High cholesterol થી લઈ બીપીને પણ કંટ્રોલમાં રાખે છે આ દાળ, તમારા ડાયટમાં કરો સામેલ
Green Moong Dal Benefits: ભારતીય ભોજનમાં દાળનું ખુબ મહત્વ છે. વિવિધ પ્રકારની દાળ તો લગભગ બધાના ઘરમાં બની હોય છે, પરંતુ શું તમે જાણો છો કે મગની દાળ સ્વાસ્થ્ય માટે કેટલી ફાયદાકારક છે?
આજકાલની લાઇફસ્ટાઇલ અને ખોટા ખાન-પાનને કારણે હાઈ કોલેસ્ટ્રોલ અને બીપી જેવી સમસ્યાઓ સામાન્ય થઈ ગયા છે. તેવામાં લોકો આ પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે ઘણા ઉપાયો અજમાવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ સમસ્યાઓ માટે મગની લીલી દાળ ખુબ ફાયદાકારક સાબિત થઈ શકે છે? મગની દાળ લગભગ દરેકના ઘરમાં જોવા મળે છે. તેનો ઉપયોગ ઘણા પ્રકારના વ્યંજનોમાં કરવામાં આવે છે. તેમાં રહેલા પોષક તત્વો ઘણી બીમારી સામે લડવામાં મદદ કરે છે. આવો જાણીએ મગની દાળના સ્વાસ્થ્ય લાભ અને તેનો ઉપયોગ કઈ રીતે કરવો.
મગની દાળના ફાયદા
લીલા મગની દાળમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે. તે કબજિયાત, એસિડિટી અને અપચો જેવી સમસ્યાઓથી રાહત અપાવવામાં અસરકારક છે.
લીલા મગની દાળમાં કેલરી ઓછી હોય છે અને તે તમને લાંબા સમય સુધી ભરપૂર રાખે છે. તેનાથી વારંવાર ખાવાની ઈચ્છા ઓછી થાય છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે.
મગની લીલી દાળમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે, સાથે હાર્ટ રોગના ખતરાને પણ ઘટાડે છે. મગની દાળમાં રહેલું ફાઇબર બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે અને શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલને વધારે છે.
મગની દાળનો ગ્લાઇસેમિક ઈન્ડેક્સ ઓછો હોય છે, એટલે કે તે બ્લડ સુગરના સ્તરને ધીમે-ધીમે વધારે ચે. તેથી તે ડાયાબિટીસના દર્દીઓ માટે એક સારો વિકલ્પ છે.
મગની દાળ કિડનીને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને કિડની રોગના ખતરાને ઘટાડે છે.
કઈ રીતે કરશો મગની દાળનું સેવન
મગની દાળને રાત્રે પાણીમાં પલાળી દો. સવારે તેને ધોઈ લો ત્યારબાદ તેમાં લીંબુનો રસ, સેંધા નમક કે લીલું મરચું નાખી સેવન કરો.
પલાળેલી દાળને ભીના કપડામાં લપેટીને એક દિવસ માટે રાખો. આ અંકુરિત દાળને સલાડ, સેન્ડવીચ કે સ્મૂધીમાં મિક્સ કરીને ખાઈ શકાય છે.
તમે દાળને પકાવીને ખાઈ શકો છો. તમે તમારી પસંદના મસાલા અને શાકભાજી તેમાં મિક્સ કરી શકો છો. તમે રોટલી કે ભાત સાથે પણ તેનું સેવન કરી શકો છો.
તમે મગ દાળનું સૂપ બનાવી પી શકો છો. તેમાં તમારી પસંદના શાક અને મસાલા નાખી શકો છો.
Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.