બાળકને મોબાઇલ પકડાવી સુવડાવી દેતી મમ્મીઓ ખાસ વાંચે આ, મોર્ડન મોમ મોબાઈલના જમાનામાં હાલરડા ભૂલી
Rajkot News: આધુનિક માતાઓ હાલરડાં થકી વાત્સલ્ય ભાવના વ્યક્ત કરવામાં અસમર્થ... બાળકને મોબાઇલ પકડાવી સુવડાવી દેતી ખાસ વાંચે આ
Gujarati News ગૌરવ દવે/રાજકોટ : મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનનાં PGDCC નાં વિદ્યાર્થીઓએ ભવનનાં અધ્યક્ષ ડૉ. યોગેશ એ. જોગસન અને ડૉ. ધારા આર. દોશી નાં માર્ગદર્શન હેઠળ આજની માતાઓ હાલરડાં વિશે કેટલું જ્ઞાન ધરાવે છે એ અંગે અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો.
માં એક જ એવી વ્યક્તિ છે જે આપણને દુનિયાથી નવ મહિના વધુ ઓળખે છે. સ્ત્રી જ્યારે માં બને છે ત્યારે તેનું એક નવું રૂપ જોવા મળે છે. તેની દુનિયા બાળકની આસપાસ જ ફરતી હોય છે. બાળકની સાર સંભાળમાં ઘણી બાબતોનો સમાવેશ થાય છે. જેમાંની એક મહત્વની બાબત માતા બાળકોને કઈ રીતે સુવડાવે છે?
ભારતીય સંસ્કૃતિમાં વર્ષોથી પેઢી દર પેઢી માતાઓ તેના બાળકોને હાલરડાં ગાઈને સુવડાવતી આવી છે. હાલરડાં થી માતા અને બાળક વચ્ચેનો સંબંધ વધુ ગાઢ બને છે. હાલરડું બાળકનાં મગજનાં ઘણાં ભાગોને વારાફરતી ઉત્તેજિત કરે છે, જે બાળકનાં મગજને વિકાસ તરફ દોરી જાય છે. હાલરડું સાંભળવાથી બાળકની ભાષા શીખવાની ક્ષમતા માં વધારો થાય છે.
કુદરતી નહિ પણ ગુજરાતમાં પૂર સરકાર સર્જિત : વ્હાલા થવા 17 મીએ જ કેમ પાણી છોડાય છે
હાલરડાં એ દરેક નાનકડાં ભુલકાંઓનો હક્ક છે. પરંતુ કમનસીબે, આજનાં યુગમાં ઘણાં બાળકો હાલરડાંથી વંચિત જોવા મળે છે. પ્રસ્તુત સર્વે ૨૦૨ માતાઓ પર કરવામાં આવેલો હતો. ટેલીફોનીક કે રૂબરૂમાં માતાઓને હાલરડાં જણાવવાનું કહેવામાં આવ્યું હતું. ૯૨.૨% માતાઓને હાલરડાં આવડતા નથી. માત્ર ૭.૮% માતાઓને જ હાલરડાં આવડે છે. ૮૭% માતાઓ પોતાના બાળકોને ફોન આપી સુવડાવે છે.
આ મોતના ખાડા પૂરો સરકાર, નહિ તો અનેકોના જીવ લઈ જશે ગુજરાતનો આ હાઇવે
સર્વેમાં પ્રાપ્ત થયેલ પરિણામોનાં કારણોમાં એવું કહી શકાય કે આજની માતાઓ પશ્ચિમી સંસ્કૃતિથી ખુબ જ પ્રભાવિત થઈ છે, આપણો ભારતીય સંસ્કૃતિનો ખજાનો મૂકી તેઓએ પશ્ચિમી દેશોની નકલ કરવા માટે આંધળી દોટ મુકી છે. મોટાભાગની માતાઓને પોતે જ મોબાઇલનું એડિકશન જોવા મળે છે, જે તેના બાળકમાં આપમેળે જ રોપાય છે. આજના યુગની સ્ત્રીઓની ભૂમિકાઓ વધી છે, કોઈ વાર તે બધી જગ્યાએ પહોંચી વળતી નથી તેથી બાળકને મોબાઇલ પકડાવી સુવડાવી દઈયે છે. બહુ ઓછી એવી માતાઓ જોવા મળી કે જે મોબાઇલની ગંભીર અસરો જાણે છે અને મોબાઇલથી તેના બાળકોને દૂર રાખી હાલરડાં ગાઈને સુવડાવે છે.
નવરાત્રિમાં વિલન બનશે વરસાદ, પહેલા જ નોરતે વરસાદની આવી ગઈ અંબાલાલ પટેલની આગાહી