Health Tips: જે લોકોને ડાયાબિટીસ હોય છે તેમના મનમાં પ્રશ્ન હોય છે કે ડાયાબિટીસમાં કિશમિશ ખાવી કે નહીં. કિશમિશ ખાવાથી બ્લડ સુગર લેવલ વધી જાય કે કંટ્રોલમાં રહે ? આ બધા જ પ્રશ્નોનો જવાબ આજે તમને જણાવીએ. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર ડાયાબિટીસના દર્દીઓ પણ કિશમિશ સેવન કરી શકે છે પરંતુ તેને ખાવામાં ખાસ વાતનું ધ્યાન રાખવું જોઈએ. ડાયાબિટીસના દર્દીઓ નિયમિત રીતે કિશમિશ ખાય તો બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે પરંતુ તેને ખાવાની ખાસ રીત હોય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Health Tips: ડાયાબિટીસના દર્દી માટે બેસ્ટ છે આ 5 ટેસ્ટી ડ્રિંક્સ, પીવાથી થાય છે લાભ


ડાયાબિટીસના દર્દીઓએ નિયંત્રિત માત્રામાં કિશમિશ નું સેવન કરવું જોઈએ. બે મોટી ચમચી કિશમિશમાં 15 ગ્રામ કાર્બોહાઈડ્રેટ હોય છે. સાથે જ તેમાં ફાઇબરની માત્રા પણ સારી એવી હોય છે જે બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેમાં એવા ખનીજ પણ હોય છે જે હાડકાને મજબૂત બનાવે છે. 


કિશમિશ નું સેવન તમે અલગ અલગ રીતે કરી શકો છો. જોકે ડાયાબિટીસના દર્દીએ કિશમિશ પાણી સાથે ખાવી જોઈએ. રાત્રે પાણીમાં પલાળી સવારે પલાળેલી કિશમિશ ને હૂંફાળા ગરમ પાણી સાથે ખાવાથી ફાયદો થાય છે. 


આ પણ વાંચો: Mouth Ulcer: દાદીમાના આ 5 નુસખા મોઢાના ચાંદાથી તુરંત આપશે રાહત


આ સિવાય કિશમિશને તમે સલાડ કે સબ્જીમાં ઉમેરીને પણ ખાઈ શકો છો. જો તમે પલાળેલા બદામ કે અખરોટનું સેવન કરો છો તો તેની સાથે પણ કિશમિશ ખાઈ શકાય છે. ડાયાબિટીસના દર્દીઓએ કિશમિશની માત્રા નું ખાસ ધ્યાન રાખવું જોઈએ જો નિયંત્રિત માત્રામાં તેઓ રોજ કિશમિશ નું સેવન કરે છે તો શરીર તંદુરસ્ત રહે છે અને બ્લડ સુગર પણ કંટ્રોલમાં રહે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)