આજની આધુનિક અને અનહેલ્ધી લાઈફસ્ટાઈલના કારણે મોટાભાગના લોકો મોટાપા સામે ઝઝૂમી રહ્યા છે. મોટાપો અનેક ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે જેમ કે દિલની બીમારી, ડાયાબિટીસ અને કેન્સર. વજન ઘટાડવું એ પડકારભર્યું હોઈ શકે પરંતુ 30-30-30 નિયમ એક સરળ અને વ્યવહારિક દ્રષ્ટિકોણ છે. જે તમને તમારા લક્ષ્યાંકો મેળવવામાં મદદ કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

30-30-30 નિયમ વજન ઘટાડવા માટેનો એક દ્રષ્ટિકોણ છે જે કેલરી સેવન, શારીરિક ગતિવિધિ અને માઈન્ડફૂલ ઈટિંગ પર ભાર મૂકે છે. આ નિયમ મુજબ તમારે તમારે દૈનિક કેલરી સેવનમાં 30 ટકાનો ઘટાડો કરવો જોઈએ. રોજ ઓછામાં ઓછી 30 મિનિટ સુધી શારીરિક ગતિવિધિ કરવી જોઈએ અને તમારા ભોજનનો આનંદ લેવા માટે ઓછામાં ઓછો 30 મિનિટનો સમય ભોજન કરવા માટે લેવો જોઈએ. 


કેવી રીતે  કામ કરે છે આ 30-30-30 નિયમ?
કેલરી સેવનમાં 30 ટકાનો ઘટાડો થવાથી તમને દરરોજ લગભગ 200-300 કેલરી ઓછી કરવામાં મદદ થઈ શકે છે. જે વજન ઘટાડવા માટે એક મહત્વપૂર્ણ કારક છે. શારીરિક શ્રમ કરવાથી તમને કેલરી બર્ન કરવામાં અને તમારા સ્વાસ્થ્યને સુધારવામાં મદદ મળી શકે છે. માઈન્ડફૂલ ઈટિંગથી તમને વધુ જાગૃત થઈને ખાવામાં મદદ મળી શકે છે. જેનાથી વધુ ખાવાથી બચી શકાય છે. 


30-30-30 નિયમ કેવી રીતે લાગૂ કરવો જોઈએ?
કેલરી સેવનમાં 30 ટકાનો ઘટાડો કરવા માટે તમારે તમારી દૈનિક કેલરી જરૂરિયાતની ગણતરી કરવાની જરૂર છે. તમે ઓનલાઈન કેલરી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી આમ કરી શકો છો. આ સિવાય, પ્રતિ દિન ઓછામાં ઓછી 30 મિનિટ શારીરિક ગતિવિધિ કરવા માટે તમે વોકિંગ, જોગિંગ,સ્વિમિંગ, સાઈકલિંગ કે સ્ટ્રેન્થ ટ્રેનિંગ જેવી કોઈ પણ ગતિવિધિની પસંદગી કરી શકો છો. તમારા ભોજનનો આનંદ લેવા માટે ઓછામાં ઓછી 30 મિનિટનો સમય કાઢવા માટે, ભોજન કરતી વખતે ટીવી જોવાનું કે તમારા ફોનને સ્ક્રોલ કરવા જેવી ધ્યાન ભટકાવતી વસ્તુઓથી બચો. 


(Disclaimer: પ્રિય વાચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના  હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો.)