ઉનાળામાં ખાઓ કાચી કેરી અને રહો તાજામાજા, જાણી લો કાચી કેરીના ફાયદા
ઉનાળામાં આ ફળ ખાવાના અનેક ફાયદા થાય છે. તેના સેવનથી તમે અનેક બીમારીઓ સામે રક્ષણ મેળવી શકો છો.
નવી દિલ્લીઃ કાચી કેરી એક સ્વાસ્થ્યપ્રદ ફળ છે. ગરમી શરૂ થતા જ બજારમાં કાચી કેરીનું આગમન થાય છે. ગરમીમાં બજારમાં પુષ્કળ પ્રમાણમાં આવા ખાટ્ટા ફળોને જોઇને આંખને ઠંડક પહોંચે છે. કાચી કેરી વજન ઓછું કરવામાં પણ કારગર છે. કાચી કેરી ડાયાબિટીઝવાળા દર્દીઓ માટે પણ ખૂબ જ સારી માનવામાં આવે છે. આ સિવાય દરેક વસ્તુનું વધારે માત્રામાં સેવન નુકસાન કરે જ છે.ઉનાળો એટલે કેરીની સીઝન, કાચી હોય કે પાકી કેરી સૌની ભાવતી હોય છે. ઉનાળાની ગરમીમાં લૂથી બચવાથી લઇને પેટમાં ટાઢક સુધીનું કામ કેરી કરે છે. પરંતુ અહીં આપણે કાચી કેરીના કેટલાક ફાયદા જણાવીશું.
કાચી કેરીનું સેવન પણ ખૂબ ફાયદાકારક છે. કાચી કેરી-ડુંગળીનું કચુમ્બર ખાઈને તડકામાં નિકળો તો લૂ પણ નથી લાગતી. કાચી કેરીની ચટ્ટણી, છુંદો બનાવવામાં આવે છે. કાચી કેરી સ્વાદમાં ભલે ખાટ્ટી હોય પરંતુ શરીર માટે ખુબ ગુણકારી છે.
1- કાચી કેરી અમૃત સમાન-
એક કાચી કેરીમાં સફરજન, કેળા, લિંબુ અને સંતરા કરતા પણ વધુ વિટામિન સી હોય છે. કાચી કેરીમાં એટલી બધી માત્રામાં જુદા જુદા પોષક તત્વો મળે છે કે જેનાથી ઘણી બિમારીઓને દુર કરી શકાય છે. કાચી કેરીને ખાવાથી શરીરમાં પાણીની અછત નથી સર્જાતી.
2- વજન ઓછુ કરવા-
કાચી કેરીમાં મોટા પ્રમાણમાં ફાયબરની માત્રા જોવા મળે છે. જે શરીરની વધારાની ચરબીને દૂર કરે છે. સાથે જ કેરીમાં કુદરતી ગ્લુકોઝ ખુબ ઓછા માત્રામાં હોય છે જેના કારણે વજન વધવાની શક્યતા નહીંવત થઈ જાય છે.
3- એસિડિટી દૂર થશે-
એસિડિટીની ફરિયાદ રહેતી હોય તેમણે ખાસ બપોરના ભોજનમાં કાચી કેરી લેવી જોઈએ. આજના સમયમાં અનિયમિત ખાન-પાનના કારણે એસિડિટી સામાન્ય થઇ ગઇ છે. પરંતુ કાચી કેરીના સેવનથી એસિડિટીની સમસ્યા થતી નથી.
4- લિવર માટે ફાયદારૂપ-
કાચી કેરી ખાવાથીથી લિવરની સમસ્યામાં સુધારો લાવી શકાય છે. કાચી કેરી લિવરની કામગીરીને સુધારવાનો કુદરતી ઉપાય છે. લિવરમાં પિત્ત અને એસિડના કારણે અનેક જાતના રોગ થાય છે. કાચી કેરી આંતરડામાં થતા સંક્રમણને પણ દુર કરે છે.
5- દાંત સ્વસ્થ થશે-
કાચી કેરીથી ફક્ત પેઢા જ નહીં દાંત પણ સાફ થાય છે. કાચી કેરીના કારણે દાંત લાંબા સમય સુધી મજબૂત રહે છે. તેમજ મોઢામાંથી આવતી શ્વાસની દુર્ગંધ પણ દુર થાય છે.
6- રોગપ્રતિકારક શક્તિ વધશે-
કાચી કેરી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. સાથે જ કેટલાય રોગોથી લડવાની ક્ષમતા આપે છે.
5- રક્ત વિકારને દુર કરશે-
કાચી કેરીમાં વિટામીન સીની માત્રા વધુ હોવાથી લોહીના વિકાર સામે લડવામાં મદદ મળે છે. રક્ત વિકારની સમસ્યાને કાચી કેરીના સેવનથી દુર કરી શકાય છે.
6- લૂ થી બચી શકાશે-
ઉનાળાની વધતી જતી ગરમીમાં લૂથી બચવા માટે કાચી કેરી અક્સીર ઉપાય છે. સાથે જ ગરમીના કારણે શરીર થતી અળાઇને પણ દુર કરે છે. કાચી કેરી ગરમીમાં શરીરને આંતરીક ઠંડક આપે છે જેથી શરીરનું તાપમાન જળવાઇ રહે છે અને ગરમી સામે લડી શકે છે.