કામની વાત! મેન્ટલ હેલ્થને ટ્રેક કરશે PROSIT એપ, જાણો જરૂરી વાતો
શોધકર્તાએ એક એવી એપ (App) બનાવી છે, જે કોઇ વ્યક્તિના ફોનના ઉપયોગને સ્ટડી કરીને તેના માનસિક સ્વાસ્થ્યને ટ્રેક કરે છે. તેને શોધકર્તાએ PROSIT App નું નામ આપ્યું છે. તે ડલહૌજી યુનિવર્સિટીના શોધકર્તાએ તૈયાર કરવામાં આવી છે.
નવી દિલ્હી: શોધકર્તાએ એક એવી એપ (App) બનાવી છે, જે કોઇ વ્યક્તિના ફોનના ઉપયોગને સ્ટડી કરીને તેના માનસિક સ્વાસ્થ્યને ટ્રેક કરે છે. તેને શોધકર્તાએ PROSIT App નું નામ આપ્યું છે. તે ડલહૌજી યુનિવર્સિટીના શોધકર્તાએ તૈયાર કરવામાં આવી છે. આ લોકોના ફોનના ઉપયોગના આધારે તેમાં ચિંતા અને તણાવ જેવી ઘણી માનસિક સ્થિતિ વિશે જાણી શકાય છે.
શોધકર્તાએ તેને પ્રોસિટ એપ (PROSIT) નામ આપતાં જણાવ્યું કે તેમાં એક્સરસાઇઝ, ઉંઘ, કોલ ટ્રેસિંગ, એસએમએસની હિસ્ટ્રી અને મ્યૂઝિકને લઇને તમારી પસંદ-નાપસંદ જેવી વસ્તુઓને ટ્રેક કરવામાં આવે છે. આ તે આધારે મેંટલ હેલ્થ સાથે જોડાયેલી સ્થિતિને અપડેટ કરે છે. તેની ટાઇપિંગ અસ્પીક અને તેના દ્વારા ઉપયોગમાં કરવામાં આવતા હાથના પ્રેશરના આદહરે તેની તમારી ભાવનાત્મક સ્થિતિ વિશે જાણી શકાય છે. આ એપ તમારે કિઓ એક અઠવાડિયાના સર્વશ્રેષ્ઠ અને રોમાંચક ભગ વિશે વાત કરવા માટે 90 સેકન્ડ ઓડિયો ક્લિપ રેકોર્ડ કરવા માટે કહેશે.
ત્યારબાદ ઉપયોગકર્તાને પાંચ બિંદુવાળા એક પેરામીટર પર પોતાના ઇમોશન્સને સેલ્ફ ટેસ્ટ કરવા માટે કહેવામાં આવશે. આ એપ અત્યારે ટેસ્ટિંગના દોરમાંથી પસાર થઇ રહી છે. તેને લગભગ 300 લોકો યૂઝ કરી રહ્યા છે. તેમાંથી મોટાભાગના લોકો એવા છે, જે માનસિક સમસ્યાના દર્દી છે. યૂઝર્સને પોતાના ડેટા અને ગોપનીયતાને લઇને ચિંતા રહે છે અને ડેવલર્પસે આ વાતનું સારી રીતે ધ્યાન રાખ્યું છે. આ સમસ્યાનો સામનો કરવા માટે એક રીત શોધી કાઢી છે. એપ્લિકેશનના ઉપયોગ પહેલાં યૂઝર પાસેથી પરમિશન લેવામાં આવે છે કે તે એપ ડેવલપર્સને તે ડેટા એક સુરક્ષિત સ્થળે સ્ટોર કરવાની પરવાનગી આપે છે.
આ એપ કોઇ માનસિક સ્વાસ્થ્ય કોઇ એનાલિસિસ કરતી નથી પરંતુ મનોવૈજ્ઞાનિક ટ્રેકિંગ કરે છે. આ પ્રકારે આ ઉપયોગી સાબિત થઇ શકે છે. 2020માં દુનિયાભરમાં કોરોના વાયરસ સંક્રમણના કારણે માનસિક સ્વાસ્થ્યમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. લોકો જલદી બેચેન થઇ જાય છે. આ સાથે જ ગભરામણ અને અનિદ્રાનો શિકાર થઇ રહ્યા છે. એવામાં આ એપ તેમને મદદગાર સાબિત થઇ શકે છે.