ ફર્ટિલિટીથી જોડાયેલા હોય છે. આ સાથે જ અનુભવી ડોક્ટરે કેટલીક એવી રીત પણ જણાવી છે કે જેમાં પ્રેગનન્સીની સંભાવના વધી શકે છે.
- બાળક ઈચ્છુક દંપતીઓ માટે સલાહ
- કેટલીક વસ્તુઓથી જાળવો અંતર
- શું ખાવું-શું ન ખાવું તેનું રાખો ધ્યાન
- દંપતી એક સાથે અપનાવો ઉપાય
- બેબી પ્લાનિંગમાં આહાર વધુ લો
દરેક દંપતી એક સમય પછી પરિવાર આગળ વધારવાનું પ્લાનિંગ કરે છે. પરંતુ આ તમામ માટે સરળ નથી હોતું. ક્યારેક પ્રેગ્નન્સી કન્સિવ કરવામાં વધુ સમય લાગી જાય છે. જાણકારોનું કહેવું છે કે જો તમે બેબી પ્લાનિંગ કરી રહ્યાં છો તો ફર્ટાઈલ ડેઝ અને હેલ્ધી વજનને લઈ કેટલાક ખાદ્ય પદાર્થ લેવા જરૂરી છે. આ સાથે જ ફર્ટિલિટી વધારવા માટે યોગ્ય ડાયટ પણ લેવું જરૂરી છે.
બિલકુલ ના ખાવી જોઈએ આ વસ્તુઓઃ
ડાયરમાં કેટલીક જરૂરી વસ્તુઓ શામેલ કરવાની સાથે કેટલીક વસ્તુઓથી અંતર પણ જાળવવું જરૂરી છે. રેડ મીટ, ચીઝ, ઓઈલી ફૂડ, માખણ, ઘી જેવા ફ્રાઈડ અને ફેટવાળી, હાઈકોલોસ્ટ્રોલવાળી વસ્તુઓથી અંતર રાખો. મેંદો અને વ્હાઈટ શુગરનું સેવન બિલકુલ ના કરો. આલ્કોહોલ અને સ્મોકિંગ બિલ્કુલ બંધ કરો, રોટલી બનાવવા માટે મલ્ટીગ્રેન લોટનો ઉપયોગ કરો.
કંટ્રોલ કરો આ વસ્તુઃ
જો બેબી પ્લાન કરી રહ્યા છો તો તમારા શુગર લેવલ પર સતત નજર બનાવી રાખો. શુગર લેવલ વધારવા અને ડાયાબિટીઝથી સ્પર્મની ક્વોલિટી ખરાબ થઈ જાય છે. જો તમારુ શુગર લેવલ સતત વધી રહ્યું છે તો તેને વોકિંગ, ડાયેટિંગ અને દવાઓના માધ્યમથી કંટ્રોલ કરવાનો પ્રયાસ કરો. તેનાથી ફર્ટિલિટીની ક્ષમતા વધી જશે.
ડાયેટમાં વધારો આ વસ્તુઃ
ડોક્ટરોનું માનવુ છે કે પોતાના ડાયટમાં હાઈ પ્રોટીનની માત્રા વધારો આના માટે અંકુરિત મગ, સોયાબીન, પનીર દાળ, બીન્સ, ઈંડાની સફેદ જર્દી, માછલી અને ચીકન ખાવાનો પ્રયાસ કરો. આ બેલેન્સ ડાયટથી દંપતીને પણ તમામ જરૂરી વિટામીન, એન્ટી ઓક્સિડેન્ટ અને મિનરલ્સ કુદરતી રીતે મળી જશે.
બદલવી પડશે જમવાની પેટર્નઃ
ઈનફર્ટિલિટીની સમસ્યાથી લડી રહેલા લોકોને વજન ઓછો કરવાની સલાહ આપવામાં આવે છે. અહીં સુધી કે 5 ટકા વજન ઓછું કરવું પણ ઓવુલેશન સાયકલમાં મદદ કરે છે. ડોક્ટરનું કહેવું છે કે ફર્ટિલિટી વધારવા માટે ત્રણ વાર અલગ અલગ જમવાની જગ્યાએ 5થી 6 વખત થોડું થોડું જમવું જોઈએ. આ સિવાય દંપતીએ રોજ 30થી 45 મિનિટ એક્સરસાઈઝ કરવી જોઈએ. ઘણું પાણી પીવુ જોઈએ અને જો તમારા શરીરમાં વિટામીન ડીની ઉણપ હોય તો ડોક્ટરની સલાહ પર તેવા પોષકતત્વોનો ઉમેરો કરો.
તાજા ફળ અને શાકભાજી:
શક્કરિયુ, શીમલા મરચા જેવા તાજા ફળ અને શાકભાજી ફર્ટિલિટી વધારવામાં ઘણાં જ મહત્વપૂર્ણ હોય છે. ખાટા ફળ, શાકભાજી અને લીલા પાંદડાવાળા શાકભાજીમાં ફોલિક એસિડ હોય છે. જે ફર્ટિલિટી વધારવાની સાથે બાળકોનો વિકાસ પણ સારી રીતે કરે છે. આ તમામ વસ્તુઓના સેવનથી સ્ટ્રેસ દૂર રહે છે જે પ્રેગનન્સી માટે જરૂરી મનાય છે.
રોજ કરે આ વસ્તુનું સેવનઃ
બેબી પ્લાન કરનારા કપલ્સે રોજ સૂકા મેવા ખાવા જોઈએ કારણ કે તેમાં એન્ટી ઓક્સિડન્ટની ભરપૂર માત્રા હોય છે. આ શરીરમાં રિએક્ટિવ ઓક્સિજન સ્પીશીઝ કેમેકિલની માત્રા ઓછી કરે છે. આ કેમિકલ બીજ અને સ્પર્મથી જોડાઈ તેને ખરાબ કરી દે છે. એન્ટી ઓક્સિડેન્ટથી બોડીમાં રિએક્ટિવ ઓક્સિજન સ્પીશીઝ કેમિકલની માત્રા ઓછી થઈ જાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)