Urine Infection: યુરીનરી ટ્રેક ઇન્ફેક્શન જેને સામાન્ય ભાષામાં યુરિન ઇન્ફેક્શન કહેવાય છે તે ખૂબ જ સામાન્ય સમસ્યા છે. આ તકલીફ કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે. પરંતુ પુરુષોની સરખામણીમાં મહિલાઓને વધારે પ્રમાણમાં યુરિન ઇન્ફેક્શન થાય છે. આ એક બેક્ટેરિયલ સંક્રમણ છે જે મૂત્રમાર્ગ, મૂત્રાશય, મૂત્રવાહિની અને કિડની પ્રભાવિત કરે છે. આ સમસ્યામાં દર્દીને વારંવાર પેશાબ જવું પડે છે અને પેશાબ કરતી વખતે બળતરા, દુખાવો થાય છે. આ સિવાય ઇન્ફેક્શનના કારણે તાવ પણ આવે છે અને પેટના નીચેના ભાગમાં દુખાવો પણ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Deadly Virus: ડાયરેક્ટ મગજ પર એટેક કરે છે આ 5 જીવલેણ વાયરસ, પાંચમો વાયરસ સૌથી ખતરનાક


યુરિન ઇન્ફેક્શન અલગ અલગ કારણોને લીધે થઈ શકે છે. જેમકે લાંબા સમય સુધી પેશાબ રોકવો, ખરાબ ટોયલેટનો ઉપયોગ કરવો, યોગ્ય આહાર ન લેવો વગેરે. આ સિવાય ડાયાબિટીસ, મેનોપોઝ, પ્રેગ્નન્સી અને કેટલીક દવાઓનું સેવન કરવાથી પણ યુરીન ઇન્ફેક્શન થઈ શકે છે. 


યૂરીન ઇન્ફેક્શનની સમસ્યા થઈ હોય તો કેટલાક ઘરેલુ ઉપાયની મદદથી તેને મટાડી શકાય છે. આજે તમને યુરિન ઇન્ફેક્શનને મટાડે તેવો અસરદાર ઘરેલુ ઈલાજ જણાવીએ. ઘરમાં રહેલા ચોખા યુરિન ઇન્ફેક્શનની સમસ્યાથી તમને મુક્ત કરી શકે છે. તેના માટે ચોખાનું પાણી તૈયાર કરવાનું છે. 


આ પણ વાંચો: Uric Acid: યુરિક એસિડને દવા વિના કંટ્રોલ કરવામાં મદદ કરે છે આ 5 જડીબુટ્ટીઓ


યુરીન ઇન્ફેક્શનમાં ચોખાનું પાણી 


યુરીન ઇન્ફેક્શનની સમસ્યાથી છુટકારો મેળવવો હોય તો ચોખાના પાણીનો ઉપયોગ કરવો જોઈએ. ચોખાનું પાણી ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. આયુર્વેદ અનુસાર ચોખાના પાણીમાં ભરપૂર માત્રામાં પોષક તત્વ હોય છે જે યુરીન ઇન્ફેક્શનથી છુટકારો અપાવવામાં મદદ કરી શકે છે. ચોખાનું પાણી એન્ટિઓક્સિડન્ટ સહિત વિટામિન, મિનરલ અને એમિનો એસિડથી ભરપૂર હોય છે જે શરીરને ઘણા બધા ફાયદા કરે છે. ચોખાનું પાણી સંક્રમણ અને બળતરાથી પણ રાહત આપે છે. 


આ પણ વાંચો: Brinjal: આ 5 રોગમાં રીંગણ ન ખાવા ક્યારેય, ખાધાની સાથે જ તબિયત કરે છે ખરાબ


કેવી રીતે બનાવવુ ચોખાનું પાણી ?


સૌથી પહેલા 10 ગ્રામ ચોખા લઇ તેને પાણીથી સારી રીતે ધોઈ લેવા. કોઈપણ ચોખાનો ઉપયોગ કરી શકાય છે પરંતુ લાલ ચોખા હોય તો સૌથી સારું. ત્યાર પછી તેમાં 80 મિલીલીટર પાણી ઉમેરો. હવે આ ચોખાને 6 કલાક માટે માટીના વાસણમાં ઢાંકીને રાખો. 6 કલાક પછી ચોખાને પાણીમાં હાથથી મસળી લો અને પછી 20 મિનિટ માટે છોડી દો. 20 મિનિટ પછી આ પાણીને ગાળી લો અને કાચની બોટલમાં ભરી લો. 


આ પણ વાંચો: એક ઝાટકે શરીરમાંથી ગંદકી કાઢી નાખશે ચુનાનું પાણી, જાણો કેવી રીતે બનાવવું અને પીવું


કેવી રીતે પીવું ચોખાનું પાણી ? 


યુરીન ઇન્ફેક્શનની સમસ્યા હોય તો ઉપર જણાવેલી રીત અનુસાર ચોખાનું પાણી તૈયાર કરી લેવું અને પછી દિવસ દરમિયાન થોડી થોડી કલાકે આ પાણી પીતા રહેવું. એકવાર બનાવેલું ચોખાનું પાણી છ થી આઠ કલાક સુધી વાપરી શકાય છે. રોજ પીવા માટે તાજુ ચોખાનું પાણી બનાવવું. થોડા દિવસ સુધી નિયમિત આ પાણી પીવાથી યુરિન ઇન્ફેક્શન, પેશાબમાં બળતરા, પેશાબમાં વાસ આવવી, વ્હાઈટ ડિસ્ચાર્જ જેવી તકલીફથી છુટકારો મળે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)