નવી દિલ્લીઃ ઘણીવાર તમે જોયું હશે કે, સવારે મોંઢામાંથી દુર્ગંધ આવતી હોય છે. સવારે આવું એટલા માટે થાય છે કારણ કે, મોંઢામાં ઘણા બધા પદાર્થના બેક્ટેરિયા રાતોરાત જમા થઈ જાય છે, જેના કારણે તેમાંથી વાસ આવવા લાગે છે. આ કારણે તેની અસર તમારા સંબંધો પર તો પડે જ છે, પરંતુ મિત્રો પણ અંતર બનાવી રાખે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘરે બેઠાં 4 પ્રકારના દેશી માઉથ ફ્રેશનર્સ તૈયાર કરો-
મોઢાની દુર્ગંધના કારણે તમારા પાર્ટનરને ઘણી પરેશાનીનો સામનો કરવો પડે છે. આ સાથે પોતાને માટે પણ એકદમ શરમજનક છે. તેનાથી બચવા માટે આપણે ઘણીવાર માઉથ ફ્રેશનરનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ 4 રીત એવી છે જેના દ્વારા તમે ઘરે દેશી માઉથ ફ્રેશનર તૈયાર કરી શકો છો.


મીઠાના પાણીના કોગળાઃ
મોઢાની દુર્ગંધની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમારે મીઠાના પાણીથી કોગળા કરવા જોઈએ, કારણ કે જ્યારે તમે આમ કરો છો ત્યારે તેનાથી મોઢામાં રહેલા બેક્ટેરિયાનો વિકાસ અટકી જાય છે અને તે બહાર નીકળી જાય છે.


લવિંગને ચાવવુંઃ
આપણે ખોરાકનો સ્વાદ વધારવા માટે લવિંગનો ઉપયોગ કરીએ છીએ પરંતુ તેને ચાવવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે. લવિંગમાં ઘણા ઔષધિય ગુણો હોય છે જેના કારણે બેક્ટેરિયાની સંખ્યા ઓછી થઈ જાય છે, મોં તાજગી અનુભવે છે.


પુષ્કળ માત્રામાં પાણી પીવોઃ
મોંઢામાંથી આવતી દુર્ગંધને દૂર કરવા માટે પુષ્કળ પાણી પીવો કારણ કે તેનાથી મોટાભાગના બેક્ટેરિયા બહાર આવે છે અને તેમની ઘનતા ખૂબ ઓછી થઈ જાય છે. આ સાથે પાણીમાં લીંબુનો રસ ઉમેરીને પણ પી શકાય.


તજ ચાવોઃ
તજનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં કરવામાં આવે છે. જો તમે તેના કેટલાક ટુકડાઓ ચાવવાનું શરૂ કરો છો, તો મોઢાની ગંધ દૂર થવા લાગે છે અને બેક્ટેરિયા પણ વૃદ્ધિને ઘટાડે છે.


(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ઝી ન્યૂઝ આ પ્રિસ્ક્રિપ્શનની પુષ્ટિ કરતું નથી.)