Hair Care Tips : શિયાળો શરૂ થયો નથી કે વાળ ખરવાની અને ડેન્ડ્રફની સમસ્યા વધી નથી....શિયાળામાં ડ્રાય વાતાવરણના કારણે સ્કેલ્પમાંથી મોઈસ્ચર જતુ રહે છે. જેનાથી વાળમાં ડેન્ડ્રફ થવા લાગે છે. તેના ઉપરાંત શિયાળામાં ગરમ પાણીથી વાળ ધોવાની આદત પણ ખોડો વધારી શકે છે અને તેના કારણે વાળ ખરે છે. તો જો તમારે પણ આ સમસ્યા હોઈ તો આપ આ ટીપ્સ આપનાવી શકો છો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લીંબૂનો રસ 
લીબૂંનો ઉપયોગ તમારા માટે ખૂબજ ઉપયોગી સાબિત થશે...લીંબૂના રસમાં વિટામિન-સી હોય છે. જે ડેન્ડ્રફ ખતમ કરવામાં મદદ કરે છે. અઠવાડિયામાં 2-3 વખત લીંબૂનો રસ લગાવો. લીંબૂના રસને નારિયેળના તેલની સાથે મિક્સ કરીને લગાવી શકાય છે. તેને વાળ પર લગાવવાથી વાળ હાઈડ્રેટ રહેશે અને ડેન્ડ્રફની સમસ્યાથી છૂટકારો મળશે.


ઉછીના પૈસા નહિ આપતા મિત્રોએ જ ત્રણ કલાક સુધી માર મારી મોતને ઘાટ ઉતારી દીધો


એલોવેરા 
એલોવેરા પણ આપના વાળને ફાયદા કરાવશે...એલોવેરામાં એવા ઘણા ગુણ હોય છે જે ડેન્ડ્રફને ખતમ કરે છે. તેમાં એન્ટી-ફંગલ, એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ મળી આવે છે. આ ગુણ ડેન્ડ્રફને વધવા નથી દેતો. એલોવેરામાં હાજર એન્ઝાઈમ્સ ડેડ સ્કિન સેલ્સને સાફ કરે છે જે ડેન્ડ્રફના કારણે બને છે. તે વાળ અને સ્કેલ્પને હાઈડ્રેટ રાખીને ડેન્ડ્રફને રોકે છે.


નારિયેળ તેલ 
નારિયેળ તેલમાં એન્ટી-ફંગલ ગુણ હોય છે. જે ડેન્ડ્રફ ઉત્પન્ન કરનાર ફંગસને રોકે છે. તેનાથી ડેન્ડ્રફની સમસ્યા દૂર થાય છે. તે વાળને પ્રાકૃતિક રીતે મોઈસ્ચર આપે છે. જેનાથી વાળ ડ્રાય નથી રહેતા. મોઈસ્ચરના કારણે વાળનો ડેન્ડ્રફ દૂર થાય છે. 


અમદાવાદના વેજલપુરના પીઆઈને Love you all મેસેજ પડ્યો ભારે, નોકરી ખોવાનો વારો આવ્યો